________________
૪૪૫
અહંમદ શાહ પહેલે લદાવીને બિહોલ પહોંચાડ્યાં. તે પૈસા વડે સામતસિહે બિહલને કોટ ચણાવ્યો, બુરજ કરાવ્યા. અને દ્ધા રાખ્યા તથા દારૂ, ગળી એ સર્વ એકઠું કરવું. પછી પાદશાહને ફાવી મોકલ્યું: “હવે પરણવા સારૂં પધારજો.”
બિલથી આશરે ૧૪ માઈલ ઉપર એક ડુંગર છે, ત્યાંની જગ્યા ઘણી ભયંકર છે; અને ત્યાં “ધરીપાવટી” કરીને એક કિલ્લે છે. તે ઠેકાણે સામતસિહે એક મહેલ બંધાવ્યો હતો અને કદાપિ બિહોલથી નાસવું પડે તે સંતાઈપેસવા સારૂ એક વિશાળ ભોયરું પણ કરાવી રાખ્યું હતું. મહેલ તથા ભોંયરાનાં ખંડેર હજી લગી ત્યાં છે. અને લેકે કહે છે કે ત્યાં ઘણું ધન ડાટેલું છે, પણ ભ્રમરના ભયથી તેમાં કોઈનાથી પેશી શકાતું નથી. ત્યાંથી બે ગાઉ ઉપર કેદારેશ્વર મહાદેવ છે, તે પાંડવના વારાના છે એવું કહેવાય છે તથા ત્યાંથી સાત ગાઉ ઉપર ઊંટડિયા મહાદેવ છે તે પાંડવના વારા કરતાં પણ પૂર્વના છે.
પાદશાહ પોતાની સાથે લશ્કર લઈને બિહોલ ભણું આવ્યા અને ગામથી બે ગાઉ ઉપર મેલાણ કરવું. સામતસિંહે પિતાના ભાઈભત્રીજા મેકલીને પાદશાહને કહેવરાવ્યું: “મુસલમાનની રીત પ્રમાણે નકા પઢશે
૧ પૂર્વ ભણુના દેશમાં અને બીજી એવી જ જગ્યાએ મધમાખિયો જે શત્રુ થઈ પડે છે તે કાંઈ જેવી તેવી નથી. ડયુટેરનેમીમાં એઝીઝે ઇસાયલોને યાદ દેવરાવ્યું છે તેમાં પર્વતના રહેનાર આમેરે મધમાખિયોની પેઠે કેવા તેમની ઉપર તૂટી પડ્યા હતા, અને તેમની પછાડી પડ્યા હતા તે જણાવ્યું છે, અને ભ્રમર અથવા વિષગી ઈશ્વરની સેનાના અગ્રગામિયાએ તેમના શત્રુઓને કેવા નસાડી મૂક્યા તે વિષે જોશુઆએ લખેલું છે. કર્નલ ટાંડ પણ પિતાના વેસ્ટર્ન ઈન્ડિયા નામના પુસ્તકમાં અમદાવાદના સુલતાન મહમૂદ બેગડા વિશેની વાત લખે છે તથા આબુ પર્વત ઉપરની અચળેશ્વરના દેરામાંની પોઠિયાની વિશાળ મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરે તે વિષે પણ આમ જણાવે છે: “અચળ ગઢને નાશ કરીને આબુ પર્વત ઉપરથી ઉતરતાં તેને જિતને વાવટો ફરકી રહ્યો હતો તેવામાં નહિ ધારેલી જગ્યાએથી એકા“એક ગડબટાટ ઉડ્યો. શિખરમાં ભરાઈ પેઠેલું મધમાખિયનું સૈન્ય તેની ઉપર તૂટી પડ્યું અને છેક ઝાલર સુધી તેઓની પછવાડે પડ્યું. નાશ કરનાર ઉપર આ જય મેળવ્યું તેનું સ્મરણ રહેવા સારું તે ઠેકાણુનું નામ ભ્રમરથળ પડ્યું. ત્યાં એક દેવલ બંધાવ્યું અને લશ્કરે નાસતાં લઈ લીધેલાં હથિયાર નાંખી દીધાં હતાં તે સર્વ એકઠાં કરીને તેનું એક વિશાળ વિશળ બનાવ્યું અને નદીનું આવું અપમાન કર્યું તેઓનું “વૈર લેનાર દેવ આગળ તે મૂકવામાં આવ્યું.” ટીકૃત વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ટ ૮૧. | ગુજરાતમાં ખેડા છે ત્યાં એક બ્રિટીશ આફિસરને ભૂમિદાહ દેવા લઈ જતા હતા, તેની ઉપર પણ મધમાખિયોનું ટોળું ટુટી પડ્યું હતું અને તેથી ભંગાણ પડ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com