________________
૩૬૬
રાસમાળા “ તહિં ભમ્યાં કરે છે, અને લક્કડખોદ પક્ષી પિતાની ચાંચનું બળ કઠણ લાકડા ઉપર અજમાવાને ટકેારા મારી રહે છે તેથી ઉપજતા પડઘાને અવાજ સંભળાઈ રહે છે. નાના પ્રકારનાં અને રંગ રંગનાં ફૂલ, ફળને લીધે જંગલવાસી પશુ અને પક્ષી એકઠાં થાય છે; અને ઉઘોગી ભ્રમર “વિશાળ પાંડદાં ઉપર ઉડતા ઉડતા, ધોળી અથવા પીળી ચંબેલીની અતિ મધુરતા ચૂસે છે, તેમ જ, ગોટા, ચમરિયાનાં ગુચ્છાદાર જાંબુરંગી અને ધેળાં કુલ જે ગુલબાસને મળતાં આવે છે તેને મધુર રસ ચૂસે છે, અને થવા બદામના જેવી સુગંધના કહેર જે નદીકિનારે એરંડા અથવા સરકટ પુષ્કળ થાય છે તેનાં તીરેએ છવાઈ જાય છે તેને રસ ચૂસે છે.” આવા એકાન્તપણાના મેહ પમાડે એવા સૌન્દર્યમાં વિધ્ર પાડવાને કઈ મનુષ્ય પ્રાણી દેખાતું નથી, માત્ર અંબાજી યાત્રા કરવાને આવેલ રજપૂત અભ્યારને ગંભીર આકાર જોવામાં આવે છે. તેણે પિતાની પીઠે ઢાલ બાંધી દીધેલી છે, અને ખભા ઉપર ભાલે આવી રહેલ છે, એવી ઢબમાં, જે જગ્યામાં કઠણ હૈયાવાળાં થોડાં મનુષ્ય આખા લશ્કરની સામે થઈ શકે, એવા હાડ વચ્ચેના સાંકડા અને લાંબા રસ્તામાં તે ચાલે છે, અથવા એ વિના રમણીય અને આરણ્યક જગ્યા જ્યાં નિર્મળ પાણીના ઝરા છાટલાવાળા કિનારાના ન્હાના તળાવના આકારમાં વિસ્તાર પામેલા ત્યાં સિંચેલા કોથળા સહિત દાણું વહી જનારા શાના માણસે, અને ચરતાં ઢર દેખાય છે. આગળ ચાલતાં ઢાળ ફીટીને સપાટ ખીણ થઈ ગયેલી આવે છે, તે થંડી ઘણું રેતાળ છે તે પણ તેમાં ઘણું ફળદ્રુપ જગાઓ છે, તેમાં દાણાને પાક પુષ્કળ થાય છે. વળી અહિ તહિ ત્યાનાં ગામડાં આવે છે, અને હાડમાંથી વહેતાં હેળિયાં કેટલેક આધે જતાં આગળ અને પાછળ વિશાળ થઈ પડેલાં જોવામાં આવે છે. ધુમ્મસના કાળા ઝબામાં વિંટળાઈ ગયેલો પ્રતાપવાન આબુ હવે પિતાના વિષેના જ વિચાર ઉત્પન્ન કરાવે છે. તેની ઉભેડુ મોખરાની શ્યામરંગી એકાન્ત જગ્યાઓ ઉપર વન ઉપવન અસ્તર રૂપ થઈ રહેલાં છે, અને તે રૂપેરી રંગના ઝરાથી વિચિત્ર બનેલી છે, તે છેવટે જ્યારે આપણું દૃષ્ટિએ પડવા આવે છે, ત્યારે તેને ફેરફાર થતા આકાર હજારો મનકલ્પિત રૂ૫ ધારીને કલ્પનાને ભરપૂર કરી નાંખે છે; તેના એક બીજાથી પછાડી પડતા સ્કંધે મહત્તાથી અગાડી ધપેલા દેખાય છે અને તેઓને શ્યામ પોષાક, સુર્ય જેમ મધ્ય રેષા ઉપર આવતો જાય છે તેમ અતિશય ચળકાટ મારતા સુવર્ણના છાંટાથી બદલાતું જાય છે; આવા સર્વ દેખાવ ઉપર જેનારનું લક્ષ ખેંચાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com