________________
એભલવાળે બીજે
૪૨૧ ચોમાસામાં વાવાઝડાનું ઘણું જ તેફાન હોય અને વષદની મુશળધારથી ડુંગરાની બાજુ તૂટી પડતી હોય તેય પણ કદિ તે હાલાઈ જ જોઈયે નહિ, તલાજાના લેકામાં મરકી ચાલે, અથવા ખરાબાના પથરા ગગડીને તેમનાં ઘર ઉપર પડે તે લોકે એમ સમજે છે કે તાલવ દૈત્યની આરાધના કરવાનું ભૂલી જવાથી તેને કેપ આપણું ઉપર થયો છે.'
(બીજા) એભલવાળાની વેળામાં એક જૈન વાણિયાએ દાણુની એટલી બધી વખારે ભરી હતી, કે તે વેચી પહાડીને નાણું કરવાં તેને ઘણું કઠણ લાગ્યાં. આવા સંકટમાં તેણે કામણુટુમણમાં કુશળ એવા ગેરજીને વિનવ્યા, એટલે તેણે એક ચિઠ્ઠી મંત્રીને એક કાળિયાર હરિણને શિગડે બાંધીને તેને વનમાં ફરતો મૂક્યો. ત્યાર પછી વર્ષાદ વરસતે બંધ થયો; સાત વર્ષ સુધી દુકાળ પડ્યો; ઢોર મરી ગયાં; લોક માળવે નહાશી ગયા; અને ધરતી ઉજજડ થઈ ગઈ. પણ વાણિયાના દાણું તે વેચાયા. (બીજા) એભલવાળાને ઘણું ઘેડાં હતાં પણ માત્ર પાંચ ઉગણ્યાં હતાં. તેને ઘણે જ ખેદ થયો. એક દિવસ એક વનનાં લાકડાં કાપી લાવનારાએ દરબારમાં આવીને કહ્યું કે મ વનમાં એક કાળિયાર હરિણ જોયે, તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં લિલતરી હોય છે. ત્યારે સર્વે બોલી ઉઠ્યા કે, કેઈયે હરિને શિંગડે વર્ષાદ બધ્ધ હશે. રાજા અને તેના માણસ જંગલમાં ગયા, હરિને પકડ્યો ને તેને શિંગડેથી મેલી ચિઠ્ઠી છોડીને વાંચી જોઈ તેમાં લખ્યું હતું કે–“આ ચિઠ્ઠીને પાણીમાં બળશે તો વર્ષાદ વરસશે.” તેઓએ પછી ચિઠ્ઠીને પાણીમાં ભેળી કે તત્કાળ વર્ષાદ વરસવા માંડ્યો. (બીજા) એભલવાળાનાં કેટલાંક માણસ તે વાવાઝોડામાં માલ્યાં ગયાં, રાજા એક દેવતાઈ. ઘોડા ઉપર અશ્વાર થય ને એક દીવાનું અજવાળું જોઈને તે દિશાએ ઘેડાને મારી મૂક્યું તે એક ચારણના નેસડામાં આવ્યા. ત્યાંના પુરૂષો હતા એટલા બધાય માળવે ગયા હતા; પણ સિયાને ઘેર મૂકી હતી, તેમાંની એક સાઈ નેસડી કરીને હતી તેણે (બીજા) એભલને ઘેડા ઉપરથી હેઠે ઉતારો. રાજા તે થાકથી અને શરદીથી બેભાન થઈ ગયો હતો. તેને ગરમી થવા આલિંગન દઈને તથા શેક કરીને સચેતન કરો. એભલ સાવધાન થયો ત્યારે સાઈને પૂછ્યું કે તું કોણ છે ? તેણે કહ્યું કે હું ગઢવીની સ્ત્રી છું. તે બોલ્યો કે તે
૧ એભલ ત્રણ થયા છે, તેથી ત્રણેની નદી નાદી હકિકત એક જ એબલને નામે વર્ણવામાં આવી છે. પહેલા એભલને કુંવર રે, તેને કુંવર તે બીજે એભલજી. હવે જે વાત ચાલે છે તે બીજા એભલજી સંબંધમાં છે માટે અમે કોંસમાં જણાવ્યું છે. ૨. ઉ. ૨ વાણિયાનું નામ મેઘાશાહ હતું ને ગેમનું નામ સુખવિજય હતું. ૨. ઉ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat