________________
૩૯૯
ચભાડ અને સેડાની લડાઈ કાઠી દુહા-જંગલ તેતર ઉડિયે, આવ્યો રાજદ્વાર;
ચભાડ સૌ ઘેડે ચડ્યા, બાંધી ઊભા બાર. “મુંજા તેતર માહરે, માગે દુજણ સાર; “ગર્વ ભયા ગૂર્જર ધણી, આપે નહિ એ વાર. પેહેલે પ્રહર ચડતડે, સેડાને સંગરામ; રત ઘેલે રતનાવતે, નિશ્ચળ કીધું નામ. “સંવત સાત પનોતરો, ટાઢાં યણ તીજ;
સોડાને ચભાડ શર, ધજવડ કીધી બીજ. પડ્યા ચભાહર પાંચસે, સોડા વીશું સાત;
એક તેતરને કારણે, અલ રાખી અખ્યાત. “ધ્રુવ ચળે, મેરૂ ડગે, ગમ મરડે ગિરનાર; “મરડે કેમ મૂળીધણું, પગ પાછા પરમાર.
થાન કાળો, ચઢગઠ, થર મૂળ વાસ;
“એ તે દે પરમારને, અવર ન દુજી આશ.” સાયલાને ઠકેર પડ્યો તેની બહેન વઢવાણુના વાઘેલા વહેરે પરવી હતી. તેણિયે પિતાના ભાઈને મારનારાઓનું વેર વાળવા માટે પિતાના સ્વામીને આગ્રહ કરયો; પણ વડલાએ સોડાના નાયકને કેલ આપો હતો તેટલા માટે તેનાથી ઉધાડાં પડાય એમ હતું નહિ. આ વેળાએ બે ભીલ નાયક આહે અને ફતે કરીને હતા, તે ગુજરાતમાં ઘણા બળિયા થઈ પડ્યા હતા, અને સાભ્રમતી નદીની બખોલમાં દુર્ગમ કિલ્લામાં રહીને વાઘેલાના દેશને નાશ કરતા હતા. વઢવાણના રાજાએ સેડાઓનું કાટલું કહીડવા સારૂ તેમને કહ્યું કે તમે આ ભીલના કિલ્લા ઉપર હલ્લો કરે. સેડ યુક્તિ રચીને આહા ભીલના કિલ્લામાં પેઠા ને તેને તથા તેના ઘણુ સાથીઓને ઠાર કસ્યા. પછીથી કતાની ઉપર તેઓ ચડ્યા ને તેને પણ પૂરો કર્યો. આ પરાક્રમના બદલામાં વઢવાણના વાઘેલાએ સોડાઓને મૂળી, થાન, ચોટીલા અને ચેબરી એવી ચાર ચોવીશિયો અથવા ચોવીસ ચોવીસ ગામના માહાલ આપ્યા.
કાઠિયા, સિંધનાં સુમરા જામના પટાવત હતા અને પાવર ધરતીમાં ૧ ફાગણ વદ ૩ સંવત ૭૧૫. ૨ ઉપલી ત્રણ લીટીઓ અસલમાં નથી.
૩ પાવર ધરતી કરછમાં છે, માટે સિંધના નહિ પણ કચ્છના સમા (જાડેજા) રાજાના કાઠિયો પટાવત હતા. જામ લાખા ફુલાણીના દરબારમાં ડાહી હમારી નામની ઢાઢણ ગાયન કરનારી હતી તેણે એક વાર જામ લાખાની નિંદાનું ગીત ગાયું તે ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com