________________
૪૦૬
રાસમાળા
પાટણમાં ફરીથી કોઈ પ્રકારની પણ નડતર નહિ કરવાના તેણે સેગન ખાધા. ત્યારે જ મૂક્યો. વળી જ્યારે જ્યારે હરપાળને બાબરાના આશ્રયની ગરજ પડે ત્યારે ત્યારે આવીને હાજર થવાને પણ કલ કરાવી લીધો. ભૂતે તે માન્ય કર્યું. હરપાળને શક્તિદેવી સાથે ૫છીથી એવા જ પ્રકારનો ઝગડે થયો હતો; તેને તેણે વશ કરી લીધી અને પોતાની સ્ત્રી કરીને રાખી.
એક દિવસ કર્ણ દરબારમાં બેઠો હતો, ત્યારે તેણે હરપાળ મકવાણને તેડું મોકલ્યું. તે આવીને મોં આગળ ઉભો રહ્યો. કણે કહ્યું કે તે કામ કર્યું તેના બદલામાં તારી નજરમાં આવે તે માગી લે. તેણે કહ્યું કે એક રાતમાં જેટલાં ગામે તેરણ બાંધું તેટલાં ગામ મને આપો. કણે તે વિષેને લેખ લખી આપે. હરપાળ ઘેર ગયો ત્યારે શક્તિયે પૂછયું કે કર્ણ તમને શું તુષ્ટિદાન આપ્યું ? તેણે તેને બનેલી વાત કહી, ત્યારે ગામે તરણું બાંધવાનું કાષ પોતે પોતાને માથે લીધું. વળી હરપાળે બાબરા ભૂતને બોલાવ્યો, તે સવાલક્ષ સેના લઈને આવી હાજર થયો. રાત્રે નવ ઘડી રાત જતાં તેઓ નીકળી પડ્યાં, અને પહેલું તારણ પાટડિયે બાંધ્યું, પછી તેના તાબાનાં છસ ગામે બાંધ્યાં. સવારમાં ચાર ઘડી રાત રહી એટલે બે હજાર ગામે તોરણ બાંધીને આવ્યા. સવાર થતાં જ રાજાએ પોતાના એક કાર
૧ જ્યારે શક્તિ વિયે કામ માથે લીધું ત્યારે બાબરા ભૂતની અગત્ય જેવું રહ્યું નહિ, પણ મૂળ વાત એવી છે કે, પ્રથમ બાબરાને ને તેને લડાઈ થઈને ઝગડે આખી રાત થયો હતો, તેથી તે છેક થાકી ગયું હતું ને તેને સારી પેઠે ભૂખ લાગી હતી. તેથી રબારીવાડે જઈ બે બકરાં લાવીને સ્મશાનમાં ગયે; તે મડદાની ચિતામાં શેકીને ખાવા લાગ્યો, ત્યાં સ્મશાનની દેવિયે હાથ ફહાડ એટલે પેલું ભક્ષ સર્વ તેના હાથમાં મૂકયું. તે દેવી ખાઈ ગઈ ને ફરીને હાથ ધરાયો ત્યારે કટારતે પોતાની જાંખ કાપીને કડક હાથમાં મૂક્યો, તેથી દેવી પ્રસન્ન થઈ ને વર માગવાનું કહ્યું એટલે તે બોલ્યો કે, તું મારી સ્ત્રી થઈને રહે. દેવી બેલી અમે દેવતા ને તું મનુષ્ય પ્રાણુ આપણું લગ્ન થાય કેમ? તે બેઃ “મારામાં જે દૈવત દેખે તે મારું પહેલું માન્ય કરજે શક્તિ તે કરાર પ્રમાણે હરપાળને ઘેર ગઈ. તે રાજા સાથે લેખ કયાના સમાચાર તેણે દેવીને કહ્યા ત્યારે તેણે જાણ્યું કે હવે હરપાળનું દૈવત જેવાને લાગ આવ્યો છે નાના સાથે એ ઠરાવ હતું કે એક રાતમાં જેટલાં ગામે ગાગરખેડિયું અને તેરાણું બાંધે તેટલાં ગામ આપવાં. હરપાળે કહ્યું કે હું ગાગરખેડિયાં મૂકીશ અને તમે તેરણ બાંધજે. દેવિયે તે પ્રમાણે પડીથી આરંભ કરી છસ ગામે તોરણ બાંધ્યાં. ત્યારે હરપાળે કૉલ પ્રમાણે બાબરા ભૂતને બેલાવ્યો તેણે પિતાની સેના સહિત તેવીસસે ગામને ગાગરગેડિયાં મૂક્યાં. આ બનાવ બન્યા તેથી હરપાળનું દેવત જાણુ શક્તિ પરણું, નમસાલી ગામના રાવળ ઔદિચ્ય બ્રાહ્મણે એમને પરણાવ્યાં. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com