________________
અહંમદ શાહ વ્હેલા વાધેલાએની શાખા
૪૫૩
૧૭૨૮ માં ભગતસિંહ ખેાઈ બેઠા ત્યાં સુધી રહી. ભગતસિહ હિંમાદરામાં જઈ વશ્યા. એ ગામ તેણે આંજણા કણબી પાસેથી લીધું તે હજી સુધી તેના વંશજોના હાથમાં છે. તેએ વાધેલાના મુખ્યપણાની પ્રતિષ્ઠાને જે દાવા કરે છે તે ઘટિત કારણ ઉપરથી જ કરે છે.
આનંદેવના ન્હાના કુંવર રાણકદેવના મરણ પછી ત્રીજી પેઢિયે જેવામાં સામતસિહ થયા તેવામાં તેના કુંવરા વચ્ચે રૂપાલના ગ્રાસના વિભાગ થઈ ગયા; વજેકરણજી પાટવી હતા તેણે રૂપાલ રાખી, પણ ન્હાના કુંવર સામેશ્વરને પેાતાના બાપના ગ્રાસમાંથી ૧૪ ગામ મળ્યાં અને તેને સારૂ કાલવડામાં હવેલી બંધાવી. વજેકરજિયે રૂપાલ ખેાયેલી જણાય છે, કેમકે તેના પાટવી કુંવર ભીમજયે ઇંડર દેશમાં જઈ ને ધેાસીના તથા હુરાદની શાખાએ સ્થાપી; તેઓ પછી ઈડરના રાવના પટાવત થયા. અને ન્હાનેા કુંવર વર્ણાજી હતા તે સામતીને કાંઠે આલુવામાં જઈ વશ્યા, તેના વંશજ હજી લગી ત્યાં છે. સામેશ્વરના પાત્ર ચાંદાજીના હાથમાં હજી લગી કેાલવડા છે. તેને એક હિમાળાજી કરીને કુંવર હતેા તેના મામા પેથેાગેાલના હાથમાં સાભ્રમતીની પાસે સોખડા છે તેને ગ્રાસ હતા. પેથેાગેાલને મટે નહિ એવા (અસાધ્ય) રાગ થયેા હતા, તે તેને કાંઈ સંતાન ન હતું તેથી તે હિમાળાજીથી ડરતા હતા; કેમકે ભાટ હે છે કે ગ્રાસને સારૂ મામાને મારી નાંખવાના ચાલ તે વેળામાં અસાધારણ ન હતા. પેથુને ડર લાગતા હતા તે વગર પાયાના ન હતા, પણ તે સાવધાની રાખતા હતા, તેથી તેના ભાણેજથી ઉધાડાં પડાતું ન હતું. તેય પણ આખરે, હિમાળેાજી સાખડિયા મહાદેવનાં દર્શન કરવા જવાને મિષે શ્રિયા બેસે છે તે પ્રમાણે ઢાંકેલા પડદાના રથમાં કેટલાક રજપૂતાને લઈ ને સાખડામાં પેઠે. તે પછી ઢાકારની હવેલીમાં પેઠા અને તેને ઠાર કયો. એટલે રાણીને સત્ય ચડયું, તે હિંમાળાને શાપ દીધેા: “તારી દીકરીનાં છેાકરાં પણ અકાળ મરણુ “પામશે.” ઠાકારે ક્ષમા માગીને પ્રાર્થના કરીઃ “મા”! તમારે કાંઈ સંતાન “નથી; હું તમારા દીકરા છું; જે બન્યું તે બન્યું; મારા ઉપર કૃપાદૃષ્ટિ કરે, “હવે તમે જે આજ્ઞા કરશેા તે હું પાળીશ.” સતિયે કહ્યું: “તારા મામાના “નામથી તું ગામ વસાવજે, અને હું તને વરદાન આપું છું કે તારા પુરૂષવંશ તે “ગામમાં ચાલશે પણ મારૂં મેલ્યું મિથ્યા થાય નહિ માટે તારા દિકરિયાને “વંશ ચાલશે નહિ.” પેથાપુર સ્થાપાયાનું આ મૂળ કારણ છે. તે અમદાવાદની ઉત્તરમાં થાડે ગાઉને છેટે સાભ્રમતી ઉપર એક સુંદર ગામ છે, ત્યાં બંદુકા બનાવવાનું કારખાનું છે, અને ત્યાંના પગાર લઈ ર્સ્હેનારા માણસેાની સ્વામિભક્તિ અને શૌર્યને લીધે તે આજ સુધી પ્રખ્યાત છે. સતિના શાપ લીભૂત થયેલા જણાય છે કેમકે પેથાપુરના ઠાકારાની દિકરિયાને સતાન થયાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com