________________
પીરમના ગાહિલ
૪૨૯
'
પીરમના આરૈયા ધણી હતા. તે એ મેાખડાએ લઈ લીધા; સાતમેં ખારવાને તેણે તરવારની ધારે ચડાવ્યા; બધા કાળિયાને ઠાર કલ્યા. પૂર્વ જન્મના તપસ્વીયે એ બે શહર સ્વાધીન કરી લઈને પીરમની ગાદી પ્રતાપવાન કરી “ દીધી. ઘણા દેશને રસ્તા ત્યાં થઈને હતા તેથી તેણે પીરમમાં ઘણાં
t
વ્હાણુ રાખ્યાં હતાં. ઘણાં વ્હાણુ તેણે લૂટી લીધાં હતાં; સર્વ જગ્યાએ “ તેનેા ત્રાસ વર્તાઈ ગયા હતા. જે લ્હાણ્ણા હંકારીને આવતાં હતાં તેની પાસેથી તે ખંડણી લેતા હતા; હનુમાનની મૂર્તિ તે બાજુબંધમાં રાખતા, ને તેને કાલિકા માતાના હાથેા હતેા.”૧
**
.:
'
..
પીરમના રાજા ખંડિયા પડાવતો, તથા ચાંચવાના ધંધા ચલાવતા હતા, તેથી છેવટે તે સરકારના હથિયારની ચંગરમાં આવી ગયા હતા. હિન્દુએના વૃત્તાન્તમાં તુઘલખ શાહને તેના શત્રુ કરીને વર્ણવ્યા છે; પણ મુસલમાન ઇતિહાસ લખનારાઓએ પીરમના નાશ વિષે કંઈ લખ્યું નથી તેવી ગ્યાસુદ્દીનના શાહજાદા મહંમદ સંબંધી ગૂજરાતને લગતી જેટલી વાત હતી તેટલી અમે લખી ગયા છિયે તે મહંમદ અને હિન્દુએએ લખેલા મુસલમાન સરદાર એ એ એક હશે, એમ માની લેવાને કાંઈ હરકત નથી.
મહંમદ તુલુખ પોતાના રાજ્યના આણીમગના ભાગમાં વ્યવસ્થા કરવાના કામમાં લાગ્યા હતા, ત્યારે મેાખડાજી ગોહિલ ભણી તેણે પાતાનાં હથિયાર ફેરવ્યાં હશે એમાં શક નથી. હિન્દુની વાતમાં તત્ક્ષણ વાંધા ઉદ્ગવાનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે દિલ્હીના એક વ્યાપારી તે જ મતુરીનાં ચૌદ વ્હાણ ભરીને પીરમ લાવ્યેા હતેા, તેનું રક્ષણ કરવાનું મેાખડાજીએ વચન આપ્યું હતું અને વચ્ચે સમુદ્ર દેવને રાખ્યા હતા તે પણું પછીથી તેણે લૂંટી લીધાં.
“ ગજનીની ભારે સેના પીરમ અને ગાધા ઉપર ચઢી આવી; ડંકા વાગવા માંડ્યા, અને રણસિગાંના અવાજ થવા લાગ્યા; તથા દરિયા પા“તાની સીમા છેડતા હેાય એમ દેખાવા માંડયું. જૂદી જૂદી જાતના સુ“સલમાને! ત્યાં આવ્યા હતા તેમાં પાળા, ધેાડા, અને હાથી સર્વે હતું. “સાગરના ધણીની સાથે લડવાને તેઓએ સમુદ્રકાંઠે ડેરા તંબુ ઠોક્યા. ગાહિલ એકલા પેાતાની પીરમની ગુફ્રામાં સિંહની પેઠે ગર્જના કરી રહ્યાં હતા. “તેનું તપ ભારે હતું તેથી જરા પણ ડગ્યા નહિ.
સેના તૈયાર થઈ, આકા
૧ અંગ્રેજીમાં એમ છે કે, સેખડાના હાથ ઉપર કલિકાની મૂર્તિની છાપ હતી, પણ મૂળ ભાવાર્થ ધ્યાનમાં નહિ ઉતરયાથી ભૂલ કરી હેય એમ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨. ઉ. www.umaragyanbhandar.com