________________
૪૨૮
રાસમાળા
ગાથેથી પીરમ જે નાવ હંકારી જવામાં આવે છે તે પ્રવાહથી ખેંચાઈ જઈ તે સંકટમાં આવી પડે નહિ એટલા માટે નર્મદાના મુખમાં દેહેજ ખારામાં હંકારી જતા હાય એમ સીધા ચલાવે છે. ઉછાળા મારતા દરિયાના સપાટામાં આવી જાય એવી સ્થિતિમાં નાવ આવી પડે છે, અને ઘણી વાર તે સપડાઈ પણ જાય છે. પાણીમાં ડૂબેલા ખરાબા ઉપર શંકુ આકારનાં માાં થાય છે તે ખરાબા ઉપર નાવ અથડાય નહિ તે માટે પણ તેને બહુ સાવધાન રહેવું પડે છે, માખડાજી ગાહિલના પાળિયા આગળ એક ટેકરી ઉપર ધેાળું નિશાન છે, તેની નીચે બેટની ઉત્તર દિશાએ રેતાળ તીરે ધણું કરીને ઉતરી પડવામાં આવે છે. પીરમના કિલ્લાનાં ખંડેર હજી લગણુ જોવામાં આવે છે તે, તે એટની વચ્ચે, અને ચેાગરદમ વેરાતાં પડ્યાં છે. ઘેાડાક બુરજ, અને પશ્ચિમ બાજુના દરવાજાની જગ્યા ખુલ્લી રીતે જણાઈ આવે છે; એક દ્વાર જે એક પત્થરમાંથી કારી હ્રાડેલા બે હાથિયાથી મૂળ શણગારેલું છે તે ગચ્છીના ખંડેરના નમુના તરીકે જોવા લાયક થઈ પડયું છે. જૂના કિલ્લાના ઘેરાવામાં તલાવ તથા કૂવાનાં ખંડેર દેખાઈ આવે છે; પત્થરકામની હિન્દી કાતરણીના ભાગી ગયેલા કડકા ચેાગરદમ વેરાયલા પડેલા છે. મધ્યભાગમાં આશરે ખારેક ઝુપડાંના એક કુખેા છે. કિલ્લાની નૈૠત્ય કાણુમાં એક ઉંચા ટેકરા છે તે અસલને વારે ગઢીની જગ્યા હશે પણ હવણાં તે તે ઠેકાણે દીવાદાંડી છે. અસલના વારામાં દરિયાઈ અથવા ચાંચવાની સત્તાના વારામાં પીરમને કિલ્લા કેવા ઉપયેગી થઈ પડેલા હશે, તે આ ઉપરથી જણાઈ આવે છે. એક બાજુએથી ગાહિલવાડને કિનારા, ગાધા બંદર, અને ઝાડની ઘટામાં આવી રહેલાં ધણાં ગામડાં તથા ખાખરાના ડુંગરા ભણી ઊંચા ચડી જતા પ્રદેશ જણાઈ આવે છે; ખીજી બાજુ ભણીથી નર્મદા અને ટંકારિયા નદીનાં મુખ ખુલ્લી રીતે દીશી આવે છે; તેમ જ ઉત્તર અને દક્ષિણ દિશાએ ભણી પીરમમાંથી જોનાર ચેાકીદારની નજરે આખા ખંભાતના અખાત એવા દૃષ્ટિ તળે આવી જાય છે કે દ્રવ્યવાન ગૂજરાતનાં બંદરા ભણી દરિયામાંથી જે વ્હાણુ હંકારી જાય છે તેઓના દિવસે ધેાળા વાવટા, અને રાત્રીની વેળાએ ફાનસના ઝળકાટ તેની દૃષ્ટિમર્યાદામાં આવ્યા વિના રહેતા નથી.
'
આવી જગ્યામાં મેાખડાજી ગાહિલ આખરે પેાતાની મેળે વા. “ રાણીના કુંવર, બળવાન રાજાધિરાજ, એણે પેાતાને વસવાટે નવું શહર બાંધ્યું ને ડુંગર ઉપર મજબૂત કિલ્લા બાંધ્યા. દરિયાનાં મેાાં તેની ચારે બાજુએ છેાળા મારતાં હતાં. ધરતીના પણિયે કાળિયેાનું રાજ્ય ખેંચી લઈને પીરમના નામથી જગમાં જાણીતું કર્યું તેના વ્હેલાં ગેાધાના તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.66
.46