________________
૩૫૦
રાસમાળા
આ ખડેરામાં અતિ મનોરંજક, ડભોઈ અને ઝિજુવાડાના જોડિયા કિલ્લા છે. તેઓ બાંધણીમાં તેમ જ વિસ્તારમાં સરખેસરખા છે; તથાપિ ઝિંઝુવાડાને કિલ્લો વિશેષ નિયમસર બંધાયેલો અને એકાત જગ્યાએ આવેલો હેવાથી તેને થોડું નુકસાન લાગેલું છે માટે આ ઠેકાણે વર્ણન કરવાને અમે એને પસંદ કરિયે છિયે.
| કિંજીવાડાના કિલ્લાને આકાર ખરેખરો સમરસ છે. તેની અકેકી બાજુની લંબાઈ આસરે આઠસે વાર છે. એની ભીતિ નકકર ગચ્છીની છે અને ઉંચાઈમાં પચાસ ફીટ છે. દરેક બાજુની મધ્યમાં દરવાજો છે. તેના ઉપર મેડે છે તે, બંને બાજુની કૌસાકાર હારે જે ટોચે મળે છે અને જે કમાનનું કામ સારે છે તેઓને આધારે રહેલો છે. કિલ્લાની ભીંતની જાડાઈમાં કૌસાકાર છ હારે દરવાજામાં આવેલી છે, અને તેના ઉપર પથ્થરની ગચ્છી રહી છે. ઘુંમટ વાળી લેવાને સુલભ પડે એટલા માટે મુસલમાનેએ આવી બાંધણીને કમાને કરવાને ચાલ પાડ્યો હતો તેમ છતાં પણ ત્યાર પછી ઘણી મુદત સુધી ઉપરના પ્રકારની જ બાંધણી બાંધવાનો ચાલ ચાલતો રહ્યો હતે. કિલ્લાના અકેકા ખૂણામાં અકેકે બુરજ છે, તેને સામાન્ય આકાર તે સમચોરસ છે પણ હિન્દુ કારીગરોને ખાંચે પાડીને અસાધારણ આકાર કરે પસંદ પડે છે તે પ્રમાણે તેને પણ કરેલું છે; વચલે દરવાજે
૧ મિ. અર્જસ કહે છે કે કિંજુ નામના રબારીના નામ ઉપરથી એ નામ પડેલું છે. અણહિલવાડ પાટણુના બહાર રાજાઓના રાજ્યની સીમ ઉપરને બારમા શતકમાં બંધાયેલો આ કિલ્લો હશે.
૨ સિબાસ્તીપાલના કિલ્લાના બચાવ વિશે સન ૧૮૫૫ ના નવેમ્બર મહિનાના “નેટેડ સ્ટેટસ જર્નલ”ના અંકમાં એક વિષય છપાયું હતું, તે સર જેન બરગેઈનને લખેલો ગણવામાં આવ્યું છે, તે માંહેલે ઘડેક ભાગ અમે નીચે ઉતારી લઈયે છીયે. તે ઉપરથી ઝિંઝુવાડાના કિલ્લાની આવશ્યક્તા તે સમયમાં કેટલી વધી હતી તે સહેજ વાંચનારના ખ્યાલમાં આવશે.
બચાવ કરવાના કામમાં મુખ્ય સાધને માંહેલું એક તે એ છે કે હલે કર“નારાઓથી પાસે આવી શકાય નહિ એ વચ્ચે કાંઈ અટકાવ આણી દે; અને “આ સર્વોત્તમ અટકાવ, ભીંત અથવા ઉલેડું મેખરે, ચડવાને મુકેલ કરે છે. “ભીંત જે ત્રીસ ફીટની ઉંચાઈ કરતાં વધારે ઊંચી હોય તે તે ખરેખાત બહુ ત્રાસ“દાયક થઈ પડે છે. અને તે જે આખેઆખી હોય તે તેના ઉપર ચડી ઉતરવા “સિવાય બીજો એક ઉપાય નથી. આ એક લશ્કરી સાહસકર્મ માંહેલો અતિ ઉગ્ર ઉપાય છે, અને તે એકાએક હલે કહ્યા સિવાય, અથવા બચાવ કરનારાઓની “બાજુ ભણીની છેક નબળાઈ વિના સાધી શકાય એમ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com