________________
આબુ પર્વત.
૩૬૯ ઢગલામે થાય છે. તેમાં ચમેલી અને પ્રતિ વર્ષે થનારી વિવિધ જાતિથી તે છેક ગોખરૂ સુધીની નીપજ થાય છે. કુલઝાડ માંહેલું મહટામાં હેટું સોનેરી ચંપાનું ઝાડ જે મેદાનમાં કોઈક જ જગ્યાએ જોવામાં આવે છે, “અને જે એળીયાની પેઠે સૈકામાં એક વાર લે છે એમ કહેવાય છે તે કાળથી “ભરેલું, હવાને સુગંધમય કરી દેતું સો સે વાર છેટે જોવામાં આવે છે. “ટૂંકામાં કહિયે તે, તે આ પ્રમાણે છે(દુહા.)-વન, ગહવર, ને હેળિયાં, પલવ, મેવા, થાય;
ટ્ર, પર્વત દ્રાક્ષ ને ખેતર બહુ શોભાય. જૂની પણ બની પત્રમય એવી કેટની ભીંત; જેઓ પર તાજો રહી નાશ વયે બહુ રીત. દુર્ગ રાયવણ ત્યાં રહી, છેલ્લી કરે સલામ;
સૌ સુંદરતાનું બન્યું એવું મિશ્રણ ઠામ.” નખી તલાવ ઘણું રચનાભરેલું છે; તેની વચ્ચે લિલોતરીવાળા બેટ આવી રહ્યા છે અને તેમાંથી તાડનાં ઝાડ પોતાનાં માથાં લહેંકાવી રહ્યાં છે. આસપાસ વનની ઘટાવાળા ખરાબા વિંટળાઈ રહેલા છે. કર્નલ ટોડે તે જોયું ત્યારે “તેમાં જળકૂકડિયો તરતી હતી. તેમનું ધ્યાન માણસ ઉપર ન હતું અને “માણસનું ધ્યાન તેમના ઉપર ન હતું; કેમકે આ પવિત્ર પર્વત ઉપર પારધીની
બંદુક કે માછીની જાળ એમાંથી એકેયની કોઈને ખબર નહતી; “તારે કોઈને “ધાત કરો નહિ એવી ઈશ્વરી આજ્ઞા અહિં વર્તાતી હતી, અને તેને જે “ભંગ કરતું હતું તેની શિક્ષામાં તેનું મરણ હતું.” આબુ પર્વતના આ તળાવની આસપાસ કેટલાક દિવસથી યુરોપીયન લેકાનાં રહેઠાણ થયાં છે; તેની પાસે મંદવાડ ભેગવી ઊઠેલા અંગ્રેજી સિપાઈને રહેવાને સૈન્યશાળા બાંધી છે! અને અચળેશ્વર તથા આદિનાથનાં દેવાલયોની સાથે પવિત્ર પર્વતના ભગવટાની હરીફાઈ કરનાર ક્રિશ્ચિયન લેકેનું એક દેવળ છે.
આબુ પર્વતની તલાટી આગળ અણુદરા ગામ છે, ત્યાંથી અને પાસેની ડીસાની છાવણથી ઉપર ચડવાને એક પહોળા અને સારી રીતે બાંધેલો રસ્તો છે તે નખી તલાવ આગળ આવી મળે છે. આ રસ્તે થઈને ઉપર ચડવાનું સવળ પડે છે.
નખી તળાવની પાસે દેલવાડા અથવા દેવોનો સમુદાય છે. વિમળશાહ
૧ ચંપે પ્રતિ વર્ષ પૂલે છે; સે વર્ષે એક વાર લત નથી. ૨. ઉ.
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com