________________
અલ્લાઉદ્દીન ખુનીની પડતી
૩૮૯ “હુકમ પ્રમાણે થવા લાગ્યું. તે પણ એને રાજ્ય વિષે એવું લખેલું છે કે “એની વેળામાં રાજ્યની જેવી ચડતી કળા થઈ તેવી કદિ થઈ નથી; છેક “આઘના પ્રાન્તોમાં વ્યવસ્થા અને ન્યાય વર્તાઈ ગયાં, અને દેશમાં શેભા “વધવા લાગી. મહેલ, મસજદે, પાઠશાળાઓ, જ્ઞાનશાળાઓ (હમામખાના), “મિનારા, કિલા અને સર્વ જાતની સાર્વજનિક અને ખાનગી ઈમારતે જાણે “જાદુથી થતી હોય એમ બનવા લાગી. એના રાજ્યમાં વિદ્વાનોને જેવો “મેળાવડે થયો હતો તેવો કોઈ કાળે પણ થયું ન હતું.
પણ પાદશાહ તેના મહિમા અને સત્તાની રેંચે પહોંચ્યો હોય “એમ દીસવા લાગ્યું; અને જેમ સર્વ વસ્તુ નાશવંત છે અને નિરંતરપણું
માત્ર ઈશ્વરને જ છાજે છે, તેમ આ પાદશાહની ચડતી કળાની પરિપૂર્ણતા “હવે પડી ભાંગવાની અણી ઉપર આવી પડી, અને તેના રાજ્યનું તેજ ઝાંખું “પડવા લાગ્યું” મલેક કાર, જે એક હજાર દિનારે ખરીદાયેલો ખંભાતને. ગુલામ હતો, અને જેને તે રાજનીતિથી ઉલટાં અને જુલમભરેલાં કામમાં આંધળો થઈને આશ્રય આપતો હતો, તેથી ઉમરાવને અરૂચિ ઉત્પન્ન કરાવી હતી અને લેકેમાં સર્વત્ર અસંતોષ ઉપજાવ્યો હતો, તેને સ્વાધીન પિતાના સર્વ રાજકારભારની લગામ તેણે સેંપી દીધી. મલેક કાફૂર ઘણા દિવસથી રાજ્ય લઈ લેવાનું તકાતે હતા, તે હવે પાદશાહના વંશને છેડે આણવાના ઉપાય યોજવામાં ખરેખર ગુંથાયો. દેવલદેવીને ધણું ખીજરખાન, અને તેના બાપના રાજ્યને નાશ કરનાર અલપખાન એ બે સુલતાનને જીવ લેવાને સલાહ કરે છે, એવું તેમના ઉપર તેહેમત આણીને તે બન્નેને ઘાટ તેણે પહેલે ઘડ્યો, અને લુચ્ચાઈની તથા દુષ્ટ બુદ્ધિની જાળ માત્ર ઈયાને હાથ વણી શકે એવી તૈયાર કરીને તેમાં તેઓને સપડાવી દીધા. આ વેળાએ સર્વના મનમાં રાજ્યના સામું બંડ મચાવાને અગ્નિ, જે ઘણે દિવસથી ધંધવાયાં કરતે હતે, તે બહાર ફૂટીને સળગી ઉઠવાનો પ્રારંભ થવા માંડ્યો અને જે ગૂજરાતની ભૂમિએ વનરાજના ક્રમાનુયાયિની આજ્ઞા માન્ય કરેલી તેઓનું વૈર લેવા તેમના નાશ કરનારની ચિતા સળગાવવાને જાણે પહેલ કરતી હોય, તેમ તેની પહેલી ચિનગારી ગૂજરાતમાં સળગી અને આખી ગૂજરાત બંડ કરવાને ઉઠી. આ બંડ બેસારી દેવાને સુલતાને કમાલખાન નામના એક પ્રખ્યાત સરદારને મોકલ્યો, પણ મારી નાંખેલા અલપખાન સૂબાના માણસોએ
* શેકસપિયરના “આથેલો” નામના નાટકમાં ઈયાનું કાવતરું ઘણું આશ્ચર્યકારક છે. જુવે અમારું શેક્સપિયર કથાસંગ્રહનું પુસ્તક. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com