________________
૪૧૮
રાસમાળા
મારે રથ જ્યાં ભાગે ત્યાં આગળ નગર વસાવીને રહેજે. જયારે તેઓ પંચાળ દેશમાં આવ્યા ત્યારે દેવના રથનું પયડું નીકળી ગયું, તે જગ્યાએ એટલે જ્યાં સાપર ગામ છે ત્યાં આગળ નિવાસ કર્યો. અને શાહ રાજપાળને લઈને જાનાગઢના રાવને નમન કરવાને ગયા. રા’ કવાટર તથા કુંવર ખેંગારે તેમને આદરસત્કાર કર્યો, ને પૂછયું કે તમારે તમારે દેશ કેમ છોડવો પડે? સેજકજિયે કહ્યું કે રાઠોડએ ડાભિને ટી સલાહ આપીને મારા સામા લડાવ્યા ને છેવટે તે આસતાનજિયે ડાભિયોને પણ કહાડી મૂક્યા ને ખેડ ગઢ પિતાને સ્વાધીન કરી લીધું. રા’ કવાટે પછી સેજકજીને પોતાની ચાકરીમાં રાખ્યો ને સાપર તથા બીજાં અગિયાર ગામ આપ્યાં ને કહ્યું કે દેશના એટલા ભાગનું તમારે ખાંટ “ભીલ”નાથી રક્ષણ કરવું. તે વેળાયે કાઠી પાવર ધરતીમાંથી નીકળી આવ્યા ન હતા અને ચોટીલાની પાસે ધાંડલપુર એ જાનાગઢના રાવ અને વાઘેલાના રાજ્યની સરહદ ઉપર હતું.
સેજકજી ઘણું દિવસ જાનાગઢમાં રહ્યો, અને એ જોવામાં ત્યાં હતો તેવામાં, કુંવર ખેંગાર, જે તેર વર્ષને હતિ તે, મૃગયા રમવાને નીકળ્યા. તે સાપરની પડેશમાં જઈ પહોંચ્યો. ત્યાં એક સસલું તેને જોવામાં આવ્યું, તેની પછવાડે દડતાં તે ગોહિલના ઉચાળામાં ભરાઈ પેઠું. ત્યારે ખેંગારે તેમને કહ્યું કે એ સસલું મને આપે, પણ સેજકના ભાઈભત્રીજાઓએ તેનીના કહી, ને બેલ્યા કે, પિતાને આશ્રયે આવેલાને કઈ રજપૂત આપે નહિ. પછી લડાઈ થઈ કુંવરના કેટલાક માણસો મરાયા ને તેને કેદ કરી લીધું. તેનું એક માણસ હાશી જઈને જાનેગઢ જઈ પહોંચ્યું ને જે બન્યું હતું તે ૨ કવાટને કહ્યું ને બે કે ખંગાર જીવતે છે કે મરાયો છે તે હું જાણતા નથી. આ વેળાએ સેજકજી દરબારમાં બેઠેલો હત; તેને ઘણો ખેદ થયે; ને જાણ્યું કે હવે આપણુથી
૧ (દુહા.) રથ ભાગ સમરથક, સેજક કથા સંભાળ;
ધર સેજકપર નામ ધરી, પ્રથમ મુકામ પંચાળ; હુતી કાન કુવાર, વર બીજે વરતી નહિં, બેડાં બાંધી બાર, સહુ સેજકને વરી. પ્રીછસ તું પ્રથવીધણી, સરીખે સેન; વારે વીજ તણું ઝબકાં ઝાઝરસી આઉતા. સેજકપર સેજક તણું કેઈ અનમી અસા
નરપત નેજાણું ઝબકે, ઝાખસી આરતા. ૨. ઉ. ૨ મહિપાળ ત્રીજ; ઈ. સ. ૧૨૩૦-૧૨૫૩માં થયો તે કવાટ ત્રીજો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com