________________
મુસલમાનેાની કારકીર્દિને પ્રારંભ
૩૯૩
ઠેકાણે નિમાયા, પણ તેને અધિકાર સ્થિર થયાને થાડી વાર થઈ નહિ એટલામાં પરમારાનું ટાળું ભેગું કરીને તેણે બંડ મચાવ્યું તથાપિ ગૂજ રાતમાં પાદશાહના ખીજા ઉમરાવા હતા તેએએ હથિયાર પકડીને તેને હરાવ્યા અને કેદ કરીને દિલ્હી માકલી દીધા. મલેક વજીહુદ્દીનઃ કુરેશી એક શૂરા અને ચંચલ સરદાર હતા તેને હિંસામુદ્દીનની જગ્યાએ ગૂજરાત મેકક્લ્યા; તેણે આવીને દેશમાં શાન્તિ ચલાવી દીધી. તેમ છતાં પણ તેને પાછા ખેાલાવીને મલેક ખુશરૂ જે હિંસામુદ્દીનના સગા થતા હતા, અને જે કેટલીક વાર સુધી પાદશાહને માનીતા થઈ પડ્યો હતો તેને ગુજરાતને સૂત્રેા ઠરાજ્યે. પણ તે લાલે કરીને પેાતાના ધણીની ગાદી છીનાવી લેવાના ખેતમાં હતા તેથી તેણે જાતે આવીને સુખાગીરી (?) કરી હાય એમ જણાતું નથી. મુબારક ખીલજીને ઈ સ ૧૩૨૧ માં મલેક ખુશરૂએ મારી નાંખ્યા. તે પેાતાના વંશને છેલ્લા બાદશાહ હતા.
ગ્યાસુદ્દીન તુધલુખના વારામાં તાજુલમુલ્કને ગુજરાતના રાજ્ય ઉપર સૂએ ઠરાવ્યા હતા તે એવા હેતુથી કે, “એ ત્યાં જઈ ને તે દેશ તાબામાં કરી લે.” અને મહંમદ તુધલુખના વારામાં અહંમદ્રુપ અયાઝને ગૂજરાતની બાગીરી આપી મલેક સુકખીલને તેને વજીર ઠરાવ્યા. આ વેળાએ ખીજા કેટલાક સરદારાને ગુજરાતમાં જાગીરે મળી, તેમાં એક મલિકકુત્તુજાર, અથવા વ્યાપારીયાના મુખ્ય એવા એલકાખવાળા હતા તેને સુરતની નીચેની નવસારીની જાગીર મળી. ઇ. સ. ૧૩૦૭ માં તુમુશરીનખાન કરીને એક
૬
૧ પછવાડેથી તેને પાછા ખેાલાવીને કુતુબુદ્દીન સુખાર શાહે પેાતાના વજીર બનાવીને તેને તાન્નુમુલ્ક એટલે દેશના મુકુટ એવા ખિતાખ આપ્યા.
૨ અંતે એક માના દીકરા હતા.
૩ તારીખે ફિરોઝશાહી અને મિરાતે અહમદી'માં લખ્યા પ્રમાણે ગાઝી ઉલ મુલ્ક નામે અમીર હતા તેને ગ્યાસુદીન તુલુખશાહ ખિતાબ ધારણ કરાવીને અમીરાએ ગાદીએ બેસાડ્યો.
૪ ‘મિરાતે અહમદી માં તાન્નુદ્દીન જાફરને ગુજરાતના સુબા ઠરાવ્યાનું લખ્યું છે. ૫ ખાજે જહાનના અકાબ આપીને પાદશાહે તેને ગુજરાતના સિપાહસાલાર (સેનાપતિ) મનાવ્યા. અને અહમદ અયાઝનેા ગુલામ મલેક સુખિલ હતા તેને ખાનેજહાનના ખિતાબ આપીને ગુજરાતના વઝીર બનાવ્યા; તથા અખતિયાર નામના કોઈ લધા હતા તેને સુલ્તાન તથા ગુજરાતની સૂખાગીરી આપી, એમ ફરિશ્તાએ લખ્યું છે.
૬ મલેક ઇફ્તખારના ખિતાબ મલેક શાહબુદ્દીનને આપેલા તે આ રાખ્યુ છે. વાંચવામાં ભૂલ થવાથી મલેક કુત્તેજાર લખાયું છે. ૨. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com