________________
૪૨૪
રાસમાળા
આજ્ઞા કરી કે એક દિવસે સર્વ કન્યાનાં લગ્ન કરવાં ને કન્યાદાનનું જેટલું ખર્ચ થશે તે હું આપીશ. આવો ઠરાવ થયો છતાં પણ ગોર દેવતાએ કહ્યું કે અમારી દક્ષિણે અગાઉથી આપ તે અમે પરણાવિયે; આ ઉપરથી (ત્રીજા) એભલે જાણ્યું કે વળાના બ્રાહ્મણે ઘણું જ વકરી ગયા છે, માટે સર્વ કન્યાઓને તળાજે લઈ જઈને બીજી નાતના બ્રાહ્મણ પાસે લગ્ન કરાવ્યાં. દુહા-અણુકલ ત્રીજે એભલે, સાવટ સંકટ સેડ,
દિયાં તળાજા ડુંગરે, કન્યાદાન કરેડ. આ પ્રમાણે મરથ પરિપૂર્ણ કરીને કાયસ્થ વળામાં પાછા આવ્યા ત્યારે, ગેર દેવતાઓએ જાણે પિતે જ લગ્ન કરાવ્યાં હોય એવી રીતે દક્ષિણ માગવા લાગ્યા ને ત્રાગાં તથા બીજા પ્રકારને બલાત્કાર કરવા લાગ્યા. ત્યારે રાજાએ તેનું સમાધાન કરવાને સર્વે બ્રાહ્મણને બેલાવીને સભા કરી, પણ ગાર દેવતાઓ ઘણા ધાયમાન થઈ ગયા ને રાજાને, મરજી પડે તેવા અપશબ્દ કહેવા લાગ્યા. તેથી (ત્રીજા) એભલવાળાને પણ કેધ ચડ્યો ને પોતે વેગળ ખસી ગયે; એટલે કાયસ્થોએ ભીલોને કામે લગાડી દીધા. તેઓ ગેર દેવતાઓ ઉપર તૂટી પડ્યા ને ઘણું બ્રાહ્મણને ઠાર કર્યા. જેટલા ગેર દેવતા ઉગટ્યા તેટલા ઉચાળો લઈને વળામાંથી ગયા, અને પ્રતિજ્ઞા કરી કે આજ પછી કઈયે વળામાં રહેવું નહિ તથા કાયસ્થ નાતનું ગોરપદું કરવું નહિ. પછી ગુજરાતમાં ચાલતા ચાલતા તેઓ ધંધુકે આવી પહોંચ્યા, ત્યાં ધનમેર કાળી રાજ્ય કરતો હતો. તેને પછવાડે દીકરો હતે નહિ તેથી પિતાની સર્વે માલમતા બ્રાહ્મણને શ્રીકૃષ્ણાર્પણ કરી દીધી. તેમાંના ચારસે ધંધુકે વયા, બીજાઓએ દાન લેવાની ના કહી તે ગુજરાતમાં આગળ ચાલ્યા, ને વસે, સોજિત્રા, અને બીજે ઠેકાણે વશ્યા. જેઓ ધંધુકે રહ્યા તેમને રાજાએ ધંધુકાના ક્ષત્રિય તથા વૈશ્યનું ગોરપદું આપ્યું, અને મોઢ બ્રાહ્મણ બીજી જગ્યાએથી મોઢ વાણિયાનું ગોરપદું કરવાને આવ્યા પણ રાજાએ કરવા દીધું નહિ, અને આજ સુધી વાલમ બ્રાહ્મણ ધંધુકામાં સર્વે જાતનું ગોરપદું કરે છે.
આ વેળાએ રાણજી ગોહિલે ગેમા અને ભાદર નદીના સંગમ આગળ ધંધુકાની પાસે એક શહર વસાવ્યું ને તેનું નામ રાણપુર પાડયું. તે બળવાન મેરોની સાથે મિત્રાચારી બાંધીને તેમને રાજી રાખવાને તેમના ઠાકોર ધનમેરની દીકરી બેહેરે પરણ્યો. તેનાથી તેને એક દીકરે થયો તેને ખસ ગામ મળ્યું, તેના વંશના હજી સુધી છે તે ખશિયા કેળી કહેવાય છે.'
૧ સેજકજી ગોહિલના ભાઈ વિસાજી ધંધુકિયા મેર કાળીની દીકરી બેરે પરણ્યા હતા તેના વંશના શિયા કેળા થયા એમ પણ કહેવાય છે, તે વધારે ખરું છે.
ઉપરના વધારે ખુલાસા સા પૃષ્ઠ ૪૨૧ ની ટીપ જુવે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com