________________
૪૩૪
રાસમાળા
ત્યાંથી અજમેરમાં જ્યારત કરવાને ગયો અને જલવાડાને રસ્તે પાછા આવતાં ત્યાંનાં દેવાલય તેડી પાડ્યાં અને ત્યાંથી ખંડણી લીધી.
- ઈ. સ. ૧૩૯૮ માં ઈડરના રાવ રણમલ ઉપર તેણે ફરીને ચડાઈ કરી અને પ્રથમની પેઠે તેણે જ્યારે ખંડણું આપી ત્યારે તેને જવા દીધે. તૈમુરને ભયંકર હુમલો આ સમયે થયો હતો, તેથી દિલ્હીના દરબારમાં ઘણી અવ્યવસ્થા થઈ પડી હતી અને ગાદી કબજે લેવાને ઘણું પ્રતિસ્પર્ધિ લડી મરતા હતા. મુઝફફરખાન અને તેના દીકરાએ પણ રાજગાદી ઉપર પિતાને હક્ક બતાવવાનું બહાનું ધર્યું હતું, પણ તેઓ હદ બહાર ધપ્યા ન હતા અને મુઝફફરખાન તે ગુજરાતને ખરેખરે રાજા હતા, એટલે ત્યાંનું રાજપદ ધારણ કરવાથી સંતુષ્ટ થયો હતો. તે વેળાએ તે પિતાને બાદશાહ કહેવડાવવા લાગ્યો અને મુઝફફર શાહ પદ ધારણ કરવું; પિતાના નામના શિક્કા પાડ્યા અને ખુતબો પઢાવ્યો.
ઈ. સ. ૧૪૦૧ માં ઈડરમાંથી ખંડણી વસુલ કરવા સારૂ મુઝફફર શાહે ફરીને ચડાઈ કરી, ત્યારે રાવ રણમલજી શત્રુને માટે પિતાની રાજધાની મૂકીને વીસલનગર જતો રહ્યો. એક હિન્દુ રાજા દીવમાં રહેતા હતા, તેની ઉપર મુઝફ્ફર શાહે બીજે વર્ષે સેમિનાથ આગળ જિત મેળવી. લડાઈ થયા પછી તે જગ્યા પોતાને સ્વાધીન થઈ અને ત્યાંના કેટલાક કિલ્લેદાર અને રાજાને ઠાર કર્યા.
. મુઝફફર શાહે પિતાનું છેલ્લું પરાક્રમ માળવા ઉપર હલ્લો કરવામાં દાખવ્યું. ત્યાંના પાદશાહ હુસંગની સાથે ધાર આગળ તેણે લડાઈ કરી તેમાં તેને હરાવીને કેદ કરી લીધું. તે ઈ. સ. ૧૪૧૧ના જુલાઈ મહિનાની તારીખ ર૭ મીએ મરણ પામે.
૧ બાપા અથવા રાયદુર્ગોએ ઘેરાને સારે બચાવ કરો. મુસલમાને મંજનીક ગોઠવણમાં ફાવ્યા નહિ અને પથ્થરને વરસાદ વરસાવી થાય, ત્યાર પછી સુરંગ ખોદાવી. શહેરમાં મરકી ચાલી તેથી પ્રજાને ઘાણ વળી ગયા ત્યારે બાપાએ નમ્યું આપ્યું અને સલાહ કરી.
૨. ઉ. ૨ આ પછી ઈ. સ. ૧૩૯૬ માં તેણે સુસ્તાનનું પદ ધારણ કરીને મુઝફફર શાહે પિતાના નામને સિક્કો પાડ્યો તથા ખુતબો પઢાવવા માંડ્યો. એટલે જુમ્માને દિવસે કે ઇદને દિવસે નિમાર પડવાને જાય ત્યારે મિબર ઉપર ચડીને ખુદાની બંદગી કરી તથા નબી(મહમદ)નાં વખાણ કરે છે, ત્યાર પછી એક પગથિયું નીચે ઉતરીને જે સુલ્તાન હોય તેનું નામ દઈને તેની દુવા માગે છે.
૩ હી. સ. ૮૧૩ તા. ૧૪ રમઝાન(ઇ. સ. ૧૪૧૦) માં સુલ્તાન અહેમદ નાસરૂદીન અબુલફત અહંમદ શાહ પદ ધારણ કરીને ગાદિયે બેઠે. તેના બાપનું નામ
૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com