________________
૪૬૧
–-.. :--
—
-
—--
—
--
કુતુબ શાહ તો રાણું કુંભાએ બંધાવેલા કહેવાય છે. તે માંહેલો હેટામાં મહેટો ઉભો મેર અથવા કમલમેર નામનો કિલ્લો છે; તેની સ્વાભાવિક જગ્યાને લીધે પછી ૩૫ ભુવનસિંહ, ૩૬ જયસિહ, ૩૭ લક્ષ્મીસિંહ ઉર્ફે લખમસી ઈ. સ. ૧૨૭૫થી ૧૩૦૩ સુધી થયો. એની ઉપર દિલ્હીના પાદશાહ અલાઉદીન ખીલજી (ઈ. સ. ૧૨૯૫થી ૧૩૧૫ સુધી) ચડી આવ્યો પણ હાર ખાઈ પાછો ગયો. ફરી ઇ. સ. ૧૩૦૩ માં રાણા લખમસીના કાકા ભીમસિંહની રાણું, જે લંકાની પદ્મિની હતી તેને સ્વાધીન લેવા માટે તે ચડી આવ્યું હતું. એ ભારે લડાઈમાં રાણાનાબાર કુંવરમાં એક કુંવર અજયસિંહ જે કેલવાડે હતો તે સિવાયનું તમામ કુટુમ્બ મરાયું. રાણુ મહેલ સળગાવી બળ મોઈ તે પછી ૩૮ અજયસિંહ ઈ. સ. ૧૩૦૩ થી ૧૩૧૦ સુધી થયે, એને બે કુંવરે હતા; તેઓને રાણે બતાવેલું કામ ન થવાથી માટે આપઘાત કરી મરણ પામ્યો અને હાને કુંવર ડુંગરપુર ગયે. તેનાથી તેરમે પુરૂષ સજજનસિંહ થયે તે દક્ષિણમાં વિજાપુર ગયો, ત્યાંના બાદશાહની સારી નેકરી બનાવ્યાથી તેના તરફથી ૮૪ ગામનું મેઘલ પરગણું પ્રાપ્ત કરી લીધું અને રાજાની પદવિ મેળવી. એના વંશમાં મરાઠા રાજ્ય સ્થાપનાર પ્રખ્યાત શિવાજી થયો. આજે એના વંશજ કોલ્હાપુરના મહારાજા છે.
મેવાડના રાણા અજયસિંહ પછી, તેના ભાઈ અરિસિંહને કુંવર ૩૯ હમ્મીર ઈ. સ. ૧૩૧થી ૧૩૬૫ સુધી થયો. એણે ૩૭મા રાણુ લખમશીના સમયમાં ગયેલું ચિત્તેડ પાછું લીધું અને દિલ્હીના તુઘલખ બાદશાહ મહમૂદ પહેલા(ઈ.સ. ૧૩૨૫થી ૧૩૫૧ સુધી)ને જિયે તથા તે પાસેથી અજમેર, રણઘેર, નાગોર, સુઇસપુર લીધાં. હમીર પછી તેને કુંવર ૪ ખેતસિંહ ઈ.સ. ૧૩૬૫થી ૧૩૮૩ સુધી થયું. એણે માંડલગઢ, દસેર છપ્પનનાં પ્રગણું મેવાડ સાથે જોડ્યાં. એક વખત દિલ્હીના પાદશાહ તરફથી હુમાયુ નામને સરદાર લશ્કર લઈ મેવાડ ઉપર ચડી આવ્યે, બાકરેલ આગળ લડાઈ થઈ તેમાં મુસલમાનનો પરાજય થયો. તે પછી ૪૧મો લક્ષ અથવા લાખ રાણે થયે, તેણે મેવાડને હાડી ભાગ જિતી લઈ વેરાગઢ તોડી પાડી તેની નજીક બેદરનો કિલ્લો બાંધ્યો. રાણા લાખાના ઘડપણના વખતમાં મારવાડના રાજા રણમલ તરફથી રાણાના પાટવી કુંવર ચંદ્રસિંહ ઉર્ફે ચંદને માટે નાળિયેર (સગપણ) આવ્યું ત્યારે રાણાએ મશ્કરીમાં કહ્યું કે “તમે આવાં રમકડાં મારા જેવા સફેત દાહાડીવાળાને માટે લાવ્યા હશે.” આવું કથન પિતાના મુખથી થયેલું જાણ્યાથી રાણાને કહ્યું કે એ કન્યાને આપ પરણે. રાણાએ ઘણું ના પાડી પણ કુંવર કહે કે એ તો મારી મા થાય,માટે તમારે તેને પરણવું જ જોઇશે. પછી તેને કુંવર થાય તે રાજગાદિયે બેસે, એટલા માટે હું ગાદીને હક છોડું છું. રાણું લાખાને છેવટે આ વાત સ્વીકારવી પડી. નવી રાઠોડ રાણુથી કુંવર મેકલસિંહ થયો. તે પાંચ વર્ષની વયે પહોંચે ત્યારે લાખા રાણાએ પ્રયાગ જઈ ત્યાં રહેવાનું ધાર્યું. કુંવર ચંદે ગાદી ન લીધી તેથી મેલસિંહને ગારિયે બેસારી રાજની લગામ ચંદને સેંપી, અને ઠરાવ્યું કે દરબારમાં પહેલી પદવી ચંદની, રાજ્ય તરફથી કોઈપણ સરકારને જાગીર આપવામાં આવે તો તેની સનદો ઉપર રાણુની સહિની સાથે ચંદ અને તેના વંશજોએ ભાલાની નિશાની કરવી. બાળરાજાની વતી રાજકારભાર ચંદ કરતો હતો પણ તેની માને વ્હેમ આવવાથી ચંદ મેવાડ છોડી માડના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com