________________
૩૭૭
ચંદ્રાવતીના પરમાર (ઈ. સ. ૧૩૩૮) લેખમાં લખ્યું છે, અને કાનહડદેવને ચંદ્રાવતીને રાજા કરીને લખ્યો છે. નાદાલના ચેહાણ વંશની દેવડા રજપૂતની શાખાના ઈતિહાસમાં લખ્યું છે કે રાવ લુંભ આબુ અને ચંદ્રાવતી જિત્યો, અને બાકીના ગામ આગળ લડાઈ થઈ તે વેળાએ પરમારનું રાજય તેણે પિતાને સ્વાધીન કરી લીધું, “એ લડાઈમાં અગનસેનને કુંવર મેરૂતુંગજી પિતાને સાતમેં સગા સહિત માર્યા ગયે.” આ આધાર પ્રમાણે છેલ્લી લડાઈ ઈ. સ. ૧૩૦૩ માં થઈ તેમાં ચંદ્રાવતી દેવડા ચોહાણેને તાબે થઈ અને આબુ તો તેના પહેલાં સાત વર્ષ અગાઉતેઓએ જિતી લીધો હતો. આ સમયમાં ચોહાણેએ રહેતાં રહેતાં “પર“મારોની કનિષ્ટ પક્ષની જમીદારી ઓછી કરવા માંડી; અને પ્રત્યેક જિત થતી “ગઈ તેમ અકેકી નવી શાખા વધવા લાગી; એ માંહેલી કેટલીક તે તેઓના “મુખ્ય ધણિયાના આશરા વિનાની થયાથી, તેઓના વંશજ, જેવા કે, માદાર “અને ગિરિવર ઠાકારો જેવા તે તેના પ્રતિપુરૂષોને ઓછું નમવા લાગ્યા.”
આબુ ઉપરના એક બીજા લેખમાં એવું છે કે, ઈ. સ. ૧૨૯૪ માં અણહિલવાડમાં જ્યારે સારંગદેવ રાજ હતા, ત્યારે વિસલદેવ અરાડસે મંડલને સુબો હતો; અને તેનું સ્થાન ચંદ્રાવતીમાં હતું. આ વિસલદેવ અણુહિલવાડના રાજાને માત્ર કામદાર હશે અને પરગણાની સત્તા થોડા દિવસ તેને સ્વાધીન હશે. એમ ધારી શકાય છે કે જ્યારે હાણેએ હુમલો કર્યો ત્યારે સારંગદેવે પિતાની ફેજ વડે પિતાના પટાવતને તકરારી પ્રદેશ (મુક) સ્વાધીન કરી લીધું હશે. વળી એક બીજો લેખ છે તે ઉપરના લેખ સાથે મળતો આવે એવું નથી. અચળેશ્વરના દેરાના એક લેખમાં (ઈ. સ. ૧૨૧) એક બીજો ઉંદ્ર દેવ લખેલો છે, તે સામ્ભરના ચેહાણ વંશન હતું. તેના પૂર્વજનાં નામ પ્રથમના લંડ અથવા લુણિગનાથી કેવળ જૂદાં જ છે. “તેણે ચંદ્રાવતીનું પરગણું અને રળિઆમણે અબુંદ પર્વત મેળવી લીધો.” અને અચલેશ્વરની સમક્ષ પિતાની અને પિતાની સ્ત્રીની મૂર્તિઓ બેસારી.
આ વચ્ચેનું આડું કથન કરીને અમે હવે વાઘેલાની વાત લખવાનું પાછું જારી કરિયે છિયે. વરધવલના કુમાર વિસલદેવ વિષે થોડું જ જાણુવામાં છે, એમ લખાઈ ગયું છે. ભાટ લેકેની કથા એવી છે કે, એ રાજ્ય કરતા હતા તેવામાં દુકાળ પડ્યો તે મટાડવામાં એ સાધનભૂત હતો, અને
૧ પંદરેતરે દુકાળ (૧૩૧૫) કહેવાતું હતું તે વેળાએ કચ્છમાં ભદ્રેશર તાલ હતું, તે જગડુશાહ નામના વાણિયાને વાવટ પેટે આપ્યો હતો તેથી જે માગે તેને અન્નવસ્ત્ર પૂરાં પાડી તેણે વસાઈના જનપ્રસાદને કર્ણોદ્ધાર કર્યો. ૨. ઉ.
૨ પાટણના રાજા વિસલદેવનું નામ ડભોઈ સાથે જોડાયેલું છે, તે વિષે ફાર્બસની એરિએન્ટલ મેસ્વારની પહેલી આવૃત્તિના બીજા ભાગને ૩૩૫-૭ મે પૃષ્ઠ જુવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com