________________
૪૪૪
રાસમાળા
“અમારે બે ત્રણ હજાર રૂપિયા દીકરી પરણાવતાં થાય, અને એટલા એકઠા કરી રાખવાનું કામ ઘણું અઘરું છે; અને વળી વિશેષમાં એ કે જે તેને “હાનપણમાંથી પરણુવિયે ને તે મરી જાય તે ખર્ચ કરેલો નિષ્ફળ જાય.” પાદશાહ બોલ્યો “ત્યારે સામતસિંહ! તમે તમારી દીકરીને પાદશાહના “તખ્ત વહેરે પરણવો.” ઠાકોર બેઃ “બદનવાજ ! આપ ઠીક કહે છે, હું “જાણું છું કે હિન્દુ રાજાઓની ઘણું દીકરિયે આપના જનાનામાં છે. કલો“લના રાજાની, ઈડરના રાજાની અને બીજાની છે. તેથી મારી દીકરી પણ “તેમાં હોય તો તે પાંસરું છે, પણ હવણું તે ઘણું નહાની છે, અને રૂપે રંગે પાદશાહને લાયક નથી. પણ અમારા ભાઈભત્રીજાઓમાંથી કોઈની પાદશાહ લાયક હશે તો તેની અમે શાદી આપવાની સાથે કરીશું.” પાદશાહ બોલ્યાગમે તેમ હોય પણ તમારી દીકરી મને પરણવો.” સામતસિંહે તેની હાની વય માટે ઘણાં બહાનાં બતાવ્યાં, પણ પાદશાહ હઠે ચડયો, એટલે છેવટે તેણે તેનું કહ્યું માન્ય કરવું. ઠાકર ઉતારા ઉપર ગયે; અને પાદશાહે વરસાને ને જેતાને બેલાવ્યા અને કહ્યું તમે ના કહેતા હતા પણ સામતસિહે પિતાની દીકરી દેવાનું કબૂલ કરવું છે. તેઓ બેલ્યા: “એણે એટલે સુધી હા કહી છે ખરી, પણ રજપૂતેમાં વસંત ચડાવવાને ચાલ છે તે જે મિહેલે લઈ જાય તે અમે માનિયે કે વિવાહ ચોક્કસ થયો.”
કેટલાક દિવસ પછી, સામતસિંહ કચેરીમાં આવ્યો ત્યારે અહમદ શાહે તેને કહ્યું: “સામતસિંહ! તમે તમારી દીકરીનું વસંત લઈ જાઓ.” ત્યારે તેણે કહ્યું: “મારે ગામ જતી વેળાએ હું લેતે જઈશ.” પાદશાહ બોલ્યાઃ “નહિ હવણ ને હવણું તમે તમારે ઉતારે લઈ જાઓ.” પછીથી તેણે વસંત ઠાકરને બલાત્કારે વળગાડવું. પછી પાદશાહેબને ભાઈને કહ્યું: “તમારું પહેલું ભવિષ્ય જેમ બેટું પડયું તેમ આ પણ ખોટું પડવું, કેમકે બિહોલાએ “વસંત લીધું.” તેઓ બોલ્યા: “તેણે વસંત તો લીધું ખરું પણ તે નક્કી લગ્ન “લેશે નહિ” આ ઉપરથી પાદશાહે સામતસિંહને બીજા મેળાપની વેળાએ કહ્યું: “તમે લગ્નને દિવસ નકકી કરે.” તેણે ઉત્તર આપ્યું “હું દશ મહિનાથી “અહિં જ છું; માટે મારે ગામ જઈને મારી ઉપજનીપજ સંભાળું ને પછી “સરસામાન એકઠે કરતાં એક વર્ષ થશે; ને પાદશાહ મારે ઘેર પરણવા “આવે તેને ખર્ચ ઉપાડવાનું હવણું મારું ગજું નથી. માટે જરાક થોભો.” પાદશાહ બોલ્યો: તમારે જોઈએ એટલું અમારા ખજાનામાંથી લઈ જાઓ “પણ લગ્નને દિવસ નક્કી કરે.” તે બેઃ “બદનવાજ! આપનાં નાણુવતે “લગ્ન કરે તે મારી શોભા કહેવાય નહિ” પણ પાદશાહે તે ઊંટ ઉપર નાણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com