________________
૪૧૨
રાસમાળા
કરતા હતા. એની પાસે સેનાની એક કારમી મૂર્તિ હતી તેને લીધે ડુંગર ઉપર કિલ્લો બાંધવાને અને તેને લગતાં ધણાંએક જલાશય કરાવવાને તેને સાધન મળ્યાં. વેણી વચ્છરાજની રાણી પાતાળના એક નાગની પુત્રી હતી. ત્યાં તેએએ ધણાં વર્ષ સુધી સુખમાં રાજ્ય કરવું અને પછીથી નીચેની વાત ઉપરથી જણાશે કે તેઓ અલેપ થઈ ગયાંઃ—
“એક સમયને વિષે સજા અને રાણી ઇડરગઢમાં પેાતાના મહેલને ઝરૂખે બેઠાં હતાં, તેવામાં તે શહરમાં એક માણસ મરી ગયા હતા તેનું “મુડદું શાક કરતા લઈ જતા હતા. રાણિયે પૂછ્યું કે આ બધા રડતા કકળતા “જાય છે તેનું કારણ શું છે? ત્યારે તેના સ્વામિયે કહ્યું કે, કેાઈ મરી ગયું છે એટલા માટે એ બધા રડે છે.” તે સાંભળી રાણી ખેાલીઃ “જ્યાં માણસ “મરી જાય છે એવી જગ્યાએ આપણું રહેવું નહિ.' તે ઉપરથી વચ્છરાજ “અને તેની રાણી, તારણુ માતાના ડુંગર ઉપર ગયાં, અને જ્યાં આગળ આજે “માતાનું સ્થાનક છે તેની પાસેના વિવરમાં થઈને તે પાતાળમાં ઉતરી પડ્યાં, “તેથી ધણા દિવસ સુધી ધરતી ઉજ્જડ રહી.”
જ્યારે વલભીનગર તૂટયું ત્યારે, શીલાદિત્યની રાણિયા માંહેલી એક પુષ્પાવતી કરીને હતી તેણે પેાતાને કુંવર થાય તા આરાસુરમાં અંબા ભવાની છે ત્યાં જવાની ખાધા રાખી હતી, તે ઉતારવાને ગઈ હતી. તે પાછી આવી ત્યારે તે તેને પેાતાના પતિના મરણુના સમાચાર મળ્યા; અને દૈવિયે તેની પ્રાર્થનાના બદલામાં વચન આપ્યું હતું કે તને કુંવર થશે, તેનું રાજ્ય કરવાનું પણ ગયું, તેથી તેને આશાભંગ થયાને કારી ધા લાગ્યા. તે ત્યાંથી ન્હાશીને એક પર્વતની ગુફામાં ગઈ ત્યાં તેને પુત્ર પ્રસન્થેા. તે ઉપરથી તેનું નામ ગાહા પાડ્યું. રાણિયે તે કુંવરને એક બ્રાહ્મણીને સ્વાધીન કરચો અને તેને વિનવી કે તારી જાતિના જેવી એને વિદ્યા ભણાવજે પણ પરણાવું તે તેા રજપૂત જાતિની પુત્રી વ્હેરે પરણાવજે. પછી તે પેતાના પતિ પછવાડે ચિતામાં બળી મેાઈ. આ વેળાએ ઈડર, ભીલ લેાકેાના
થયા ને વેણુ પૂજતા જોયા તેથી નાગને સર્વે સમાચાર કહી નાગકન્યા તેને પરણાવવાની ભલામણ કરી. પછી તેને તે કન્યા પરણાવી ને વેણી ઉપરથી તેનું નામ વેણી વત્સરાજ પડ્યું. ૨. ઉ.
૧ આવી એક મૂર્તિ ક્ચ્છના જામ લાખા ફૂલાણી પાસે હતી, તેમાંથી જેટલું સાનું કાપી લેવામાં આવે તેટલું પાણું નવું થઈ નય. આ મૂર્તિ સેાનાના પુરૂષાને નામે પ્રસિદ્ધ છે અને તે ભુજ પાસેના ઝુડક નામે ધેાધના દ્રોહમાં ઢાવાનું ક્હેવાય છે. ૬. ઉ. ૨ આ બ્રાહ્મણીનું નામ કમળાવતી હતું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com