________________
૪૭૦
રાસમાળા
સંગમ ઉપરના કિલ્લામાં રહેતો હતે. એ ઠેકાણે પછવાડેથી અઝિમખાન ઉધઈની બાંધેલી ઈમારત હવણું પણ છે. કહે છે કે, મારવાડના રાજાને બે કુંવરિય હતી, તેમાં એક રાણજી ગોહિલને પરણાવી હતી, અને બીજી પાદશાહને દીધી હતી. એક સમયે પાદશાહની બેગમ અને તેની બહેન, રાણજીનાં ઠકરાણું પોતાને પિયર ગયાં હતાં, ત્યાં બેગમે પિતાની બહેનને ભેગાં જમવા બેસવાનું કહ્યું, ત્યારે ગોહિલની રાણી બેલી કે, “તમે પાદશાહ હેરે પરણ્યાં છો, અને મારા સ્વામી પાદશાહના પટાવત “છે તેથી તમારા ભેગાં જમવા બેસવા જેટલી મારી યોગ્યતા નથી.” આ પ્રમાણે તેણિયે બીજા કેટલાંક બહાનાં બતાવ્યાં પણ તેની હેટી બહેને હઠ પકડીને ઘણે આગ્રહ કરવા માંડ્યો ત્યારે તેની નાની બહેને તેની ક્ષમા માગીને ખરેખરું કારણ કહી દીધું કે, “તમે મુસલમાન વહેરે પરણ્યાં છે “તેથી હું તમારા ભેગી જમવા બેસું તે વટલું.” આ વાત સાંભળીને બેગમને રીસ ચડી અને મનમાં એવો ઠરાવ કર્યો કે, ગમે તેમ કરીને એને અમદાવાદ બોલાવીને મારા ભેગી જમાડવી.
પછી બેગમ પોતાના રાજધાની નગરમાં પાછી ગઈ તેવામાં રાણજી ગેહિલ કાંઈ સરકારી કામ સારૂ ત્યાં ગયા. બેગમે પાદશાહને સર્વ વાત કહીને કહી રાખ્યું હતું કે, ગમે તેમ કરીને પણ મારી બહેન અહિં આવે તેમ કરવું. આ સમયે રાણુજીએ પિતાના ઢોલિયાના એક ચાકરને વાંકમાં આવ્યાથી કુહાડી મૂક્યો હતો. તેને બેગમે પિતાની ચાકરીમાં રાખ્યું અને કહ્યું કે તું જઈને ઠકરાણુને અહિં તેડી લાવ. ત્યારે ચાકરે કહ્યું કે રાણજીના કાગળ વિના તે અહિં આવે નહિ, પણ કદાચ જે તેની કોઈ નિશાની દેખે તે આવે ખરાં. બેગમે આ વાત પાદશાહને કહી. તે ઉપરથી પાદશાહે રાણજી પાસેથી એક દિવસે તેની તરવાર જેવા સારૂ માગી લીધી, બીજે દિવસે કટાર માગી લીધે, અને ત્રીજે દિવસે હાથનું માદળિયું માગી લીધું. પછી ત્રણે વાનાં ચાકરને આપીને રવાના કર્યો. ચાકર રાણપુર ગયો અને ઠકરાણુને કહેવા લાગ્યા કે, “તમારા ટ્રેલિયાને ચાકર છું તે તમે જાણે છે;
૧ મુસલમાન સરકારને અઝિમખાન ઘાઝી સરદાર હતા. તેણે રાણપુરને સુંદર કેટ બાંધે, તે વિના (સન ૧૯૩૦ માં) અમદાવાદમાં મદરેસાને માટે એક ઇમારત બાંધી હતી ત્યાર પછી તેને કેદખાનાની જગ્યા કરાવીને તેનું કદ હલકું પાડી નાંખ્યું છે.) અને બીજી એટલી બધી ઈમારતા તેણે બાંધી કે તેથી તેનું ઊધઈ એવું ઉપનામ લોકોમાં પ્રસરયું, કેમકે ઉધઈ પોતાના ઉપર ઘર બાંધ્યા વિના રહેતી નથીએવી તેની રીતિ છે તેને મળતી તેની રીતિ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com