________________
ઝાલા રજપૂત હરપાળ મક્વાણે
૪૦૫ કેસરને કુંવર હરપાલ નાસડે ગયો. હરપાળને ભાલે તેના બાપના ભાલા જેવો ભારે હતો અને એ તથા કર્ણ મશિયાઈ ભાઈ થતા હતા. તેથી પાટણમાં તેને સારે આદરસત્કાર થયો. આ વેળાએ બાબરો ભૂત કર્ણને બહુ નડતો હતો, અને તેની માનીતી રાણી ફલાદેવી ઝાંઝમેર તલાજાની હતી તેના અંગમાં આવીને ભરાયો હતો. હરપાળે ભૂતના ઉપર હલ્લે કરીને તેની માથાની લટ ઝાલી, તેથી તે નિરૂપાય થઈ ગયો ને એ દબાવ્યો કે
તેમાંનો ચનેસર પિતાને ગાદી ન મળવાથી દિલ્હીના પાદશાહ અલાઉદ્દીન ખીલજી પાસે મદદ માગવા ગયે અને સુમરા પોતાની કન્યા મુસલમાનોને આપતા નહિ અને જેને માટે સુમરા આજ સુધી અભિમાન ધરાવે છે, તેમ છતાં અલાઉદીનને પિતાની બહેન પરણાવવાનું ઠરાવી લશ્કર લઈ આવ્યા, તેમાં દુદાને નાશ થય ને ચનેસરની મતિ ઠેકાણે આવતાં એ પણ ફેજ સામે લડીને માર્યો ગયો. પછી બચેલા જેટલા સુમરા હતા તેમને વટાળીને મુસલમાન કર્યા એટલે સુમરી સિયે જેટલી હતી તેટલી ત્યાંથી નાશીને કચ્છના જામ અબડાને શરણે આવી. તેમની પછવાડે પાદશાહી લશ્કર આવ્યું. અબડે શક્તિ ન છતાં પણ સુમરિયાને નહાવાને લાગ મળે એટલા માટે લશ્કરના સામો લડી મુવે, એટલામાં સુમરિયે નળિયા પાસેના વડસર ગામે જઈ પહોંચી અને ત્યાં પણ બચવાનો ઉપાય રહ્યો નહિ એટલે જીવતી ડટાઈ મેઈ. આ સ્થાને હજી લગણ પણ સુમરાઓને ફાલ્ગણ શુદિ ૧૫ મે મેળો ભરાય છે. અબડે આજે પણ શરણધાર કહેવાય છે અને પીર તરીકે પૂજાય છે.
બાબરે ભૂત સિહારાજના સમયમાં હોવાનું પણ કહેવાય છે તો તે તેના પિતા કર્ણ સેલંકીના સમયમાં હેય એમ સંભવે છે. પણ કર્ણ વાઘેલાના સમય સુધી તે હોવાનું બની શકે નહિ. ૨. ઉ.
૧ હરપાળ સિવાય તેને વિજયપાળ તથા શાન્તાછ એવા બે કુંવર હતા, તે પણ હરપાળ સાથે ગુજરાતમાં આવ્યા હતા. વિજયપાળના વંશજ મહિકાંઠાના ઇલેળ ગામમાં આજે પણ છે. તેમ જ શાન્તાજીના વંશજ કસણ આદિના મકવાણ તાલુકદાર કહેવાય છે.
હરપાળને ૨૩૦૦ ગામ મળેલાં તેમાંથી કર્ણની રાણીને ૫૦૦ ગામ કાપડામાં આપ્યાં તે જતાં ૧૮૦૦ ગામ વહ્યાં હતાં, તેમાંથી પાટડીમાં તેણે ગાદી કરી હતી. તેના કુંવર નીચે પ્રમાણે હતા -
૧ સેઢે ઈસ૧૧૩૦-૧૧૬૦ પાટડીમાં. ૨ માંગે છે, લીંબડીમાં. ૩ શેખરો. ૪ ખવડછ-કાઠીમાં ભળી ગયો. ૫ ખેડે. ૬ જેગેજી. ૭ રાણાજી, ૮ બાપુજી; એના વંશ જ મેલેસલામ થયા, તેઓ માંડવામાંથી પુનાદરા, ખડાલ, ડાભા અને રમાસના તાલુકદાર થયા. ૯ બળવંત, ૧૦ લોકજી, ૧૧ દેવજી. ૧૨ વીસોજી. ૨. ઉ.
૨ તળાજા અને તેની આસપાસના ભાગનું પ્રાચીન નામ “વાલા ક્ષેત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com