________________
ઝાલા રજપૂત-કેસર મકવાણે
૪૦૩ ઢળકતા હતા. તેના હાથમાં સવામણુ કહેડાને ભાલે રહેતા હતા. અને ધનુષ્યબાણ ધારણ કરેલાં હતાં. તે એક ઘોડા ઉપર બેઠે તે વિષ્ણુના વાહન ગરૂડના જે હતો. તે સામઈયે જઈ પહોંચ્યો, અને ત્યાંથી વછેરા લાવીને અને ભાટચારણને વહેંચી આપીને પિતાનું વચન પરિપૂર્ણ કરયું.
કેસરે જેશીને બોલાવીને પોતાની જન્મતારી બતાવીને પૂછ્યું: “મારે “આવરદા કેટલા વર્ષને છે ?” શિયે જોઇને કહ્યું –“તમારું મેત ઢુંકડું “આવ્યું છે. કેસર બેલ્યો “ધરને ખુણે હું મરી જઈશ તો કેાઈ મને ઓળખશે નહિ; પણ જે લડાઈમાં મરું તે મારું નામ રહે.”
આ પ્રમાણે વિચાર કરીને કેસર ફરીને સામઈયે ગયો અને હમીરની સાતમેં સાંઢ એની નદીની તીરે ચરતી જોઈ તે લઈ આવીને કીર્તિગઢના ભાટને આપી દીધી. તે પણ હમીરની સેના સામઈયેથી ચડી આવી નહિ. ત્યારે કેસર ત્રીજી વાર બહારવટે નીકળ્યો. તે સમયે દસરાનું પર્વ હતું, તેથી હમીરની દીકરિ અને વહુઓ રથમાં બેસીને સલ કરવા નીકળી હતી, ત્યાંથી કેસર તેમના રથ હંકાવી ગયો. તેઓને બધો મળીને ૧૨૫ સિયોને સાથ હતો. પછી હમીરે પિતાને કારભારી કીર્તિગઢ મોકલ્યો તે ત્યાં આવી પહોંચે ત્યારે કહ્યું –“એ ઢિયે તે હમીરની દીકરિયો અને વહુઓ છે માટે
જે રીતે લાવ્યા છે તે રીતે સાસરવાસ કરીને પાછી મોકલો.” ત્યારે કેસર હશીને બોલ્યો -“એ માલ તે પાછો નહિ મોકલાય. એ તે અમારા “ધરની રાણિ થઈ છે.” પછી કારભારી આવું ઉત્તર સાંભળી લઈને સામઈયે ગયે.
કેસરે પછી, કીર્તિગઢમાં જેટલા પિતાના ભાયાત હતા તેઓને લાવ્યા ને પોતાને માટે ચાર સુમરિયો રાખીને બાકીની અકેકી અકેકી હતી. એ હમીર બીજને કચ્છના જાડેજા રાજા જામ લાખા જાડાણીના કાકા હાલાજીના કુંવર હેથીજિયે લડાઈમાં મારયો.
જુ મારા લખેલા સમયવિજયના હસ્તલિખિત ગ્રન્થનું પૃ. ૧૧૯; ફારસી હિ. સ. ૮૦૦(ઈ. સ. ૧૪૦૦)માં આ હમીરને ગાદીએ બેઠાને સમય છે. ૨. ઉ.
૧ સાઢે અથવા ઊંટને સામટાં દેવી લાવવાની રીતિ એ છે કે ગમે તેને લોહીમાં લૂગડું પલાળી તે લાકડીની ટાંચે બાંધી દેરનાર સર્વે ઊંટ જુવે એમ ઉંચી રાખી દેડતે જ્યાં જાય ત્યાં તેની પછવાડે આખું ટોળું દેડતું જાય. ૨, ઉ.
૨ સુમરા રજપૂત હિન્દુ હતા, પણ અલાઉદ્દીન ખીલજિયે સુમરા, દુહા અને ચનેસરને જિતી સિન્ધનું રાજ્ય લીધું. તે પછી ઘણા સુમરા મુસલમાન થયા. ૨. ઉ.
૩ ચારમાં એક ત ચારણની દીકરી હતી. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com