________________
સેાલંકી વંશના ગા; સાડા પરમાર
પ્રકરણ ૨ જીં
વાઘેલા, લુણાવાડાના સેોલંકી, સોડા પરમાર, કાઠી, ઝાલા, ઈડરના રાઠોડ, પીરમના ગાહિલ
૩૯૭
""
સાલંકી વંશનું થડ ઉખડી ગયું હતું ખરૂં પણ “ પેાતાના સમાન વડના ઝાડની પેઠે ” તેની મૂળિયા અથવા શાખાએ (વડવાયે) ભેાંયમાં જડાઈ ગઈ હતી. ગુજરાતની સીમાની પેલી પાર વાધેલાની એક શાખાએ ગાંડવાામાં એક પ્રાન્તને પેાતાનું નામ આપી વાધેલખંડ અથવા આધેલખંડ હેવરાવ્યે એમ ક્હેવાય છે; અને મેવાડના એક સામંત રૂપનગરના ઢાકારને કિલ્લા જે તે દેશમાં જવાના રસ્તામાંથી એક માર્ગને નાકે આવેલા છે અને સીમાના કજિયા વિષેના ઇતિહાસમાં જેનું કુટુંબ પ્રખ્યાતિ પામેલું છે, તે હજી સુધી દાવા કરે છે કે અમે સાલંકી લાહીના છિયે, અને મહાન સિદ્ધરાજના સાંગ્રામિક વિજયનાદ કરવાવાળા શંખ તેની પાસે છે તે વિષે અભિમાન ધરાવે છે કે વંશપરંપરા વારસાની રૂઈયે તે મારે સ્વાધીન આવ્યા છે.
ગુજરાતમાં તે એમ જણાય છે કે, વાધેલા પ્રથમ સાભ્રમતીની પશ્ચિમ ભણીનાં પરગણામાં અને ભાલમાં વસ્યા, તથા તેમ જ ત્યાર પછી જે દેશ આલાવાડ કહેવાયા તેમાં પણ વશ્યા, ત્યાં, આપણા જોવામાં આવે છે કે તેમનામાંથી એક ઢાકારે વઢવાણમાં સ્થાપના કરી, અને સાયલામાં પોતાના બળવાન પટાવત સ્થાપ્યા. તે પણ તેએ તેમની આ છેલ્લી કળજાની જગાએથી ઝાલા અને બીજાએનાથી ડરીને થાડા કાળ પછી પાછા ગયા અને અહંમદશાહની કારકીર્દિમાં, લાલ અને સાણંદનાં પરગણાં જે મુસલમાન લેાકેાનાં હથિયાર પ્હોંચે એમ મ્હાં આગળ પડેલાં હતાં ત્યાં વસેલા આગળ ઉપર આપણા જોવામાં આવશે.
સોલંકીની બીજી શાખા વીરભદ્રાજીના નાયકપદે મહી નદી ઉપરના વીરપુરમાં સ્થપાઈ, ત્યાં અવતલ માતાને ડુંગરે તે વસ્યા. અને વીરપુરા સાલંકીના નામથી ઓળખાવા લાગ્યા. આ શાખા વિષેની ખીજી વધારે હકિગત અમારી પાસે નથી, પણ ભાટની પાસેથી મળેલા વૃત્તાન્ત છે તે ઉપરથી જણાય છે કે, તેઓ ઈ સ૦ ૧૪૩૪ માં લુણાવાડામાં વસ્યા, તે શહર તેમણે શ્રી લુણેશ્વર મહાદેવના પ્રતાપથી વસાવ્યું.
સાલંકી વંશના ખીજા કપેલા ફણગા ચુંવાલના કાળી ઢાકારેામાં જોવામાં આવે છે તે વિષે અમે હવે લખિયે છિયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com