________________
દેવલ દેવીનું સપડાવું
૩૮૭ આખરે જેને આવી ચમત્કારિક રીતે શોધ લાગ્યો, તે કેણ હતી અને તેને મર્તબે શો હતો તે તેઓના જાણવામાં આવી ગયું. તેઓ અણહિલવાડની રાજકન્યાને માનથી અને સંભાળથી અલપખાનની છાવણીમાં લઈ ગયા. જે પાદશાહ ઉપર આ કન્યાની માતા અતિ ઘણું સત્તા ચલાવતી હતી, તે પાદશાહને આ લૂંટમાં મળેલી વસ્તુ અર્પણ કરવામાં આવશે ત્યારે તે કે રાજી રાજી થશે તે એ સરદાર સારી પેઠે જાણતા હતા. તેથી પિતાને લશ્કરી દમામ આગળ ચલાવવો નહિ એવો નિશ્ચય કરીને તે ગૂજરાત આવ્યો, અને આ જુવાન કુંવરીને લઈને દિલ્લી જઈ બેગમના હાથમાં સ્વાધીન કરી. તે રાજધાનીમાં આવી પહોંચી નહતી તેના પહેલાં તે, પિતાની તુલના થાય નહિ એવી સુંદરતાને લીધે અલાઉદીનના શાહજાદાનું હૃદય તેણે જિતી લીધું હતું. તે તેની સ્ત્રી થઈ અને કેટલીક મુસલમાન સુંદરિયો જે પદ મેળવવાને બેશક આતુર થઈ રહી હશે, તે પદ તેણે મેળવ્યું. તે પણ, જેવામાં રાજસભાની વચ્ચે તેના મોહિની રૂપનાં વખાણ ગાજી રહ્યાં હતાં, અને અમીર ખુશરૂને સતાર ખીજરખાં અને દેવલ દેવીના ઉત્કૃષ્ટ
૧ એક સાહર એટલે કવિ હતા તેણે “ઈશ્કિયા” એવા નામની કીતાબ બનાવી છે, તેમાં ખીજરખાં અને દેવલ દેવીના પ્રેમનું વર્ણન છે તે આ રીત:૧ દેવલ રાની હસ્ત અંદર ઝમાંનાં ઝતાસાને હિંદુસ્તાં યુગોનાં ૨ બરમે હિંદવી અઝનામ નાબશ દાઅવલબૂક દેવકી ખિતાબશ ૩ અનામે પરીચું દેવરાહ દાક્ત કિશું બદાઝમાં દેવસ નિગહદાસ્ત ૪ ચુનાંરમી બદિલ કરદમ મરાઆત કિઅઝ હિંદી અલેમ બરગલ બહિદાત ૫ થકી ઇતત દરે બફગંદમ અઝકાર કિદેવલરા દર કદમ બહનજાર ૬ દેવલ ચુંજમા દેલતહાસ્તિ દરશમા દરનામાસ્ત દેલતા બસી જમા ૭ ચુરાની બદ સાહિબ દોલતા કામ દેવલરાની મુરક્કમ કર્દમણ નામ ૮ ચુનામે માં બનામે કેસ્ત ઝમશુલ ફલક દર ઝિલે ઇ હર અલમ શુદ ૯ ખિતાખે છે કિતાબે આશકી મહર દેવલ રાની ખિજરખાં માંદ દરદહર.
અર્થે. ૧. રાણી દેવલદેવી આ વખતમાં હિન્દુસ્તાનમાં મેર પક્ષીઓમાં એક્કો છે એટલે
કે સાંદર્યમાં સર્વોપરી છે. ૨. હિન્દુસ્તાનની રીતને અનુસરી દેવલદેવી એવા નામ મુબારકથી સર્વોપરી ઇલકાબ
તેને મળ્યો હતો. ૩. આ પરીના નામ ઉપરથી દેવામાં રસ્તે નીકળ્યો અને એ નામના મંત્ર થકી
બંધાયેલા છે તેની રક્ષા કરવા લાગ્યા. ૪. તે જ રીતને અનુસરી મેં પણ અંતઃકરણથી તેની નિગેહબાની કરી, અને હિન્દુ
સ્તાનની સઘળી સિયો ઉપર તેનું નિશાન ફરકયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com