________________
એભલવાળો
૪૧૯
ગામને પટે રખાય એમ નથી, એટલે તે ઝટ ઉભો થયો ને નમન કરીને પટો રાજાના ખોળામાં નાખ્યો. કવાટે પૂછયું કે “તમે આમ શું કરવાને કરે છે ? સેજકે ઉત્તર આપ્યું: “મારાં માણસે તમારા એકના એક કુંવરને મારી નાંખ્યા; “તે હવે તમારા દેશમાં મારાથી કેમ રહી શકાય ?” રાહે સેજકજીને પટો પાછું આપીને કહ્યું કે, કાંઈ ચિંતા નહિ. સેજક સત્વર સાપર ગયો તે કુંવર સાજે સો જીવતે દીઠે, તેણે તેને નમન કરવું ને પિતાની પુત્રી લાવીને તેને પરણુવી દીધી. કુંવરીનું નામ વાલમ કુંવરબા હતું તેની સાથે કેટલોક દાયજો આપીને જૂનેગઢ પહોંચતાં કયાં પછી સેજકજિયે રા'ની આજ્ઞા લઈને સાપરની પાસે એક શહર વસાવી તેનું નામ સેજકપુર પાડ્યું.
આ વેળાએ સેજકજીના ભાઈયો, તેમને આપેલાં ગામમાં જુદે જુદે ઠેકાણે વશ્યા હતા. હનુજીને બગડ ગામ મળ્યું. માનસિંહને બોટાદની પાસે ટાટમ ગામ મળ્યું; દુદાજીને તુરખા ગામ મળ્યું; અને દેપાલજીને પાલિયાદ મળ્યું.
સેજકજીની પછી તેને વડે પુત્ર રાણાજી ગાદિયે બેઠે. તેના નાના નહાના કુંવર સાહાને સારંગજી હતા, તેમને માંડવી(ચોવીશી)ને અરથીલા (વીશી) અનુક્રમે મળી અને તેમનાં ગારિયાધાર ને લાડી એવાં બે કુળ થયાં.
આ વેળાએ વાળા કુળનો એભલ અથવા અભી ઠાકેાર હતા. તેના હાથમાં વાલા, ધરતી અને તેની રાજધાની વળા શહર હરણ જે પ્રાચીન વલભીપુરીનાં ખંડેર આગળ છે, તે હતાં. વળી તેના હાથમાં પાસેનું તળાજા શહર પણ હતું. તે શત્રુંજય નદીને કાંઠે છે, દરિયાથી ઘણે છેટે નથી. શત્રુંજય નદી જૈનના પવિત્ર પર્વતમાંથી નીકળીને સુંદર અને શંકુ આકારના ડુંગરાની પડખે રહે છે, તે પર્વતને તીર્થકરના પંથવાળા સેરઠના બરડાના હાડને એક ભાગ ગણે છે અને જેનાં ગિરનાર અને શત્રુંજય એ બે બહુ પ્રસિદ્ધ શિખરે છે.
એ ડુંગરામાં ઘણું ગુફાઓ છે, તે ઘણું કરીને ઉત્તર અને પશ્ચિમ ભણુની બાજુએ, અને તેની તળેટી તથા ટોચની વચ્ચે છે. સર્વ કરતાં ઘણી ચમત્કારિક ગુફા સમકણ આકારની છે તે ઘણી વિશાળ છે. તેને બહારને મોખરાને ભાગ હતો તે ચોખંડા સ્તંભ ઉપર હતું, પણ હવણ તે
૧ એ વિના બીજી કુંવરી કુલ કુંવરબા હતી.
૨ એ વિના સેનજી હતા, ને વિસાજી અથવા વેજાજી કરીને હતા તેમને ખાસ ગામ મળ્યું. આઠમે એક હતો તેનું નામ જાણવામાં આવ્યું નથી. વિસાજીના વંશના ખસ ગામ ઉપરથી ખશિયા કહેવાયા. ખશિયે ધંધુકિયા મેર કેળીની દીકરીને થર હતા તેથી તેના વંશના પશિયા કેળી થયા. ૨. ઉ.
સહાજીના વંશના હવા પાલીતાણે છે ને સારંછના વંશના લાઠીમાં છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com