________________
૩૮૬
રાસમાળા
સર્વ બંબસ્ત ઘણું સંભાળથી કયો; પર્વતના માગોમાં સર્વેએ સામટા પ્રવેશ કર્યો; કર્ણ રાજા નાશી જતું હતું ત્યાં જઈ પહોંચીને તેનો અટકાવ કો; તેની સાથે જે સામિલ હતા તેઓને વિખેરી નાંખ્યા, અને તેને પિતાને, હાથી, તંબુ, અને સામગ્રી રણક્ષેત્રમાં મૂકીને દેવગઢ નાશી જવાની જરૂર પડી; પર્વતોના સાંકડા રસ્તામાં અલપખાને તેની પછવાડે દેડ કરી, અને આખરે દેવગઢના કિલ્લાથી માત્ર એક મજલને છે. આવી પહોંચ્યો. નાશી જનારા કયે રસ્તે ગયા તેને એને બીલકુલ પતો લાગ્યો નહિ. તેથી તે છેક નિરાશ થઈ ગયો, અને જાણે તેને એક ઉપાય રહ્યો હોય નહિ એવો દેખાવા લાગ્યો, તથા સુલટો પ્રસંગ ફીટીને ઉલટ થયે એમ તેને લાગ્યું. પણ શરપણું અને સરસ કરી રાખેલી ગોઠવણથી પણ જે જય મેળવી લેવામાં નિષ્ફળ થઈ ગયો હતો, તે જય તેને અકસ્માત પ્રાપ્ત થઈ ગયે.
જેવામાં મુસલમાનોને સરદાર પોતાની ફેજને આરામ આપવાને સારુ ડુંગરાઓમાં મુકામ કરીને પડ્યો હતો, તેવામાં તેના સિપાઈઓની ૩૦૦ માણસની ટુકડી ઈલેરાની ચમત્કારિક કારણ જેવાને નીકળી પડી. જે સાંકડા રસ્તાઓમાં થઈને તે ચમત્કારિક ગુફાઓ આગળ જવાતું હતું, તે રસ્તાઓમાં ચાલીને જેવા તેઓ આવ્યા કે એકાએક દેવગઢના વાવટાવાળા મરાઠા અશ્વારની એક ટોળીની સાથે તેઓનો ભેટો થઈ ગયો. તે ભીમદેવની ટોળી હતી. અને તે પોતાના ભાઈની ઘણા દિવસથી ધારી રાખેલી કન્યાને ઘેર લઈ જતે હતે. મુસલમાને છે કે ઘણુ થોડા હતા, તો પણ તેઓ એટલા બધા આગળ આવી ગયા હતા કે, હવે તેમને પાછા નાશી જવાને લાગી રહ્યો ન હતો, તેથી તેઓ શત્રુના ઉપર તૂટી પડવાને બદલે તેની રાહ જોતા પિતાનું રક્ષણ કરવાને તૈયાર થઈ ઉભા રહ્યા. ભીમદેવની સાથે દેવળદેવી હતી તેથી તેના મનમાં ઘણું ચિંતા હતી, માટે ખુશીથી લડાઈ કરવાનું તેણે માંડી વાળ્યું હોત, પણ દુશમને મોં આગળ આવી પહોંચ્યા હતા અને તેઓ દેવગઢ જવાના રસ્તા વચ્ચે જ હતા, તેથી લડાઈ કર્યા વગર તેને સિદ્ધિ રહી ન હતી. તત્કાળ બને ટોળીઓ યુદ્ધ કરવાને મચી ગઈ; પહેલા જ હલ્લામાં કેટલાએક હિન્દુઓ નાઠા, અને જે ઘોડા ઉપર દેવળદેવી બેઠી હતી તે ઘડાને તીર વાગવાથી તે હેઠે પડી. ઘણું તુમુલ યુદ્ધ મચ્યું; શીરઈ અને આર્નસ્તાનની તરવારે સરખેસરખી લેહીલોહાણ થયેલી, કર્ણ રાજાની પુત્રીના ચતાપાટ પડેલા શરીર ઉપર છવાઈ ગઈ અને ભૂલથી તેના ઉપર થતા ઘાએ તેને જીવ લઈને તેના કુળની પ્રતિષ્ઠા બચાવી હોત, પણ તેની દાસિયે ગભરાઈને તેનું નામ દઈ દીધું, એટલે જેને તેઓ કેટલીએક મુદતથી ખેળતા હતા પણ પત્તો લાગતો ન હતો, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com