________________
રાસમાળા
કલમો અને ખરા દીનના ચલાવનારાઓને તાબે તે થયું છે તે એટલા માટે કે સૂર્યની પેઠે, કાફર લેકના અંધારાવાળા દેશમાં જે દીન ખોટું “કરવાને મના કરે છે તે દીનનું અજવાળું ખરા ચળકાટથી પ્રકાશ પામે; “અને આપણે તે દીનના ફરમાનને તાબે થવાથી અને સાચાઈભરેલી “ કલમો (કલમે ઉલહક) જાહેર કરવાથી કેને ભૂલના ભયંકર મેદાનમાંથી પાછા ફેરવિયે અને તરીકતના ઉંચા માર્ગ ઉપર દોરી જઈયે.”
ઈ. સ. ૧૨૯૭ ના પ્રારંભમાં ગૂજરાત ફરીને જિતી લેવા સારૂ અલાઉદ્દીને પિતાના ભાઈ અલપખાનને તથા પોતાના વજીર નુસરતખાન ઝાલસરીને ફેજ આપીને મોકલ્યા. તેઓએ દેશ ઉજજડ કરીને વનરાજના નગરમાં ફરીને મુસલમાની પહેરેગીર મૂકીને તે કબજે લીધું અને ત્યાંને રાજા કર્ણ વાઘેલે દક્ષિણ માંહેલા દેવગઢના યાદવ રાજા રામદેવને આશ્રયે તેઓના આવતાં પહેલાં જતો રહ્યો.
રાજ્ય મેળવવાના લોભ આગળ, મુસલમાન હલ્લા કરનારાઓને પોતાનું ધ્યાન આપવાને એ કરતાં કંઈ બીજા કારણની જરૂર હેય નહિ. પણ હિન્દુના ભાટે રાજ્ય સંબંધી મોટી વાતને ઘર વિષેનું ખાનગી કારણ લાગુ પાડી દેવાને આનંદ પામે છે. તેઓએ હાલના પ્રસંગને માટે પણ નીચેની વાત લખી રાખી છે –“કર્ણ વાઘેલાને માધવ અને કેશવ કરીને બે પ્રધાન હતા “તેઓ જાતના નાગર બ્રાહ્મણ હતા, અને વઢવાણુની પાસે હજુ સુધી જે
માધવ કૂવો છે તે તેમણે બંધાવ્યો હતો. માધવની સ્ત્રી પદ્મિની હતી “તેને તેના ધણુની પાસેથી રાજાએ લઈ લીધી, અને કેશવને તેણે ઠાર કર્યો.
માધવ પોતાના ભાઈના મરણને લીધે અલ્લાઉદ્દીનની પાસે દિલ્હી ગયો, “અને મુસલમાનેને તેડી લાવ્યો. આ વેળાએ ગુજરાત માંહેલાં શહર અને “નગરના દરવાજા દહાડે બંધ રાખતા હતા. નગરના કિલ્લાની માંહે હેર “ચરાવતા હતા, અને જ્યારે લડવું હોય ત્યારે લડી શકાય એટલા માટે “લેકે બોકાની ભીંડીને તૈયાર રહેતા હતા. ઈ. સ. ૧૩૦૦ના વર્ષમાં “તુક કે ગુજરાતમાં પેઠા. માધવે અલાઉદ્દીનને ત્રણસેં ને સાઠ (કચ્છી) ઘડા નજર કર્યા, અને તેણે દેશને કારભાર મેળવી લીધો. અલપ
૧ મિરાતે અહમદીમાં એનું નામ ઉલુઘખાન લખીને જણાવ્યું છે કે જે ગુજરાતમાં અલપખાનના નામથી પ્રસિદ્ધ હતા. ૨. ઉ.
૨ પૃષ્ઠ ૨૦૮ ની ટીપ જુવો. ૩ પ્રબંધચિન્તામણિ પ્રમાણે ૧૩૦૪ ઈ. સ. થાય છે. ૨. ઉ. ૪ જેમ કચ્છનાં ઘોડાં વખણાય છે, તેમ કાઠિયાવાડની ઘેડિયો પણ વખણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com