________________
૩૮૪
રાસમાળા
ખાઈ કરવા જેવા થઈ પડ્યો હતેા. તેને ઈ સ૦ ૧૩૦૬ માં "" મલેક નાયબ”ના ખિતાબ આપ્યા અને પ્રખ્યાત કામદારાવાળી એક સેના કે જેના ભાગ્યમાં દક્ષિણ હિન્દુસ્તાનના દેશ જિતી લેવાનું લખેલું હતું તેના સેનાપતિ ઠરાવ્યેા. ખીજા પ્રાન્તના સૂબાએને પણ દક્ષિણની જિત કરી લેવામાં સામેલ રહેવાને સૂચના કરવામાં આવી હતી, તે પ્રમાણે ગુજરાતના સૂબેદાર અલપખાનને પણ હુકમ થયા હતા. કૌલા દેવી જે અલ્લાઉદ્દીનની માનીતી બેગમ થઈ પડી હતી, તેના જાણવામાં આ ચૂડાઈની વાત આવી ત્યારે તે સુલતાનની પાસે ગઈ, અને તેના ગુલામ પાસેથી એક કામ કાઢી લેવાની તેને પ્રાર્થના કરી. તેણે કહ્યું કે હું કેદ પકડાઈ તેના વ્હેલાં મારા રજપૂત ધણીના પેટની મારે એ કુંવરયા હતી. તેમાંથી મારા સાંભળવામાં આવ્યું છે કે મ્હાટી તા મરણ પામી છે, પણ દેવળ દેવી કરીતે જે ન્હાની છે તેને મારાથી વિખુટી પાડી ત્યારે તે માત્ર ચાર વર્ષની હતી, માટે મારા ઉપર મહેરબાની કરીને સરદારાને એવા હુકમ આપો કે દેવળ દેવીને શેાધી ઠ્ઠાડીને દ્વિલ્હી મેાકલાવી દે. મલેકનાયબ કાકુરને મુલતાને તે પ્રમાણે હુકમ કરો, એટલે તેણે આવીને સુલતાનપુર મુકામ કચ્યો, અને દુખિયારા કર્ણ રાજા જે નાસીને ભાગલાણુ ગયા હતા ત્યાં તેને ક્ડાવ્યું કે દેવલદેવી કુંવરીતે અમારે સ્વાધીન કરે, નહિ તે અમારી ફેાજ સામા લડવાને તૈયાર થાઓ. રજપૂતને પેાતાની પ્રિય પુત્રી હલકે ઠેકાણે આપવામાં દિલમાં દુઃખ લાગે ખરૂં, તેાય પણ માથે આવી પડે, એટલે જ્યારે આકાશમાંથી અગ્નિને વર્ષાદ વરસે, ત્યારે બાપે પેાતાનાં બાળકાના સાધનથી પોતાનું રક્ષણ કરવું,” એ દિલગીરીભરેલી હેવત પ્રમાણે કરવું પડે, પણ તેમ કરવાનેા હજી સુધી ખરેખરા સમય આવ્યેા ન હતા. ભીમદેવના વંશના, સિંહહૃદયી સિદ્ધરાજના ખરેખરા ક્રમાનુયાયી એવા જે કહું રાજા, તે પેાતાની સર્વ પ્રકારની દુર્દશામાં પોતાની જાતિની લાજ રાખી રહ્યો, અને ઉપર પ્રમાણેની માગણી કાઈ પણ સાધનથી કબૂલ કરે એમ બન્યું નહિ. કાફૂરને લાગ્યું કે ધાયલ થયેલા સિંહની પેઠે શત્રુની સામે મુખ કરનારા અણુહિલવાડના ભાગ્યહીણુ રાજાને ધમકી આપવાથી કંઈ ફળ થવાનું નથી તેથી તેણે પેાતાની કૂચ જારી રાખી, અને અલપખાનને આજ્ઞા કરી કે ગૂજરાતની ફાજ લઈને ધારેલી ઈચ્છા પૂરી કરવાને સારૂ તમારે બાગલાણુના પર્વત ભણી પ્રયાણ કરવું.
અલપખાનના સામા કર્યું રાજા થયેા. તેણે બે મહિનાની મુદત સુધી જીવની દરકાર કહ્યા વિના શૂરવીરપણાથી તેના સામી ટક્કર લીધી. એટલી વારમાં કેટલીક લડાઈ થઈ અને રસ્તો કરાવવાની અલપખાનની સર્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com