________________
४४६
રાસમાળા
“કે હિન્દુની રીત પ્રમાણે પરણશે.” પાદશાહે કહ્યું: “મેં હિન્દુની પરણવાની
રીતિ જોઈ નથી માટે તે પ્રમાણે પરણવાની મારી ઇચ્છા છે. ત્યારે તેઓ બોલ્યા: “પાદશાહ અમારે ઘેર પરણવાને પધાર્યા છે; એટલા માટે, અમે “સારી રીતે વિવાહ કરીશું; બંદુકો વગેરે દારૂખાનું છોડીશું, અને ગુલાલ “ઉડાડીશું, તેમ જ વળી જાનૈયાઓની મશ્કરી કરવાને, મીઠું છાંટવાને, અને “કાંકરીચાળો કરવાને અમારા હિન્દુઓમાં ચાલે છે, તે તમારા કોઈ માણસને ઠીક લાગે નહિ ને કાઇને મારે તે વિવાહને ઠેકાણે લડાઈ ઉઠે, એટલા “માટે, તમારે તેમને કહી રાખવું જોઈએ કે બિહોલનું કોઈ માણસ તેમની “મશ્કરી કરે તે તેની સાથે કજિયો કરી ઉઠે નહિ. પાદશાહે તે પ્રમાણે પિતાના લશ્કરને ચેતવણી આપી. પછી સામતસિંહને ભાઈ બેલ્યોઃ “બંદે
નવાજ! તમારા લશ્કરને ઉતરવા જેટલી બિહેલની પાસે જગ્યા નથી. “માટે મોટા મહેટા ઉમરાવ અને પટાવતને પહેલા મોકલજો; તેમની પછવાડે આપ પધારજે, અને ફેજને પછીથી આવવા દેજે.” એ પ્રમાણે જે કહેવાનું હતું તે સર્વ નિવેદન કરીને તેઓ ગામમાં ગયા. પાદશાહે પ્રથમ પિતાના અધિકારિયાને મોકલ્યા, તેમની પછવાડે પોતે ચાલ્યા ને લશ્કર પછવાડે રાખ્યું, તેઓ જ્યારે બિહલની પાસે આવ્યા ત્યારે તેમને માટે પાંચ હજાર રજપૂત, ગેળિયે ભરી રાખેલી બંદુક સહિત ઉભા રહેલા જોવામાં આવ્યા. તેઓએ દરવાજા બંધ કરી દીધા, ને કેટ ઉપરથી બંદુકે છેડવા માંડી તેથી પાદશાહનું ઘણું લકર માયું ગયું; પણ ઘણી વાર સુધી તે અહમદ શાહના સમજવામાં એમ આવ્યું કે, એ તે દારૂખાનું છોડે છે. પછી તે ઘણું માણસ પડતાં જોયાં ત્યારે તેણે જાણ્યું કે આ તો દગલબાજી થઈ. સાત દિવસ સુધી લડાઈ ચાલી. છેવટે સામતસિંહે ઘણે માર ખાધો એટલે પિતાને કબીલો ધોરીપાવટિયે લઈ ગયો. પાદશાહનું લશ્કર મિહેલમાં પેઠું અને તે લૂટી લીધી; ઘવાયેલાઓને ઔષધ કરવાને, અને લડાઈની સામગ્રી અને લશ્કર એકઠું કરવા સારૂ અહમદ શાહ ત્યાં ત્રણ માસ સુધી પડાવ કરીને રહ્યો. પછીથી તે ધોરીપાવટી ભણી લડવા ચાલ્યા. ત્યાં તેણે ઘણું ઝાડ કાપી નંખાવ્યાં અને બે મહિના સુધી લડાઈ ચલાવી. લેકે કહે છે કે સીસું ખૂટવાથી સામતસિંહ સોનારૂપાની ગળિયો કરાવીને મુસલમાને ઉપર ચલાવવા લાગ્યો. છેવટે સામતસિંહ ઘારીપાવટિયેથી નહાશીને ઘુનવાના ડુંગર ઉપર ભરાઈ પેઠે, અને પિતાની પુત્રીને ઇડરના રાવ સાથે પરણાવી. પાદશાહે તેનાં ૩૫૦ ગામ ખાલસા કરી દીધાં.
સામતસિંહ બાર વર્ષ સુધી બહારવટે રહ્યો તેટલામાં મુસલમાનોને કાયર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com