________________
૩૯૬
રાસમાળા
જુલમ ગુજાર્યો હતો તેઓ આ સમય સાધીને વેર લેવા સારૂ પ્રાન્તના પરદેશી અમીરો સાથે મળી ગયા તેથી શમસુદ્દીન હાર્યો અને માર્યો ગયો. ફરહત-ઉલ-મુકને ત્યાર પછી સૂબાગીરી મળી, ને તે ઈ. સ. ૧૩૮૭ની સાલ સુધી તેની પાસે રહી. ત્યાર પછી તે વર્ષમાં તેની જગ્યાએ બીજે સૂબે ઠો તેણે પણ બંડ મચાવ્યું, અને તેના ભેગા પરદેશી સરદારે મળી ગયા તેથી ફરહતે પોતાની જગ્યાએ કરેલા સૂબાને હરાવીને ઠાર કર્યો. ત્યાર પછી ગ્યાસુદીન તુઘલખે તેને ગુજરાતની સૂબાગીરી ઉપર કાયમ કર્યો. એટલે ઈ. સ. ૧૩૯૦ સુધી કારભાર ચલાવ્યું. ત્યાર પછી સ્વતંત્ર થઈ પડવાની આશાએ તેણે ફરીને બંડ મચાવ્યું. તેણે પિતાની મતલબ સાધ્ય કરી લેવાની આશાએ હિન્દુઓના ધર્મને પુષ્ટિ આપીને તેઓને રીઝવવાની તે યુક્તિઓ કરવા લાગ્યા. તે ઉપરથી ધમધ મુસલમાન લેકને ડર લાગે અને તેમણે પાદશાહને અરજી લખી મોકલી. તેમાં ગુજરાતના સૂબાની રાજ્ય ચલાવવાની રીતિ વિષે અને મુસલમાની ધર્મને કે લાગે એવી તે વર્તણુંક ચલાવતા હતા તે વિષે જાહેર કર્યું. તે ઉપરથી હિન્દુ લોહીને તાક અથવા તક્ષક જાતિને એક દરબારને ઉમરાવ હતો તેને મુઝફફરખાનને ઈલકાબ આપીને ગુજરાતને સૂબો ઠરાવીને મોકલ્યો; અને તેનું માપ વધારવાને માટે રાજાથી ધારણ થાય એવાં રાજચિહ– રાજછત્ર અને ભગવા રંગને શમિયાન એ બે વાનાં અર્પણ કર્યા. મુઝફફરખાન ગુજરાતમાં પેશીને રાજધાનીની લગભગ આવી પહોં, એટલે તેને સામાવાળિયો મુખ્યત્વે કરીને હિન્દુઓથી ભરચક થયેલી સેના લઈને તેને સિદ્ધપુર આગળ મળે. ત્યાં આગળ લડાઈ થઈ તેમાં ફરહત ઉલ-મુક હાર્યો અને માર્યો ગયો. એટલે મુઝફફરખાને પિતાના પાદશાહને નામે અણહિલવાડના રાજ્યની લગામ પિતાને હસ્તગત કરી. (ઈ. સ. ૧૯૯૧)
૧ એનું બીજું નામ નિઝામ મુકર હતું, એને ગુજરાતને સૂબે બનાવ્યો તે વેળાએ લેખ લખાયે. તે વિષે ફિલિસ્તાના લખવા પ્રમાણે પાદશાહે પોતાના હાથે લખ્યું-“હમારા બિરાદર, મજલીએ આલી, ખાને મહઝમ, ઇન્સાફી, સખાવતે “ભરપુર, જંગે બહાદુર, શહાનશાહત અને મહજ બે પાલનહાર, ઇસલામ, અને “ઈસલામીના શણગાર અઇન-ઉલ-મુમલક્ત.”
૨ એને રાસ્તીખાનને ખિતાબ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com