________________
રાજા કર્ણ વાઘેલા
૩૭૯ આપે છે, પણ તેનું નામ બીજા લેખમાં આવતું નથી, અને તેને વિષે ભાટ લેકે પાસે વિશેષ વર્ણન આપવા જેવું પણ નથી; તેના પછી સારંગદેવ આવે છે, તેને આબુના લેખમાં (ઈ. સ. ૧૨૯૪) અણહિલવાડને રાજા કરીને લખ્યો છે, અને તેના હાથ નીચે વીસલદેવને ચંદ્રાવતીને મંડળેશ્વર લખ્યો છે. સારંગદેવની પછી કર્ણ વાઘેલે, અથવા ઘેલાના ઉપનામથી જે પ્રસિદ્ધ થયો છે, તે અણહિલવાડના હિન્દુ રાજાઓમાં છેલ્લે રાજા થયો.
–ાક્ષ#– પ્રકરણ ૧૫.
રાજા કર્ણ વાઘેલે. અણહિલવાડના નાટકની સમાપ્તિને દેખાવ હવે ભજવી બતાવવાને છે. ઈ. સ૧૨૯૬ માં અલાઉદ્દીન ખિલજિ, પિતાને પાદશાહ અને જે તેનું ભલું કરનાર હતું તથા તેને કાકે થતો હતો તેને મારી નાંખીને તે વૃદ્ધ માણસની પછવાડે પોતે દિલ્હીની ગાદી ઉપર બેઠે; અને પોતાના નામથી લોકેાની પાસે ખુતબો પઢાવાનું જારી કરીને, ઘાતકીપણાથી અને ખુનરેછભરેલી રીતિથી રાજ્ય ચલાવવાનો પ્રારંભ કર્યો, તેમાં દ્રવ્ય અને સત્તા આગળ ઉપર તેને એટલાં બધાં મળ્યાં કે હિન્દુસ્થાનની ગાદી ઉપર. તેના પહેલાં, જે રાજા બેઠા હતા, તેમાંથી કોઈને પણ તેના જેટલાં મળ્યાં ન હતાં, અને મહમૂદ ગજનવિયે તેની દશ અશ્વારિયામાં જેટલું ધન મેળવેલું લખે છે, તે કરતાં પણ તેનું ધન બહુ વધારે હતું. મિરાતે અહમદીને કર્તા કહે છે-“ખુદાની એવી ઈચ્છા થઈ કે પેગંબરની શરિયત અને “દીન બધે પ્રસિદ્ધ કરો. જે જાતના લોકો વિષે પછવાડે લખવામાં આવ્યું
છે તેમની સત્તા અને રાજ્યને છેડે આવ્યો છે, અને આપણી ખુબીવંતી “સારંગદેવ વર્ષ ૩ રાજ્ય. સં. ૧૩૩૭ વર્ષે લઘુ ગહિલડી વર્ષ ૬૦ રાજ્યો વીર ધવલ પછી પ્રતાપ મલ્લ થયો છે એ વાત આમાં નથી ર. ઉ.
૧ ઉપરની હકીકત જતાં સારંગદેવનું રાજ્ય સં. ૧૩૩૪ થી ૧૩૩૭ સુધીનું થાય પણ સારંગદેવ ૧૩૫૩ સુધી હતા. તેના સમયને કચ્છ માંહેલા રા૫ર ખાખરાને લેખ સંવત્ ૧૩૩૨(ઈ. સ.)નો મળી આવ્યો છે તેમ જ સંવત ૧૩૫૦ ઈ. સ. ૧૨૯૫નો આબુને લેખ અને સંવત ૧૩૪૩ ઈ. સ. ૧૨૮૭ ના લેખથી પણ એ લખવું અપ્રમાણ કરે છે. આ સમયે તેનાં મહામાત્ય મધુસુદન હતો. લધુ કર્ણનાં ૬૦ વર્ષ વિશે પણ “આઇ”ને બદલે “સઠ” લખવાની ભૂલ થયાની આશંકા લઈ શકાય છે. ૨. ઉ.
૨ વાધેલા વિષે ભાષાન્તર કર્તાને વધારે, જુવે રાસમાળાપૂર્ણિકામાં પરિશિષ્ટ.
૩ સત્તર. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com