________________
ઈડર-વેણુ વછરાજ
૧૧ અમે ઈડરિયો ગઢ જિયે રે આનંદ ભયે.” ઈડર પ્રથમ તે ઈતિહાસમાં ઈલદુર્ગને નામે ઓળખાતું હતું, અને દ્વાપરયુગમાં, તે ઍલવણ રાક્ષસ અને તેના ભાઈ વાતાપીનું રહેઠાણ હતું. આ રાક્ષસે આજુબાજુના દેશને હેરાન હેરાન કરતા. આ રાક્ષસમાં મનુષ્યભક્ષણ કરીને રહેવાને દુર્ગણ હતું તેથી દેશ ઉજજડ થઈ ગયો; છેવટે અગમ્ય ઋષિએ તેમને નાશ કરો; કળિયુગમાં જ્યારે યુધિષ્ઠિરનું નામ માણાના સંભારણામાં તાજું રહી ગયું હતું, અને જગતને દેવામાંથી છોડવાને જોવામાં વિક્રમ થયો ન હતો તેવામાં ઈડરમાં વેણુ વચ્છરાજ રાજ્ય
૧ પ્રારંભકથા એવી છે કે, હરદ્વારની ઉત્તર ભણીના શ્રીનગરના રાજાને પુત્ર થતો નહિ ત્યારે એક બ્રાહ્મણે પ્રયોગ કરીને કહ્યું કે, રાણી રજસ્વલા થાય ત્યારે ચોથે દિવસે લોહીથી નહાવું ને ત્યાર પછી પાણી વડે નહાઈ રાજા પાસે જવું ને પાછું સવારમાં પણ તેમ જ કરવું. રાણી તેમ કરી સવારમાં જેવી લોહીથી હાઈ કે એક મહાન ગિધ પક્ષી તેને માંસ જાણી લઈને ઉડ્યો ને ઈડરના ડુંગર ઉપર મૂકી. ત્યાંથી તે ધૂમાડાને પે બાંધીને સિદ્ધ પુરની ઝુંપડી હતી ત્યાં જઈ પહોંચી ને ધુંગાને એથે રહીને વિનતિ કરી લૂગડું માગ્યું. તે મળ્યું એટલે તે હાઈને સિદ્ધો પાસે આવી. તેને તેઓએ દીકરી પેઠે પાળી. દશ માસ પૂરા થતાં તેને દીકરા અવતર્યો. પાંચ વર્ષને થયે એટલે તેમના વચ્છ (વાછડો) ચારવા જવા લાગ્યો. તેથી તેનું નામ વચ્છરાજ પાડયું. તેવામાં મહાકાળેશ્વરના ડુંગર ઉપર એક અઘેરી રહે છે, તેથી તેણી મગ જવાની સિદ્ધોએ તેને ના કહી હતી. હાલ મહારશાને ડુંગર કહેવાય છે ત્યાં તે ગયો તો એક સિદ્ધ તેણે જોયું. તેને નમન કરી ઉભો રહ્યો. સિદ્ધ તેને પરાક્રમી દેખીને મહાકાળેશ્વરને અઘોરી પાસે જવાનું કહ્યું, પણ તે બોલ્યો કે મારા ગુરૂએ ત્યાં જવાની ના કહી છે. સિદ્ધ બોલ્યો: પ્રથમ તો તે તારે સત્કાર કરશે ને, તેલની કડાઈ તપાવી તેની આસપાસ સાત પ્રદક્ષિણા કરવાનું કહેશે, ત્યારે તારે કહેવું કે તમે પહેલાં તેમ કરી બતાવ. પછી સાતમી વાર ફરી રહે એટલે કડાઈમાં તેને મારું નામ દઈ નાંખી દેજે, તેથી તે સેનાની મૂર્તિ થઈ જશે. પછી તું તેનું અંગ કાપી જેમ જેમ વાપરીશ તેમ તેમ તે કાપેલે ભાગ પાછે હતેતે ને તે સેનાને થઈ જશે. આ સાંભળી તે ત્યાં ગયો ને સિદ્ધના કહેવા પ્રમાણે કરી સેનાને પુરૂષ લઈ ઘેર આવ્યો. સિંહે કહ્યું કે એની સહાયતાથી તારું નામ રહે એવું કર. તે ઉપરથી ડુંગર ઉપર તેણે ઈડરગઢ બંધાવ્યો ને વસ્તી કરાવી. એક બાગ કરી ત્યાં કુંડ ને વાવ બંધાવ્યાં. બાગનાં પુષ્પ કેાઈ છાનુંમાનું લઈ જતું હતું પણ ઝલાતું નહિ એટલે વછરાજ શસ્ત્ર સજી ચોકી કરવા ગયો. તે સમયે ગુફામાંથી એક નાગકન્યા આવી ફૂલ વીણવા લાગી. એટલે વછરાજે તેની વેણું ઝાલીને કાપી લીધી ને તે તે જતી રહી. ઘેર આવી ચમત્કારિક સ્ત્રીની વેણ જાણી પૂન કરવા લાગ્યો. નાગકન્યાએ પોતાને નિવાસ જઈ નાગને પિતાની વેણ એક જણે કાપી લીધાનું કહ્યું. તેણે વચ્છને ઝાલવા દૂત મોકલ્યા પણ તેઓ તેનું રૂપ જોઈ અસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com