________________
અહંમદ શાહ પહેલો-રજપૂતને વટાળ
૪૪૯ સત્રાસલજીના કુંવર ભાણજી તથા ભેજિયે સારી રીતે તેનું ક્રિયા ખર્ચ કર્યું ને માતરમાં તેઓ રાજય કરવા લાગ્યા. અમદાવાદમાં જ્યારે એ વાતની જાણ થઈ ત્યારે રાણીબાએ સ્નાન કર્યું ને તે ઘણે જ ખેદ પામી. તેને શોકાતુર જોઈને પાદશાહ રહેમિયતથી કહેવા લાગ્યો: “જ્યારે કોઈ હિન્દુ “રાજા મરી જાય અને તેને કુંવર ગાદિયે બેસે ત્યારે તેને દિલાસો આપવાને તેનું કાઈ સગું હોય તે શું શું કરે ?” રાણબા બોલી: “પૈસાવાળું સનું હોય તે તે પોષાક મોકલાવીને તેના કુંવરને શોકનો ધોળે પોષાક બદલાવે.” પાદશાહ બોલ્યા: “ત્યારે તમારા ભાઈયોને શોક મૂકાવાને માટે હું “પણ તેઓને અહિ બેલાવું છું.” એમ કહીને તેઓને તેણે બોલાવ્યા. પછી બને ઠાકરે અમદાવાદ આવ્યા ને પોતાને ઉતારે ઉતયા; પાદશાહે ઘાસ, દાણ અને બીજે જોઈત સરસામાન ત્યાં પહોંચાડ્યો; ને રાણબાને કહ્યું: હું આજે તમારા ભાઈયોને શિરપાવ આપીશ.” તે બોલીઃ “ભાઈ કણ ને બહેન કોણ?” હવે હું તેમની સગી રહી નથી.” પાદશાહ બોલ્યો: “એમ “કેમ! શું એ તમારા ભાઈ ન હોય?” રાણબાએ ઉત્તર આપ્યું: “હવે હું મુસલમાન થઈ ને તે હિન્દુ છે. અમે ભેગાં બેશીને જમિયે નહિ ને એક પ્યાલા વતે પાણું પણ પિયે નહિ. ત્યારે અમે ભાઈને બહેન ક્યાંથી રહ્યાં ? પાદશાહ બેલ્યોઃ “તમે આજે તેમને સારું રસોઈ કરો.” આવું સાંભળીને રાણબાએ વિચાર કર્યો કે, મારી ફહેવાની વાત પાંગરી હતી પણ આ તે આડું નીકળ્યું. જ્યારે પાદશાહે બને ભાઈને તેડવા મોકલ્યું ત્યારે તેઓ શિરપાવ લેવાની આશાએ પિતાની બહેનને મહેલ આવીને બેઠા. તેઓને એકલા જોઈને રાણબા બેલીઃ “ભાઈ ! તમને ધિકાર છે કે જ્યારે મને મુસલમાનને દીધી ત્યારે તેના શોકમાં આપણું બાપ મરી ગયા; ને તમે નાતબહાર નીકળવાને અહિં આવ્યા છે.” પછી પાદશાહને જે મનસુબો હતો તે તેને જણાવ્યું. નહાન ભાઈ ભેજ હતો તે એકદમ બારીમાંથી પડતું મૂકીને હા. મોટો ભાઈ ભાણજી રહ્યો. પછી પાદશાહ આવ્યું ને તેને કહેવા લાગ્યો. “તમારી બહેને ખાવાનું કહ્યું છે તે તમે ખાઓ.” ભાણજી બેલ્યોઃ “સાહેબ! મારાથી ખવાય નહિ.” પાદશાહ બોલ્યોઃ “તમે “આ પ્રમાણે વેગળા શું કરવાને થાઓ છો ?” ત્યારે ભાણજિયે કહ્યુંઃ “સાહેબ! જે હું અહિ ખાઉં તે કઈ રજપૂત મને કન્યા દે નહિ.” પાદશાહ કહેઃ “એ વિષેની તમે કાંઈ ચિંતા રાખશો નહિ, તમે કહેશે એટલા “રજપૂતને બોલાવીને તમારા ભેગા જમાડીશ.” એમ કહીને તેણે ભાણજીને જમાડ્યો. તેથી ઠાકર ઘણે ખેદયુક્ત થશે. તે ખેદ મટાડવાને પાદશાહે બાવને ૨૯
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat