________________
૪ર૬
રાસમાળા
બળવાન જગ્યા કબજે કરી લેવાનું મોખડાજી ગોહિલે પહેલું જ પરાક્રમ કરવું. ત્યાંથી તેણે બધી બાજુએ જૂદી જૂદી જગાએ હલ્લા કરવા માંડ્યા, અને આસપાસના દેશમાં ત્રાસ વર્તાવી દીધો. “જ્યારે ખોખરાની ગુફામાં “આપ સિંહ ગર્જના કરી ઉઠયા, ત્યારે એ! મેખડા! વિંધ્યાચળના રહે“વાતિએ ખાવાનું તર્યું. તેણે ઉમરાળા અને ભીમડાદ, માંડલ ગઢ અને મિતિયાળું કબજે કરી લીધાં હતાં, પણ તેની ખરેખરી અગત્યની જિત તે ગેઘા અને પીરમની હતી.
ગોધા હવણું સ્વચ્છ અને આબાદ થતું બંદરનું શહેર છે, તેમાં આઠ. હજાર કરતાં પણ વધારે માણસની વસ્તી છે, અને ખંભાતના અખાતમાં તેની સારી ખાડી છે. ત્યાંના ખારવા ગેધારી કહેવાય છે. તેઓ કેટલાક મુસલમાન ધર્મના છે અને કેટલાક કેળી અથવા હિન્દુ છે અને જેઓને અણહિલપુરના રાજાઓએ આશ્રય આપીને તે નગરમાં વસવા માટે ઈલાયદે ભાગ સેપેલ તેઓના વંશજ છે. તેઓ પોતાની પુરાતન પ્રતિષ્ઠા હજી લગણ. જાળવી રહ્યા છે અને બ્રિટિશ રાજયના વાવટા નીચે હિન્દુસ્થાનના જે ખારવા પિતાનાં વહાણ ચલાવે છે, તેમાં તેઓ સારામાં સારા અને ઘણે જ વિશ્વાસ રાખવા યોગ્ય ગણાય છે. ગેધામાં હવણાં ફેરફાર થયેલ છે તેમાં મેખડા ગોહિલના વારાની નિશાનિય હજી લગણ કંઈક રહેલી છે. શહેરના નૈઋત્ય ખૂણામાં, અને હવણને કાટ છે તેની આસપાસ, પ્રાચીન કિલ્લાની નિશાનિયે જોવામાં આવે છે. બુરજ તૂટી જઈને વિખરાઈ પડેલા હજી લગણ દેખાઈ આવે છે, પણ જેની ઉપર પીપળા ઉગીને તેનાં મૂળિયાં વિસ્તરાઈ ગયાં છે તેઓની નિશાનિયે દેખાતી નથી. શત્રુનાથી રક્ષણ કરી શકાય એવી જગ્યા ચમત્કારિક રીતે પસંદ કરીને શહર વસાયેલું જણાય છે. આસપાસની જગ્યા કરતાં ઊંચાણમાં છે તેથી એક બાજુએ પીરમને બેટ અને ખાડીથી તે બીજી બાજુએ ખોખરાના ડુંગરા સુધીના આખા પ્રદેશ લગી બહુ આઘે, ચારે મેર નજર પહોંચી શકે એમ છે. તેમ જ વળી પીવાના અતિ સ્વચ્છ પાણીની સારી છત છે. ૧ (સેરઠે)–તળ ખાખરા તણે ગાળ, કસર ગુજિયે;
વિંધ્યાચલવાળે મૂક્યા, ચારે હે મોખડા! આ પ્રમાણે લેકાએ પાકાર કરે તેટલા જ શબ્દ લખ્યા છે તે ઉપરથી કદાપિ આ. મિ. ફાર્બસે એમ ધાર્યું હોય કે તે સિંહના જે બળવાન હતો તેથી વિધ્યાચળમાં રહેવાસિયાએ તેનાથી ધ્રુજી જઈને ખાવાનું તાર્યું હશે. પણ મૂળ વાત તો એમ છે કે, પીરમ બેટમાં સાદલે સિહ રહેતા હતા તેનું માથું કાપી લાવીને તેણે પીરમના દરવાજા વચ્ચે કર્યું હતું.
૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com