________________
મહંમદ શાહ કુતુબ શાહ
૪૫૯
અમદાવાદમાં મરણ પામ્યા, અને તેને જુમા મસ્જીદની પાસે એક સુંદર કબરમાં દાટવો.
અહમદ શાહના શાહજાદે। અને તેને ક્રમાનુયાયી મહંમદ શાહo થયેા, તેણે ઈડરના રાવ ઉપર ચડાઈ કરી એટલે તે કેટલીક વાર સુધી ડુંગરામાં સંતાઈ રહ્યો પણ પોતાના વાંકને માટે ક્ષમા માગવા સારૂ સંદેશે મેાકલવા ઉપરથી તેને ક્ષમા કરવામાં આવી, અને તેણે પોતાની કુંવરી સુલ્તાન વ્હેરે પરણાવી. મહંમદ શાહ ભાગર ઉપર ચડાઈ કરવાનું ચાલુ રાખીને ત્યાંથી ખંડણી લઈને અમદાવાદ પાછા આવ્યા. ઈ સ૦ ૧૪૪૯માં ચાંપાનેરના રાવળ ગંગાદાસ ઉપર ચડાઈ કરીને તેને હરાવ્યેા અને તેના કિલ્લામાં ભરાઈ પેસવાની તેને અગત્ય પાડી, પણ માળવાના ખિલજી યાદશાહને તે રાવળે સમજાવીને પેાતાની એથે ખેલાવ્યા. તે ઉપરથી મહંમદ શાહથી આ નવા શત્રુની સામે ટકાઈ શકાયું નહિ એટલે હીણપસ્તી હૅાંચે એવી રીતે ન્હાસેડું લીધું,
માળવાના સુલ્તાન મહમૂદ્દે ગુજરાત સ્વાધીન કરી લેવાની હવે બ્હીક દેખાડી અને મહંમદ શાહ મરણ પામ્યા અથવા તેને ઝેર દેવામાં આવ્યું. ત્યાર પછી, તેના શાહજાદો કુતુબ શાહર ગાયે બેઠા કે તરતજ પેાતાની રાજધાનીની લગભગ ઘેાડા માઈલ ઉપર સરખેજ અને વટવાની વચ્ચે શત્રુ આવી પ્હોંચેલા હતેા તેની સામેા ગયા; ત્યાં એક લડાઈ થઈ, તેમાં માળવાને સુલ્તાન લગભગ જિતવાની અણી ઉપર હતા તેવામાં છેવટે તેને ન્હાસવાની જરૂર પડી. બંને સુલ્તાના વચ્ચે સલાહ થઈ, અને તેમણે એવા કાલકરાર કચો કે હવેથી આપણે હિન્દુએની સાથે સદા લડાઈ મચાવતાં રહેવું. તે પ્રમાણે મેવાડના રાણા કુંભા ઉપર તેઓએ એકઠા મળીને ચડાઈ કરી,
મેવાડ ઉપર એક પછી એક શૂરવીર રાજાઓએ રાજ્ય કસ્યું તે માંહેલે કુંભા રાણા પણ એક રાજા હતા, અને તેના શૂરવીર પાત્ર સાંગના વારામાં
૧ ઈ સ૦ ૧૪૪૨ થી ૧૪૫૧, ૨ ઈ-સ૦ ૧૪૪૫ થી ૧૪૫૯ સુધી.
૩ ઈડરના છેલ્લા ઘેલેાટી રાન્ન ગ્રહાદિત્ય ઉર્ફે નાગાદિત્ય બીજાને ભીલેાએ દગાથી મારી નાંખ્યાથી, તેની વિધવા રાણીયે પેાતાના ત્રણ વર્ષની ઉંમરના ખાળકુંવર આપા અથવા અપ્પુને છૂપી રીતે લઈને ઝારાલની નૈૠત્ય કાણુના ભાગમાં એક માઈલને છેટે ભાંડીરના કિલ્લામાં એક ભીલના રક્ષણ તળે મૂકયા. પછી ચેાડા દિવસે હાલના ઉદ્દયપુરની ઉત્તરે દશ માઈલને છેટે નાગદા ગામની પાસે પારાસરના જંગલમાં રાખ્યું. એના મેાસાળ પક્ષના, મેરી વંશનાં પરમાર રાન્ન ચિત્તોડમાં રાજ્ય કરતા હતા તેણે પંદર વર્ષની ઉંમરના આપાને સરદારની પદવી આપી પેાતાની પાસે રાખ્યા. ઇ. સ. ૭૨૬ માં ગજનીના મુસલમાન રાજકર્તાએ ચિત્તેાડ ઉપર ચડાઈ કરી, તેને બાપાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com