________________
૪૩૦
રાસમાળા
“શમાં બાણ ઉડવા લાગ્યાં, પણ મેખડાના શહરને કશો ઘા લાગે નહિ. “દગફટકા કરીને તુઘલખ શાહ ઘણા દિવસ લડ્યો, પણ તેના લાખે પ્રયત્ન “નિષ્ફળ ગયા; શાહ મહેનત કરતે થાકી ગયો; દરિયાનાં પાણુમાં તેની નાંખી નજર પહોંચી નહિ; પણ મેખડાએ હાથમાં તરવાર ઝાલીને “રાજાઓની પ્રતિષ્ઠા રાખી.”
મેખડાની પાસે જઈ પહોંચવાને શત્રુઓ પીરમમાં જઈ શક્યા નહિ, કેમકે, પાણીને માર્ગ તેમનાથી એળવાય એમ હતું નહિ, તેમ જ ખેદ પામેલા વ્યાપારિયે અપવાસ કર્યા, અને સમુદ્ર દેવને વચ્ચે સાક્ષી રાખ્યા હતા તેમને, પાણું પાછું ખેંચી લઈ મુસલમાન સેનાને રસ્તે આપવા વિનતિ કરી પણ કાંઈ વળ્યું નહિ.
મહંમદ શાહે પિતાની ફરજ પાછી હઠાવી, તે એવી આશાથી કે આમ કરવાથી ગાહિલે પિતાના અજિત કિલ્લામાંથી બહાર આવશે. આવી યુક્તિઓ મુસલમાને વારંવાર કરતા આવ્યા છે અને તેમાં રાજપૂત સરદાર ઘણી વાર સપડાઈ ગયા છે.
ગોઘા અને ગુંડીની વચ્ચે મુસલમાને ડર પામતા રહ્યા. ત્યારે રાજાએ વિચાર કરો કે, એક દિવસ મેત તે આવવાનું જ છે, તેથી એક “વહાણુમાં બેસીને રાતમાં પીરમથી ગેઘે આવ્યા; ને લડવાને તૈયાર થયે; “હાથમાં તરવાર લઈને, મોતના મુકુટને માથે બાંધ્યું. દરવાજા ઉઘડાવીને “ઉંચા મનના ધણિએ પિતાની સેના હાર હાડી, તે દ્ધાઓને ધીરજ
આપવા લાગ્યો, મોખડા મયે પાદશાહની સેના ઉપર હલ્લો કર્યો; તેણે “મુસલમાનને કાદવમાં કચરી નાંખ્યા. શરણાઈયો અને રણશિગાંના નાદ “થવા લાગ્યા; આકાશમાં નિશાન ફરકવા લાગ્યાં; લેહીની નીકે વહેવા લાગી. બન્ને સેનાના યોદ્ધાઓ શેળભેળ થઈ ગયા. પાદશાહનો ભાણેજ સેનાને ઉપરી હતું તેને મેખડાએ જે; એટલે તેના હાથી ઉપરથી તેને નીચે મારી પાડ્યો. મોખડા ગોહિલે ઘા કરવા માંડ્યા ત્યારે મુસલમાને “અલ્લાની બંદગી કરવા લાગ્યા. અસુરની સેના ઉપર તેના ઘા વરસી રહ્યા; “તુઘલખના અર્ધા યોદ્ધાઓને તે રાણાના પુત્રે પોતાની તરવારથી કલ કરી “નાંખ્યા. રાજાની તરવારથી શત્રુની આડ તૂટી. તે વિજળીથી પર્વત તૂટી “ગયો હોય એવી દેખાવા લાગી. પછી મેખડે પડ્યો તેનું માથું મેઘાના દરવાજા વચ્ચે પડ્યું ને ધડ તરવાર ચલાવતું દેડમેડ કરી રહ્યું. માથું જે ભોંય ઉપર પડ્યું હતું તે મુખમાંથી મારો ! મારો ! ના અવાજ કરવા લાગ્યું. શત્રુની સેના સામટી સટી ગઈ, ઘણું દ્ધાઓ પડ્યા. એશ્લે પાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com