________________
૪૭૮
રાસમાળા
અહંમદ શાહે વિશેષ બળિયા હિન્દુ રાજાઓ સામે પ્રયત્ન કરવા માંડ્યો તે સાથે ગુજરાતમાં જુદે જુદે ઠેકાણે ઘણાએક ઠાકર ઘણી અથવા થોડી ધરતીના ધણુ હતા તેમની સામે પણ તેણે યત્ન કરવા માંડ્યો. તે માંહેલા કેટલાક તે જંગલ અને પર્વતના પ્રવેશ થઈ શકે નહિ એવા સ્વાભાવિક કિલ્લાઓથી રક્ષાયેલા હતા, તેમની ઉપર બહુ સંકટથી ખંડણું બેસારી. પણ ઘણું લશ્કર આવ્યું હોય ત્યારે તેમને ખંડણું આપવી પડે, તે વિના મૂળમાંથી જ તેઓએ ખંડણું આપવી બંધ કરી. બીજા કેટલાકનાં રહેઠાણ બરાબર રક્ષણ થઈ શકે એવી જગ્યાએ હતાં નહિ તેથી તેઓને તેમની ધરતીમાંથી હાંકી કાઢ્યા, પણ તેઓએ બહારવટે નીકળીને ઉપરાચાપરી હુમલા કરવા માંડ્યા, તેથી ગર્વિષ્ટ બાદશાહને આખરે તેઓનું સમાધાન કરવાની જરૂર પડી અને તે લેકેએ પણ પોતાના વંશપરંપરાના ગ્રાસમાંથી ખંડણી આપવાનું કબૂલ કરીને તેની સત્તા માન્ય રાખી. કેટલાક હતા તેમને સમજાવીને અથવા બળાત્કાર કરીને તેમના પૂર્વજોને ધર્મ બદલીને મુસલમાની ધર્મ કબૂલ કરાવ્ય; તેમના ઉપર સારી નજર રહી અને તેઓ મુસલમાની જમિનદાર થયા. તથાપિ તેમનાથી એ કામ સંપૂર્ણ કરી શકાયું નથી; એ તે સિસિફસના જેવા પ્રયત્ન કરવા જેવું હતું; ઠાકરે અને રાવના ઉપર રાજભક્તિની સત્તા ઓછી બેઠી હતી તેમ જ જમિનદાર ઉપર પણ ઓછી બેઠી હતી, અને ઉદ્ધત મુસલમાનોને ઘણે ગર્વ છતાં પણ ગૂજરાતમાં સલાહશાન્તિ અને એકત્રપણું સ્થાપવાનું કામ લાંબા ભવિષ્યકાળ ઉપર થનારા, તેમના કરતાં વિશેષ ડાહ્યા, અને વિશેષ દયાવંત હાથથી થવાનું બાકી રહી ગયું.
મિરાતે અહમદીને કર્તા કહે છે: “અલાઉદ્દીનના વારામાં મુસલ“માની ધર્મ પશ્ચિમમાં નેહેરવલ પટણથી તે પૂર્વમાં ભડચ સુધીના પ્રદેશમાં દાખલ થયો હતે, એ વાત ખરી; પણ હજી લગણ ઘણી જગ્યાએ પાખંડી “ધર્મ ચાલતું હતું, ત્યાં ગુજરાતના પાદશાહોના પ્રયત્નથી રહેતાં રહેતાં ચોખવટ અને સુધારે થવા લાગ્યો; અને શાહ અહમદની મહેનતથી કેટલેક કાણે ધર્મનું અજવાળું થયું.”
૧ sisyphus નરકમાં પડેલો હતું તેને એક ચમત્કારિક પત્થર ડુંગરની ટોંચ ઉપર પહોંચાડવાની શિક્ષા કરવામાં આવી હતી. તે પ્રમાણે તે પત્થર ઉપર લઈ જઈને મૂકે કે તેમાં એ ચમત્કાર હતું કે પાછો નીચે ગગડી પડે, એટલે તેને ખાલી ચડઉતર કરવી પડતી હતી ને તેને બધા શ્રમ વ્યર્થ જતે હો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com