________________
અહંમદ શાહ વ્હેલા
હરિવંશના એટલે ગિરનારના યાદવ કુળના રાજાઓના ઇતિહાસ સંબંધી અમારી પાસે કશું સાધન નથી, એ શેાચનીય છે. અમે તેમની રાજધાનીનું વર્ણન કરી ગયા છિયે. અમે રા' ખેંગારની વાત લખી ગયા છિયે; ગાહિલ અને ખીજા, રા’હના પટાવત `તરીકે સારઠમાં પેઠા હતા અને ત્યાર પછી તેઓના ત્યાં ન્હાના ન્હાના વિભાગ થઈ ગયેલા આપણા જોવામાં આવ્યા છે. હવે તે માત્ર, મુસલમાનેએ જિત કરી લેવાને લાંબા પ્રયત્ને કન્યા અને તેમાં તેએ જય પામ્યા તે તથા ચૂડાસમાવાળાએ કેવળ પોતાના ગ્રાસને વાસ્તે પેાતાના અસલના ખેંગાર વંશના હક્કથી રાજ્ય ઉપર દાવા ઉડાવ્યા અને પછી સર્વ પતી ગયું અને સારઠમાં એકત્ર થયેલાઓને (મુસલમાને ને) વાવટા ફરુકવા લાગ્યા એટલું લખવાનું હુઁ છે.
૪૩૭
46
મુસલમાની તિહાસકર્તા કહે છે: “અહંમદ શાહને ગિરનારના ડુંગરી ‘કિલ્લા જોવાની ઘણી જિજ્ઞાસા થઈ હતી. તે ઉપરથી બંડખેારાની પાછળ “તેણે તે દિશામાં દોડ કરી; અને કાઈ પણ રાજાએ મુસલમાની રાજ્યનું Üસરૂં ધારણ કરવાને પાતાની ડાક નીચી નમાવી ન હતી, તેથી શેર ભલીકને “સારઠના રાજાએ પેાતાના રક્ષણ નીચે રાખ્યા માટે તેના દેશ ઉપર ચડાઇ “કરવાના સારા સબબ મળ્યા. ડુંગરાની પાસે તે આવી મ્હોંચ્યા એટલે “હિન્દુ રાજા તેની સામે થયા, પણ મુસલમાનાના લડાઈ સમયના પ્રહારને “તેને અનુભવ થયેલા ન હતા તેથી તે હારયો અને ગિરનારના કિલ્લા હવણાં “જે જૂનાગઢ ક્હેવાય છે ત્યાં સંતાઈ પેઠો ત્યાં સુધી તેને કેડા લીધે. ઘેાડી વાર પછી રાજાએ પ્રતિવર્ષે ખંડણી આપવાનું કબુલ કર્યું અને “પાદશાહના મુખ આગળ મ્હોટી ભેટ ધરી. રાજાએ કબૂલ કરેલી રકમ ઉધરાવી લેવાને અહંમદ શાહ પેાતાના કારભારિયાને મૂકી, અમદાવાદ પાછા ગયા; રસ્તે જતાં તેણે સિદ્ધપુરનાં દેવાલયાના નાશ કરડ્યો, ત્યાંથી તેને મૂલ્યવાન જવાહીર અને ખીજું ધન મળ્યું.”
૧ રેયલ એશિયાટિક સાસાઈટી(મુંબઈ બ્રાન્ચ)ના ટાન્ઝાકના વ્હેલા ભાગમાં, શ” ખેંગારન ગિરનાર ઉપરના મ્હેલના દરવાજા ઉપરના લેખની તક્તીના એક ભાગ છે. તેમાં નવઘણ, ખેંગાર, અને સેંડલિકનાં નામ છે તથા સિદ્ધરાજ જયસિંહ વિષે લખ્યું છે કે, “પૃથ્વીથી મળતી ચેાખ્ખી મઝાહના ભેાગના પ્રવાહથી એની આંખ્યા ભીંજેલી અને ખુમારીભરેલી રહેતી; તેની કીર્તિના મહિમાથી શત્રુ અંજાઈ જતા હતા, અને “જે રાજાએ તેને પાદવંદન કરતા તેના ચક્રતિ મુકુટ મિયામાંથી ઉત્પન્ન થતા “જળ વડે જેનું માદપ્રક્ષાલન થતું હતું.” ખેદકારક વાત એ છે કે આ લેખ ઉપર તારીખ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com