________________
૪૧૫
ઈડર-શામળિયો સેડ-સેનંગજી રાઠોડ રાજ ચાવડાને મારી નાંખ્યો, અને દ્વારકા તથા ઓખામંડળને કબજે કરી લીધે. અને બે કુંવર હતા, વાગાજી ને વાઢેલ છે. તેમના વંશના હરણાં ઘણું છે અને તેઓ વાજી અને વાઢેલ કહેવાય છે.
ઈડરમાં શામળિયે સેડ પિતાની પ્રજાને કનડતા હતા તેથી તે અણુગમતે થઈ પડ્યો હતો. તે વેળાએ સેડના રાજ્યમાં નાગર બ્રાહ્મણ ઘણું વસતા હતા અને તેમને જે મુખ્ય હતો તે રાજાનો મુખ્ય કારભારી હતે. તેને એક સુંદર દીકરી હતી. તેને એક દિવસ રાજાએ જોઈ તેથી તે મેહ પાપે ને તેને પરણવાનું મારું કર્યું. કારભારીયે જાણ્યું કે જે હું પાંશરી ના કહીશ તો મારી દીકરીને શામળિયો બલાત્કારે લઈ જશે; તેણે ખોટું બહાનું કુહાડીને કહ્યું કે છ માસની મને મહેતલ આપે. એટલી વારમાં હું વિવાહની ઘટે તેવી તૈયારી કરું. પછી તેટલી વારમાં કેાઈ બળવાન રાજાને પિતાની સહાયતામાં હોવા સારૂ શોધી કુહાડવાની તદબીર કરવા લાગ્યો. બ્રાહ્મણ આવા મનસુબાથી, સામેતરે સેનંગજીના દરબારમાં ગયો ને તેને મળીને કહ્યું કે જે તમારામાં હિમ્મત હોય તો નવલાખ રૂપિયાની ઈડરની ગાદી અપાવું. સોનંગજીએ હા ભણું. પછી નાગરે ઘેર આવીને એવી વાત જણાવી કે હું વિવાહની તૈયારી કરું છું ને તેટલા માટે મારાં સગાવ્હાલાને તેડાવું છું. પછી બબ્બે ત્રણ ત્રણ બેશી સે રથમાં, નાગર બ્રાહ્મણએ આવે છે એમ ઠરાવીને, મારવાડી યોદ્ધા અને તેઓના નાયક, પ્રધાનની હવેલીમાં આવ્યા. અને કણબીઓની પાસે પીવાને દારૂ અને બકરાં મંગાવ્યાં. પછી પ્રધાને કહ્યું કે બધી તૈયારી થઈ ચૂકી ને શામળિયા સોડને કહેવરાવ્યું કે તમે તમારા સગાની જાન લઈને જમવા ચાલો. જાન આવી તેને ખૂબ દારૂ પાઈ તથા કેફી પદાર્થ ખવરાવી ચકચૂર કરી. પછી પ્રધાને પિતાના ચાકરોને સંકેત કરી રાખ્યા પ્રમાણે બીજાં ભાણું પીરસવાની આજ્ઞા કરી એટલે રજપૂત બહાર ધસી આવ્યા ને
જ્યાં બધાં જમતાં હતાં ત્યાં ઉભરાઈ ગયા. તે વેળાએ કોઈ નહાશી જાય નહિ માટે બારણું બંધ કર્યાં હતાં, પણ કાળની એક ટોળીએ બહારથી પસાર કરીને બારણું ઉઘાડી નાંખ્યાં ને શામળિયા સેડને બહાર કુહાડી લાવ્યા. રાજાએ શત્રુનાંટેળાંઓમાં થઈને નહાશી જઈ કિલ્લામાં ભરાઈપિસવાને પ્રયત્ન કર્યો, પણ ચડાવ ઉપર તેના માણસો મરાયા અને શામળિયે ઈડરગઢના દરવાજાથી થોડે છેટે પિતાની મેળે પડ્યો, જ્યાં તે તરફડિયાં મારતે હતા ત્યાં રાવ સેનંગજી આવ્યો, શામળિયે છેલી જ વારને માટે ઉક્યો ને પિતાના લેહીથી જયવંત રાઠોડને કપાળે રાજતિલક કર્યું અને તેને વિનતિ કરીને મરતાં મરતાં કહ્યું કે મારું નામ રાખવા સારૂ ઇડરની ગાદિયે જે રાઠેડ રાવ બેસે તે વેળાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com