________________
૩૩૫
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન ૩૩૫ તામ્રપટમાં વિરધવલના પૂર્વજના નામથી સ્થપાયેલી આનલેશ્વર અને સલખણેશ્વર દેવનાં ધર્મસ્થાનકમાં ગામગ્રાસ અપાય છે.
વરધવલે ઘણે દેશ હાથ કર્યો અને કચ્છમાં આવેલા ભદ્રેશ્વરના ભીમસિંહ પ્રતિહાર સાથે, ગોઘાના ધુંધુલ સાથે, અને દક્ષિણના યાદવ રાજ સિંધન સાથે તથા તે પ્રસંગે મારવાડમાંથી આવી પહોંચેલા ચાર શત્રુરાજા સાથે યુદ્ધ મચાવ્યું અને મોટું પરાક્રમ પ્રાપ્ત કરી લીધું ત્યારે એને અણહિલપુરના મહારાજાધિરાજનું પદ ધારણ કરવાનું કહેવામાં આવ્યું પણ ભીમદેવ પ્રતિ કૃતજ્ઞતા દાખવીને પોતાનું રાણક-રાણાપદ એ જ પિતાને યોગ્ય છે એમ કહીને તેણે તે વાત સ્વીકારી નહિ અને પિતાના જીવતર સુધી તે રાણે જ રહ્યો. ભીમદેવ સ્વર્ગે ગયો અને તેની પછવાડે ત્રિભુવનપાલ સંવત ૧૨૯૮ થી ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૧-૪ર થી ૧૨૪૩-૪૪) ગાદિયે રહ્યો ત્યાર પછી વીસલદેવ (વરધવલને પુત્ર) અણહિલવાડને રાજા થયો.
પ્રકરણ ૧૩ મું અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવકન બીજા ભીમદેવનું મરણ થયું ત્યાં સુધી અમે લખતા આવ્યા, એ સંધિ અણહિલપુરની વાતનું વિવેચન કરવાને ઠીક પડે એવી છે. સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યનો છેલ્લો પરાભવ થયો ત્યાર પછી ઘણુ મુદત સુધી ગુજરાતમાં નિર્ધણિયે કારભાર ચાલવા લાગ્યો. મુસલમાની જિત થતી ચાલુ રહી; અને મુખ્ય રાજ્યની નબળાઈને લીધે નેહાના ન્હાના હલ્લા થવા લાગ્યા તેથી ગડબડાટમાં વધારે થવા લાગ્યા. આ સમયે કઈ કઈ વાર વનરાજના નગરના દેવાલય અને બુરજો ઉપર તેની આબાદાનીનો પ્રકાશ ચકચકી રહ્યો હતો, પણ હવે પછી તો તે અસ્ત પામતા સૂર્યનું પ્રકાશસ્થાન થઈ પડ્યું; હૃદય માત્ર ધીરૂંધી ધડકી રહ્યું પણ અવયવો તે ઠંડાગાર થઈ પડ્યાં
“મરવા પડેલા પશુ ઉપર કાગડે રાહ જોઈ રહે તેમ ભાગી પડેલી ધામધુમની ઝુમી રહેલી પડતી દશા ઉપર મહા વિનાશ અથવા ગડબડાટ “વાટ જોઈ રહે છે.” (એમ એક કવિના કથન પ્રમાણે સ્થિતિ થઈ પડી.)
જે ગ્રંથકારાના પુસ્તકે ઉપરથી અમે વર્ણન આપ્યું છે તે ગ્રંથકારે વિષે પ્રારંભમાં અમે થોડુંક લખિયે છિયે, રત્નમાળાને કર્તા કૃષ્ણજી જે જાતે બ્રાહ્મણ હતા તેને વૃત્તાન્ત કાંઈ જાણવામાં આવ્યો નથી. તેણે બીજા ભીમદેવના મરણ પછી પિતાને ગ્રંથ રચ્યો છે, પણ તે વાત બન્યાને ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com