________________
મુસલમાનાની કારકીર્દિના પ્રારંભ
૩૯૫
અને તેમને હરાવ્યા. તે ઉપરથી વૈર વાળવાના નિશ્ચય કરીને મહંમદ તુલુખ ખંભાત ભણી ચાલ્યેા ત્યારે ફરીને પાછા બંડખાર લેાકેા તેનાથી ડરી નાશી ગયા, પણ ઋતુ સારી ન હતી અને રસ્તા પાંશરા ન હતા તેથી પાદશાહને પેાતાની ફેાજ સહિત આસાવલ (હાલનું અસારવા) આગળ છાવણી નાંખીને રાકાવાની અગત્ય પડી. આજે જે સ્થાને અમદાવાદ છે ત્યાં આગળ એ ગામ હતું; ત્યાં પાદશાહ પડયા હતા તેવામાં બંડખેાર લેાકાએ અહિલવાડ જઈ ને ફાજ એકઠી કરી, પછી પાદશાહની સામે લડવાને ચડી આવ્યા; કડી આગળ લડાઈ થઈ તેમાં પાદશાહની ફેાજની જિત થઈ; અને ખંડખારે। સિંધ ભણી નાશી ગયા, એટલે મહંમદ તુધલુખે વનરાજના નગરમાં પ્રવેશ કહ્યો, અને સારી વ્યવસ્થા કરવા સારૂ કેટલીક વાર સુધી તે ત્યાં જ રહ્યો.
Ο
પાદશાહે તે વર્ષના ધણા ખરા ભાગ પોતાની ફાજ ઉભી કરવામાં ગૂજરાતમાં હાડયા, અને ખીજું વર્ષે જુનાગઢને ધેરા ઘાલવામાં અને કચ્છ॰ તાબે કરી લેવામાં ગયું. જુનાગઢથી કેટલેક છેટે ગાંડલ છે તેમાં તેને નાશકારક રાગ થયા તેથી છેવટે તેનું મેત થયું છે પણ સિંધુ નદી સુધી તેની ફાજ લઈ જવાને તેને તે વેળાયે અડચણ થઈ નહિ. ત્યાં જઇ સિંધના સુમરા રાજાએ, નાશી પેઠેલા અમીરે તે એથ આપી હતી, તેને તેણે શિક્ષા કરી.
ફ્રિઝ તુલુખે પેાતાના વારામાં નગરકાટની જિત કરી લીધા પછી સિંધ સાથે લડાઈ ચલાવવાનું ધાગ્યું હતું, પણ ચામાસાને લીધે તેને તે વિચાર બંધ પાડવાની અગત્ય પડી હતી. તેથી તે ચામાસામાં ગૂજરાત જઈને રહ્યો ને ત્યાર પછી સિંધ પાળે ગયા. કેટલાંક વર્ષ વીત્યા પછી (ઈ સ૦ ૧૩૭૬ ) ગુજરાતની ઉપજ છેક ધટી ગઈ, તે ઉપરથી શમસુદ્દીન ઢમધાની નામના એક સરદારે કહ્યુંઃ “ મને જે ત્યાંના સૂમેા ઠરાવેા તે હું મહેસુલ “ઉપરાંત ધણી મ્હોટી રકમ આપું.” આ વાત પાદશાહને ગળે ઉતરી, એટલે જૂના સૂબા(સમસુદ્દીન અનવરખાન)ની તે પ્રમાણે આપવાને ખુશી છે કે નહિ તે તેને પૂછી મંગાવવા ઉપરથી તેણે ના પાડી, એટલે શમસુદ્દીનને તેની જગ્યાએ ઠરાજ્યે. તે ત્યાં ગયા તો ખરા પણ પેાતાના ઠરાવ પ્રમાણે કાંઈ પણ વસુલ આપી શકયેા નહિ તે ઉલટું તેણે ખંડ મચાવ્યું. એટલે જે લેાકેાના ઉપર તેણે
''
૧ આ વેળાએ માં જામ કાયાજી રાજ્ય કરતા હતા ઈ સ૦ ૧૩૫૦. મહંમદ તુઘલુખના સમય ૪૦ સ૦ ૧૩૨૫ થી ૧૩૫૧ સુધી હીજરી સન ૭૨૫–૭૯૧ ફિરાજશાહ ૧૩૫૧થી ૧૩૮૯ સુધી ર. ઉ.
૨ મિરાતે અહમદી પ્રમાણે અસલ રકમ ઉપરાંત ચાળીસ લાખ તુંચા, એક સે હાથી, ખસ ઘેાડા તાજી, ચારર્સે ગુલામ વધારે આપવા અજે કરી હતી. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com