________________
કર્ણ વાધેલાની અલપખાનની સામે ટક્કર
૩૮૫
મહેનત બ્યર્થ ગઈ. આણીમગ આ પ્રમાણે અણુહિલવાડના છેલ્લા રાજા પછવાડેથી નિરાશ થવા જેવા કજિયા સામેા શૂરવીરપણાથી ટકાવ કરતા હતા તેવામાં, એક ખીને રાજા જે જાતના મરાઠા હતા અને કહ્યું રાજાના સુખના દિવસેામાં ચાલુક્ય વંશની કુંવરી સાથે લગ્ન કરવાને જે બરાબરિયા ન હતા તેણે સમય એળખીને, દેવલદેવી પેાતાને વ્હેરે પરણાવવાને તેને પ્રાર્થના કરવા માંડી, અને તેણે એવી આશા રાખી કે, કર્ણે રાજા ખેદ પામતા પામતા પણ આવી એપટીની વેળામાં મારું સ્વીકારશે. દેવગઢનાર રાજા શંકર દેવ આ માગું કરતા હતા તે ધણા દિવસથી દેવલદેવી સાથે પરણવાની આશા રાખતા હતા. તેને ભાઈ ભીમ આ વેળાએ કર્યું રાજાની પાસે ભેટ લઈને આવ્યા, દેવગઢ ભણીથી તેને આશ્રય આપ્યા, તથા તેને સમજાવીને કહ્યું કે લડાઈનું કારણ માત્ર તમારી કુંવરી છે, તે તેના ધણીને સ્વાધીન તેના રક્ષણ નીચે જશે, એટલે મુસલમાનને સરદાર ધારશે કે હવે આપણી મતલબ બર આવવાની નથી, તેથી તે નિરાશ થઇ ઉત્તર હિન્દુસ્થાન પાછા જશે. આ રાજાના આશ્રય ઉપર કર્ણે ધણા ભરોંસા રાખ્યા—— તે બૂડતા માણસને ઝાલવા તણુખલું નાંખે તેના જેવા હતા; વળી તેણે વિચાર્યું કે ધિક્કારવા લાયક અને દ્વેષ કરવા યેાગ્ય મ્લેચ્છના કરતાં, નીચા કુળના હિન્દુ કંઈક ઠીક છે, તેથી તેણે ખેદ પામતાં છતાં પણ શંકર દેવને પેાતાની પુત્રી દેવાનું માન્ય કર્યું.
પણ આ ગેાઠવણ કશા કામની રહી નહિ. કર્ણના ભાગ્યમાં માનભંગને પ્યાલે! કલંક મ્હોંચતાં સુધી પીવાનું સરજ્યું હતું. દેવલદેવીના લગ્નને ઠરાવ સાંભળીને અલપખાનને ધણી ચિન્તા ઉત્પન્ન થઈ, અને એ ઠરાવ પેાતાની કસુરથી થયા હશે, એવું સુલ્તાનના મનમાં આવે નહિ એટલા માટે કુંવરીને, ઉત્તર હિન્દમાં જતાં વ્હેલાં ગમે તે કરીને પણ કબજે કરવાના તેણે નિશ્ચય કહ્યો. કૌલાદેવીની પાદશાહ ઉપર કેવી સત્તા હતી, તે એ સારી પેઠે જાણતા હતા; તેથી તેને ડર લાગતા હતા, અને જાણતા હતા કે મારી જિતની ઉપર મારા જીવને આધાર વ્હેલા છે. તેણે પેાતાના બીજા સરદારાને આ વાત જાહેર કરી, અને પેાતાના જેટલું જ ોખમ સર્વને માથે છે, એવું તેઓને ગળે ઉતારીને, તેઓને એકમત કરીને તેઓને આશ્રય સંપાદન કરી લીધેા—
૧ ચંદ્રવંશી યાદવ શાખાના રજપૂત મરાઠે.
૨ શંકર દેવ જે “દેવગિરિ યાદવ”ના કુળના હતા, તેનું વર્ણન રેાયલ એશિયાટિક સાસાયટીના પુસ્તક થાને પૂર્ણ ૨૬મે છે. વળી જુએ પાછળ વાઘેલા વંશનું પરિશિષ્ટ. ર્. ઉ.
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com