________________
૪૦૦
રાસમાળા
રહેતા હતા. એક સમયને વિષે એક નાયકાએ મજરે કરતાં રાજાની મશ્કરી કરી તે ઉપરથી તેને પોતાના રાજ્યમાંથી દેશવટે દીધો. તે પણ તેના કાઠી પટાવતાએ તેને પિતાને ઉતારે બોલાવી અને જે ગાણુથી રાજાને ક્રોધ ઉપર્યો હતો તે જ ગાણું તેની પાસે ગવરાવીને ગમત કરવા લાગ્યા. આ વાત રાજાને જાણ પડી ત્યારે તેણે કાઠીઓને પણ દેશપાર કર્યો. તેવામાં મેરઠમાં ધોરાજીની પાસે ઢાંક ગામ છે તેમાં વાલા વંશનો રાજા રાજ્ય કરતે હતો. તેની પાસે એ કાઠી પટાવતો સિંધમાંથી નાશી આવ્યા અને તેના વતિયા થઈને રહ્યા. તેમનામાંનો એક અમરે પટગર કરીને કાઠી હતી, તેને એક ઘણી સુંદર દીકરી હતી તેનું નામ અમરાબાઈ હતું, તેને જોઈને વાલે મોહિત થયે, અને તેના બાપને કહ્યું કે એને મારી બહેરે પરણવો. અમરાએ કહ્યું કે હું પરણવું પણ તમારે અમારે રડે જમવું. પછી તે પ્રમાણે થયું એટલે વાલાના ભાઈયાતેએ એકસંપ કરીને, તે વટલ્ય એટલે તેને રાજય ઉપરથી કુહાડી મૂકો. પછી તેણે કાઠિયે સહિત બારવટું લીધું અને કાઠિયાએ તેને પિતાને નાયક ઠરાવ્યો અને ભૂમિયાઓ પાસેથી મુલ્ક લેવાની તેઓ વાલાના કહેવા પ્રમાણે યુક્તિયો કરવા લાગ્યા. સૂયૅપૂજન કરવાને પોતાના બાપદાદાને ધર્મ વાલે રાખી રહ્યો હતો, તે તેના વર્તિયા કાઠિયાએ પણ પાળવા માંડ્યો. એક વાર વાલો ઉઘતા હતા તેવામાં પોતાના ખેંચી લીધેલા ગ્રાસનું તેને સ્વમ આવ્યું, એટલે સૂર્ય તેને દેખા દઈને કહ્યું – “મારા ઉપર આસ્તા “રાખીને તું લડવાને જા, હું તને સાહાપ્ય થઈશ, તારો જય કરીશ, અને તે “મારી પૂજા કરવા સારૂ એક દેવાલય બંધાવજે.” શ્રી સૂર્યની સાહાયતાથી વાલો અને તેના કાઠી વયિોએ ઘણું ગામડાં જિતી લીધાં; અને બીજા તેને કહાડી મૂકવામાં આવી, તેમ છતાં કાઠી પટાવતાએ એ ગીત તેની પાસે નું ગવરાવ્યું એટલે તેમને પણ કુહાડી મૂકયા. તેઓ ત્યાંથી વાગડમાંના ગેડીના સેલંકી રાણા પાસે રહ્યા, ત્યાંથી કેટલીક પહેડી વીત્યા પછી એટલે સંવત ૧૪૦૩ માં કચ્છના જામ મુળવાજી સાથે કજિયે કરી તેને મારો એટલે તેના કુંવર કાયાજી ગાદી ઉપર બેઠા પછી ગેડીના રાણું ઉમી ઉપર ચડી જઈ તેને મારી અને કાઠિયોને કુહાડી મૂક્યા. તેઓ સૌરાષ્ટ્રમાં જઈ એભલવાળાને આશ્રયે રહ્યા. ૨. ઉ.
- ૧ એ કાઠિયો આઠ શાખાના હતા: ૧ માંજરિયા, ૨ એરિયા, ૩ નેહર, ૪ નાથા, ૫ પટગર, ૬ જેબિલિયા, ૭ ભાંભલા, કાઈ પારવા ફહે છે. ૮ બાબરિયાને બદલે કાઈ એલ કહે છે. ૨. ઉ.
૨ અમરાને બદલે કાઈ વિમલ પટગર કહે છે અને અમારા બાઈને બદલે રૂપ કહે છે. જે વાલાએ તેને પરણવા ઈછા કરી તેનું નામ વેરા વાલે તથા તેના બાપનું નામ ધન વાલો હતું. આ પરણેતરથી જે વંશ ચાલ્યો તે સખાયત કાઠી કહેવાય. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com