________________
૪૪૨
રાસમાળા
ક વાણિયાની નાતની હશે.” પછી રજપૂતોએ તેમને પૂછયું: “તમે શી નાતના છે ?” ત્યારે તેમણે ઉત્તર આપ્યું: “અમે વાણિયા છિયે.” પછી વરસાએ જેતાને કહ્યું: “ભાઈ! જેની બાયડિ આવે ધોળે દિવસે ઉઘાડી બેસે છે તેના દીકરા આ કારભારિયો છે, તેથી જે પાદશાહ આપણને કેદખાનામાં નાંખે “તે પછી તેમને શી શરમ રહી ? અથવા પાદશાહના ઉપર તેમનું શું ચાલી “શકશે? માટે આપણે તે અહિંથી પાછા જવું જોઈએ.” પછી તેઓએ કારભારિયને કહ્યું: “અમે તમારી બાંહેધરી ઉપર વિશ્વાસ રાખી શકતા નથી.” એમ કહીને તેઓ પાછા વળી ઘોડીકૂવે ગયા. કારભારિયાએ જે બન્યું હતું તે જઈને પાદશાહને કહ્યું. ત્યારે પાદશાહે વિશ્વાસ નહિ આણવાનું તેમનું કારણ પૂછાવ્યું. તેઓએ કહાવ્યું કે પાકી બાંહેધરી વિના અમે આવનાર નથી. પછી પાદશાહે બાંહેધરીને સારૂ અમીને મોકલ્યા, એટલે રજપૂત અશ્વારે શહર ભણી આવ્યા. તે વેળાએ સાંજ પડવા આવી હતી અને રસ્તે સાંકડો હતું. જેવા તેઓ ખૂણામાં વળ્યા કે એક પઠાણની ઓરત બુરખ નાંખીને ચાલતી હતી; તેણે અશ્વારોને દીઠા એટલે સંતાઈ જવાને ફાંફાં માર્યાં, પણ એવી કોઈ જગ્યા જોવામાં આવી નહિ. ત્યારે તેણે મનમાં વિચાર કરો કે, હું પઠાણની દીકરી છું ને કોઈ મારું માં જુવે તે ઠીક નહિ તેથી બીજે એકે ઉપાય રહ્યો નહિ એટલે પાસે એક કૂવો હતો તેમાં પડી. તેને ધબકારે સાંભળીને ઘણું લેકે એકઠા થઈ ગયા. જ્યારે તેને હાર પહાડી ત્યારે વરસાની ને જેતાની ખાતરી થઈ કે આવી ક્રિયાના દીકરાની બાંહેધરી જોખમ વિનાની છે. પછી તેઓ પાદશાહની કચેરીમાં આવ્યા ત્યાં તેમનાં જૂનાં લૂગડાંને બદલે તેમને નવાં પહેરાવ્યાં. જૂનાં લૂગડાંમાંથી ચાર શેર લીખે કુહાડી નાંખી–આવું સંકટ તે રજપૂતોએ જંગલમાં વેઠયું હતું.
બન્ને ભાઈએ વિચાર્યું કે પાદશાહ આપણું ઉપર રાજી થાય એમ કરવું. પછી પિતાની બહેન લાલાં કરીને હતી તે તેને વહેરે પરણવી. પછી પાદશાહે તેમને પાંચસે ગામનું તેમનું કલેલ પરગણું આપ્યું અને પૂછયું: “તમે શી રીતે વહેંચી લેશે ?” વરસે અને જે બોલ્યાઃ “ચાલ પ્રમાણે “મહટા ભાઈને વધારે ભાગ મળવો જોઈએ. પાદશાહે પૂછયું “મહટાને મોટો ભાગ મળ જોઈએ તેનું કારણ શું? તેનું નહાના ભાઈયે ઉત્તર આપ્યું કે, બળાત્કાર એ જ એનું કારણ છે. અહંમદ શાહ બે કે તમે બન્નેએ સમાન દુઃખ વેઠવું છે માટે બરાબર ભાગે વહેંચી લેવું. આ ઉપરથી વરસાએ કલોલ ને ૨૫૦ ગામ લીધાં. તેના વંશના પાટવી રાજ આજ લેબોદરે છે અને કટાયા, પેથાપર અને પિડાઈડે છે, તેમના તાબામાં હાલ બારબાર ગામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com