________________
પીરમના ગેહિલ
४२७ પીરમના બેટની અને ગેહિલવાડની વચ્ચે ત્રણ માઈલ પહોળાઈની એક ખાડી છે તે મધ્યમાં સુમારે ૬૦ વામ ઉંડી છે. વલભી નદી એ ખાડીમાં ભળી સમુદ્રને મળે છે. એવી વાત ચાલે છે, કે પીરમ બેટ જમીનની સાથે એકાકાર હતો. એ વાત ચાલવાનું કારણ કદાપિ એમ હશે કે જ્યારે ઓટ આવે છે ત્યારે ઘણું ખરાબા ઉઘાડા પડી જાય છે અને તે મુખ્યત્વે કરીને ગોઘા ભણની બાજુએ ઘણું જોવામાં આવે છે. ખંભાતના અખાતના કિનારામાં જે ઘણા ચમત્કારિક ફેરફાર બન્યા છે તેનું છેવટનું કારણ ઈતિહાસ ઉપરથી કે પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર ઉપરથી પણ કાંઈ સિદ્ધ થયું નથી; અને પીરમના બેટનું બંધારણ તથા વલભીને નાશ એને કોઈ અકળ રીતને સંબંધ ધારવામાં આવે છે, તેમાં ખરેખર ભેદ રહેલો ગણાય છે. રેતાળ ડુંગરા જે થોડી કાળી ભૂમિના તળ ઉપર છે તેનાથી પીરમ બેટ છવાઈ ગયેલ છે. પશ્ચિમ ભણીની આખી બાજુએ આ ડુંગરિયે કેટની ગરજ સારે છે, અને દરિયાથી રક્ષણ કરવા ખુલ્લી મેમમાં પવન ચાલે છે તેથી કરીને રેતી વગેરે તણાઈ આવે છે તેને લીધે પણ આ ડુંગરા વધતા જાય છે; પણ પૂર્વ ભણુની બાજુ તે છેક રેતી વિનાની છે; અને ત્યાં આગળ વાવણી થાય એવી જમીન છે, તેથી ત્યાં રહેનારા લેકે જે થોડા છે અને માત્ર થોડી મુદત લગી રહે છે, તેઓને થોડે ઘણે ખોરાક પૂરે પડી શકે એટલી ખેતી થાય છે. રેતાળ ડુંગરાઓ ઉપર મરણ છવાઈ જાય છે. વિસ્તાર પામેલાં થોડાં લીંબડાનાં ઝાડ છે તે ઉપર ત્યાંના લોકે ચાર ભરી રાખે છે, તે વિના કેટલાંક ઠીંગરાઈ ગયેલાં ઝાડ, અને પૂર્વ કિનારા ઉપર તમરિયાની ઝાડી છે. એટલું પીરમમાં ઝાડપાન છે. આ કિનારા ઉપર નિઋત્ય કોણને વર્ષાદ શરૂ થાય છે તે વેળાએ મુખ્યત્વે કરીને પાણીને ધસારે ઘણો ભારી થાય છે, અને પીરમની ખાડીમાં, બલવાન ભરતીની નાશકારક અસર જેટલી થાય છે તેટલી તેની અસર કેઈ બીજે ઠેકાણે થતી નથી. મહા ઘેડાવાળી ભરતીને. પ્રથમનો ધસારે બળમાં દુર્નિવાર હોય છે, અને તે વેળાએ જેવાની રચના એવી થાય છે કે તે વિષે વિચાર માત્ર નજરે જોનારના મનમાં જ આવી શકે. ત્રણ અથવા ચાર ફીટ ઊંચાઈનાં ભીંતના જેવાં લંબાકાર મોજાં જેવાઈ શકે એવી રીતે વિસ્તાર પામતાં એક કલાકમાં બાર માઈલ કાપતાં ત્વરાથી આવી પહોંચે છે, અને અજાણતાં અથવા તેને સુસવાટો સાંભળીને હઠિલા ખારવા તેની દરકાર રાખતા નથી તો તેઓને ઘાણ વાળી નાંખે છે.
૧ ફાર્બસકૃત ઓરિએન્ટલ બેસ્વાર ભાગ બીજાને પૃષ્ઠ ૨૨૧ મે જૂવે, તેમ જ એમ્બ બ્રાન્ચ ઓવ ધી રેયલ એશિયાટિક સોસાઇટીના જર્નલના પ્રથમ ભાગમાં પીરમ બેટ વિષે લખાયું છે તે નવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com