________________
૪૦૨
રાસમાળા ઝાલા રજપૂત કીર્તિગઢ અથવા કેરેકેટમાં મકવાણાના નામથી ઓળખાતા હતા. જ્યારે ગુજરાતમાં રાજ્ય કરતા હતા ત્યારે ત્યાં એક વિહિયાસ મકવાણે કરીને પોતાના બાપદાદાઓનું ચાલતું આવેલું રાજ્ય ચલાવતા હતે.
ભાટ કહે છે:--વિહિયાસ જ્યારે મરણ પથારિયે પડ્યો હતો ત્યારે તેનો જીવ જ ન હતા, તે સમયે તેના કુંવર કેસરે પૂછ્યું:–“પિતાજી! “તમારે જીવ કેમ ગતિ પામતો નથી? ત્યારે વિહિયાસે ઉત્તર આપ્યું કે “સામઈયા નગરમાં મારો વૈરી હમીર સુમરા (બીજો) રાજય કરે છે, તેના “ દૂધમલિયા વછેરા સવાસે લાવીને મારા તેરમાને દહાડે ભાટચારણને “આપવાનું પાણી મૂકે તો મારે જીવ ગતિએ જાય. આ વેળાએ પોતાના “ભાઈ ભત્રીજા સર્વે પાસે બેઠા હતા તેમાંથી કોઈ કંઈ બોલ્યું નહિ. ત્યારે
કેસર જે હાની વયન હતું તે ઉઠી આગળ આવ્યો. તેણે પિતાના “પિતાના હાથમાં જળ મૂકીને કહ્યું કે હું તમારી ઈચ્છા છે તે પ્રમાણે કરીશ. એટલે વિહિયાસના પ્રાણ છૂટી ગયા.”
જ્યારે તેનું તેરમું આવવાનું થયું ત્યારે કેસરે શાક મૂકી દઈને પિતાના ભાયાતેને સામઈયે જવાને બોલાવ્યા ત્યારે તેમનામાંથી એકે કહ્યું -“તમારી સાથે જીવવાને કઈ આવે એવું નથી.” કેસરે તેમની કેાઈની પણ પરવા કરી નહિ, અને પોતાના બળ ઉપર માત્ર આધાર રાખે. તેના હાથ ઢીંચણની હેઠળ
૧ કરે છે કે કેરકોટ એ હાનું ગામડું છે ને હજુ પણ એ જ નામ કહેવાય છે. તે કચ્છમાં ભયાઉની પાસે છે. અને વળા આગળ જેમ વિસ્તીર્ણ વલભીપુર નાનું નગર કલ્પી શકાય છે તેમ ત્યાં પણ નિશાનિયો છે. સાસ્માર રાજાએ અણહિલવાડ ઉપર ચડાઈ કરી તે વેળાએ મૂળરાજ જે કંથકેટમાં સંતાઈ પેઠા હતા એવું પૃષ્ઠ ૫૯ મે લખ્યું છે, તે ને કેરેકેટ એ બે એક જ હોય તે નકશામાં તેનું નામ આવી શકે. બાકી રેકોટનું નામ નકશામાં જોવામાં આવતું નથી.
ઉપરની ટીપમાં જે ગુંચવા જણાવ્યો છે તેનું નિરાકરણ એમ છે કે કીર્તિગઢ સિંધના થલ પ્રમાણમાં હતું અને તે સમયે તે કચ્છના તાબામાં સં. ૧૮૧૯ સુધી હતું. કપીલકેટ અથવા કેરેકટ હાલના ભુજ તાબાના કેરા ગામ પાસે હતું. અને કપાટ તે ભચાણ તાલુકામાં હાલ પણ છે, જ્યાં ભીમદેવ અને મૂળરાજ રહ્યા હતા. આ પ્રમાણે ત્રણે સ્થાન જૂદાં છે. મકવાણું કીર્તિગઢમાં રહેતા હતા. ૨. ઉ.
૨ સિન્ધમાં છે હમીર થયા છે. પહેલે હમીર કચ્છના લાખા ફુલાણીના સમયમાં હતા, અને જેણે કચ્છના પુંઅરા જામને ઘુંમીના વિયડ ગુજર સાથેની લડાઈમાં આશ્રય આપ્યો હતો. એ હમીર લે અને આ હમીર બીજે છે, તે સામઈયા અથવા મેમતુર છે. એક નામ હોવાથી ઘણા જણ ગુંચવારા કરી નાંખે છે. આ હમીર ઉપર જુનાગઢના રાહ નથણે (ઈ. સ. ૧૦૨૫ થી ૧૦૪૪ સુધી હતો તેણે) ચાઈ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com