________________
૪૫ર
રાસમાળા
આ વેળા પછી વાઘેલાની પાટવી શાખા બંધ થઈ પડી. પહેલા કાકારને આનંદદેવ પત્ર હતો, તેની પાસે કલેલને વગર વહેંચાયેલ ગ્રાસ હતો પણ તેના ન્હાના કુંવર રાણકદેવને બાપના વારસ તરીકે ૪૨ ગામ સાથે રૂપાલ મળી. ઈ. સ. ૧૪૯૯ માં શાહ અહમદને પાત્ર મહમૂદ બેગડો ગાદી ઉપર હતું ત્યારે કલોલના ઠાકોર વીરસિહ વાઘેલાની સ્ત્રી રૂડાં રાણિયે પાંચ લાખ ટકા ખરચીને એક ભવ્ય વાવ કરાવી છે તે અડાલજના ગામ આગળ હજી છે.
વીરસિંહ અને તેને ભાઈ અત્રસિહ(જેતસિંહજી) એ બે મુસલમાનો સાથે લડાઈમાં ઉતરાયા હતા તેમાંથી મ્હોટા ભાઈને મુસલમાનોએ મારી નાખ્યો અને તેને વારસામાં મળેલા શહર ઉપર કિલ્લેદાર મૂક્યા. તથાપિ કેટલીક પેઢી પછી કલેલ વીરસિંહના વંશજોના હાથમાં આવી, તે છેક ઈસ. ઘણાં ખરાં પ્રમાણ ઉપરથી જણાય છે કે મારતમસિર હિ. સ. ૪૮૭ માં મરણ પામ્યો અને તેને પાત્ર હાફેધ ૧૧ ખલિફ હતો તેણે હિ.સ. ૫૨૪થી ૫૪૪ સુધી અમલ “કરો. આ સમયને ગૂજરતને ઇતિહાસક્રમ ગૂંચવણભરેલ છે તે પણ ઉપરનાં
વર્ષ સાથે તે મળતું આવે છે, કેમકે સિદ્ધરાજ અથવા જયસિંહ કે જે નામ ઉપરથી “સદારાસ એ અપભ્રષ્ટ થયેલો શબ્દ જણાય છે, તે અને ૧૦૯૪ માં અણહિલવાડ પાટણના રાજા હતા.
હવે એ વિષય સંબંધી જ્યાંથી બાકી રહ્યું છે ત્યાંથી જોઇયે. એમ જણાય છે કે યાકુબ ખંભાતમાં ઉતરીને એક માળી ભેગે રહ્યો તેને તેણે પિતાના ધર્મમાં કરી લીધે. પછીથી તેણે એક બ્રાહ્મણના છોકરાને પણ વટલા. “સદાસ રાજા” અને તેના બે દિવાન તારમલ અને ભારમલ જે બે ભાઈ હતા તે ખંભાતમાં એક દેવાલયમાં વારે વારે જતા હતા. ત્યાં એક કહેડાના હાથીને ચમક પથ્થરના આધારે અદ્ધર લટકતે રાખ્યો હતો. યાકૂબે ચમક પથ્થર પહાડી નાંખે, અને બ્રાહ્મણે સાથે વિવાદ થયે તેમાં પણ જિ. સદરાસ અને તેના દરબારીને આવા ચમત્કાર વડે જિતી લીધા એટલે તેને ધર્મ તેઓએ સ્વીકાર્યો. તેમને દાખલે બીજા ઘણાઓએ લીધે ને તે લોકોએ અર્બસ્તાનની સાથે વ્યવહાર જારી રાખ્યો, તેથી “વ્યવહારિયા” અથવા વહોરા કહેવાયા.
આ વાતમાં ખરા નામનું અને વૃત્તાતનું અચંબાભરેલું શેળભેળપણું થઈ ગયેલું દેખાય છે, સદારાસિંહ એ ખરેખર સદર જેસિંગ હશે. સિદ્ધરાજ ગુજરાતમાં એ જ નામથી ઓળખાય છે, પણ તારમલ અને ભારમલ બે દિવાન એ વિરધવલ વાઘેલાના પ્રધાન બે ભાઈ તેજપાળ ને વસ્તુપાળ હતા તે બે હશે. વળી, કુમારપાળ અથવા અજયપાળ સંબંધી વાતો બીજે ઠેકાણે લખી છે તે પ્રમાણે, રાજાએ બીજે ધર્મ ગ્રહણ કર્યો તે વાત તેઓને ઠીક લાગુ પડે છે. ૨. ઉ.
૧ વિગત માટે જ રાસમાળાપૂર્ણિકા. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com