________________
૩૯૨
રાસમાળા
અસલ તેમનાથી જે ઉત્પન્ન થયાને ડાળ ધરાવનારા ઠાકારો બાકી રહેલા પ્રદેશ ઉપર પ્રસરી ગયા. તેમાં ગાહિલ રજપૂતે વિખ્યાતિ પામેલા હતા. તેઓ ગાધા અને પીરમ તથા દરિયા કિનારા ઉપરના પ્રાન્ત જે તેમના નામ ઉપરથી ગાહિલવાડ કહેવાયેા તેના ધણી હતા.
આ હિન્દુ સંસ્થાને બંધાયાં તેનું વર્ણન કરવું એ અમારા મુખ્ય વિષય છે. તેઓને મુસલમાન ઇતિહાસકારોએ તે કાફર, રાજદ્રોહી, અને બંડખેારના ઉપનામથી ધણા ખરા વર્ણવેલા છે. તેય પણ તેઓ જેવું લખી ગયા છે તે જ પ્રમાણે અમે અત્રે તેમના જ શબ્દોમાં દાખલ કરિયે છિયે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, અલ્લાઉદ્દીન સરખાના સરદારાથી પણ તેના ઉપર જિત મેળવી શકાઈ નથી, તેમ જ તેની પછી થનારાઓએ તેના તે જ ઉદ્યમ ચાલુ રાખ્યા છતાં, આગળ ઉપર આપણા જોવામાં આવશે તે પ્રમાણે તે સંપૂર્ણ રીતે પેાતાની ઈચ્છા પૂર્ણ કરી શકયા નથી.
અલ્લાઉદ્દીનના મરણ પછી મલેક કાફૂર થાડી વાર સુધી રાજ્ય બથાવી પડ્યો હતો. તેના મરણ પછી અલ્લાઉદ્દીનને શાહજાદો મુખારક ખીલજી ઈ સ૦ ૧૩૧૮ માં દ્દિલ્હીની ગાદી ઉપર બેઠે, અને તેના રાજ્યના વ્હેલા જ વર્ષમાં ફેરિસ્તાના લખવા પ્રમાણે ગૂજરાતમાં ચેાગરદમ ખળવેા ઉઠયો હતા તે બેસારી દેવાને તેણે મલેક કમાલુદ્દીનને મેકલ્યા. પણ તે ગુજરાતમાં ગયા તે તરત જ લડાઈમાં માણ્યો ગયા, એટલે ઈનુલમુલ્ક મુલ્તાનીને બીજી ફ્રીજ આપીને મેકક્લ્યા. એ સરદાર ધણા વખણાયેલા અને કુશળ હતા. તેણે રાજદ્રોહી લેાકેાને હરાવ્યા, તેએાના સરદારાને કાપી નાંખ્યા અને દેશમાં શાન્તિ કરી દીધી. ત્યાર પછી પાદશાહે ગુજરાતનું રાજ્ય પોતાના સસરા અરખાનને સોંપ્યું. ઝફરખાન ફેોજ લઈને અણહિલવાડે ગયા ત્યારે તે ત્યાં પાછું ફરીને ખંડ મચી રહેલું હતું. તેણે બંડખારાને પરાજય કર્યો, તેની જાગીર જપ્ત કરી લીધી, અને તેમની પાસેથી લૂંટી લીધેલા ખજાનેા પાદશાહને મેાકલાવી દીધેા. આ સરદાર રાજ્યને મુખ્ય સ્માશ્રય આપનારા હતા અને તે કશા વાંકમાં આવ્યા ન હતા, પણ પાદશાહ ઢંગ વિનાના હતા તેથી તેણે તેને પાછા ખેલાવીને મારી નાંખ્યા. ત્યાર પછી પરમાર કામના વટલેલા એક હિન્દુ સરદારહિસ્સામુદ્દીન કરીનેં હતા તે તેને
૧ સલેકે દુનિયા એનું પ્રથમ નામ હતું, તેને ઝફરખાને ફતેહના સરદાર એવે ખિતાબ આપવામાં આવ્યા હતા. તેણે આવ્યા પછી ત્રણ ચાર માસમાં અંદેાખસ્ત કરી દીધો. “મિરાતે અહમદી.
"
..
ર, ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com