________________
૪૫૦
રાસમાળા
ગામના રજપૂતાને અમદાવાદમાં ખેાલાવ્યા. ત્યારે ધણા રજપૂતાએ જાણ્યું કે આપણને બલાત્કારે વટલાવાને પાદશાહના વિચાર છે તેથી પેાતાનાં ગામગ્રાસ છેાડીને ખીજે દેશ જતા રહ્યા તે જેટલા પાદશાહના હાથમાં આવ્યા તેટલાને તેમની નાત છેડાવી દીધી. આ પ્રમાણે ધણાં વર્ષ સુધી ચાલ્યું; ઘણી લડાયેા થઈ, અને ધણા રજપૂતાએ પેાતાના પ્રાણ છેાડ્યા.
ચાંપાનેરની પાસે રાજપીપળા છે; તે ૩૫૦ ગામની રાજધાની છે. ત્યાંના હરિસિંહજી ગાહિલ કરીને રાજા હતા. એક સમયે ઘણાં મૂલ્યવાન મેાતી તેને ભેટમાં મળ્યાં તેને તેણે પેાતાની ઠકરાણી સારૂ હાર કરાવ્યા, ને ઠકરાણીને કહ્યું:-“આમાં ખરેખરૂં પાણી છે.” પછી જ્યારે પાદશાહ સાથે કજિયા થયા ને ખીજા ઠાકારા સાથે તેને જંગલમાં નાશી જવું પડયું તે પાણી વિના તે હેરાન થવા લાગ્યા ત્યારે રાણિયે શાકાતુર થઈ ને પેાતાના મેાતીના હાર સામું જોઈને કહ્યું:-ઠાકાર ! તમે એક વાર મને કહ્યું હતું કે આમાં પાણી છે.” આ બનાવ ઉપરથી એક ચારણે તે વિષે નીચેનું કવિત કસ્યું છેઃ—
.
शाह जहां सुलतान कोपी चढ्यो जबे तब, शेष ना सहानो भार धरनी हलानी हैं; मारे रजपूत शूरे महा पूरे रेवाहुके, आसपास धूर लाल रंग से रंगानी हैं; सुलतान तेरे त्रास पाउनमे छाले परे, कंदमूल खाने भागी भोमियोकी रानी हैं; तोर तोर द्वार अपसरा ले नीचोवे मुख, “તુમૈ કર્યો હત જૂથ ! મુળતાએઁ પાની હૈં.”
હરિસિંહજી ગાહિલે ૧૨ વર્ષે મ્હારવટામાં ફાડ્યાં, ત્યાર પછી, શાહ પાસેથી તેને પેાતાને ત્રાસ પાછે! મળ્યે, અને તેના વંશજ હજી સુધી રાજપીપળામાં રાજ્ય કરે છે.
ભાટ વાતની સમાપ્તિ કરતાં ક્હે છે કે, ઉપર પ્રમાણે જે રજપૂતાને વટલાવામાં આવ્યા તેએની એક દી નાત થઈ અને તે “માલે સલામ” વાયા; કેમકે તેઓએ પાદશાહના મેહેલને સલામ કરી, અથવા નમી પડ્યા. તેઓ હજી લગી હિન્દુએના પાષાક રાખી રહ્યા છે; કેટલાક તેા હિન્દુ ધર્મની ક્રિયાએ પણ કરે છે, અને કેટલાક મુસલમાનની કરે છે; પણ તેમનાં
૧ આ સ્થાનના રાજવંશ વિષે નુએ રાસમાળાપૂણિકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com