________________
૩૬૪
રાસમાળા
વાતના શોકથી જાણે એ જ જાણતા હોય, તેમ જ હવે પછી આવી પડવાના ભયની એાછી જ દરકાર કરતા હોય તેમ કોઈને યત્ન વિના, અને જાણે કે સ્વાભાવિક પ્રેરણા થઈ હોય તેમ, અસલને રસ્તે ચાલતા જોવામાં આવ્યા છે, એ આશ્ચર્યકારક વાત છે, અને તે ઉપરથી વળી તેઓની સહનશીલતા જણાઈ આવે છે. મહમૂદ ગજનવી અણહિલવાડ ધૂળધાણી કરીને અને સોમનાથને નાશ કરીને સંકટ વેઠતો પિતાને દેશ હોંશે નહિ, એટલામાં તે આરાસુર અને આબુ ઉપર હડા અને ટાંકણુના અવાજ ગાજી રહ્યા, અને ભભકાદાર દેવાલયો કુંભારિયા અને દેલવાડામાં બંધાવા માંડ્યાં, તથા તેમાં મનાય નહિ એવા સુધારાના સંસ્કાર થયા અને સેલ્સિનિના હાથની કારીગરી જેવી સફાઈ ચાલતી થઈ તે ઉપરથી એમ દેખાવા લાગ્યું કે, મ્લેચ્છ હલ્લો કરનારા અથવા મૂર્તિનો નાશ કરનારા માત્ર બેચેન પમાડનાર સ્વમના ભયંકર ભૂત છે અને તેમની સ્વમમાં જ ક્રિયા થઈ છે એવું તે દેવળ ચણાવનાર પક્કી રીતે માને છે. અને હવે તે બીજા ભીમની સંકટભરેલી કારકીર્દિ પૂરી થાય છે, તેની સાથે વાદળાં વિનાના તેના ચકચકાટમાં પાછો કદિ પ્રકાશવાનો નહિ એ અણહિલવાડને સૂર્ય અસ્ત પામે છે, પણ એક મગ તેની એક કર તે રાજધાની ઉપર ટગુમગુ થઈ રહે છે, લડાઈને પિકાર પૂરેપૂરા નાશ પામ્યા નથી અને ભયની તથા દુઃખની બૂમોના પડઘા આખા દેશમાં હજુ સુધી ગાજી રહ્યા છે, તથા બીજી મગ આબુ અને શત્રુંજય ઉપર ફરીને કામ ચાલતું થયું છે, અને આગળના ભભકાને એક કેરે બેસારે એવાં દેવાલય અને સદા ચૂપકીદીથી બેશી રહેનારા સ્થિર તીર્થકરેનાં ચૈત્યને ઉઠાવ થાય છે.
વસ્તુપાળ અને તેજપાળ જે વિરધવળ વાઘેલાના પ્રધાન હતા, પણ દેલવાડાનાં અતિ ભભકભરેલાં દેવાલયના સ્થાપનારા તરીકે વિશેષ પ્રસિદ્ધ હતા, તે શ્રાવક ધર્મના પ્રાગુવાટ અથવા પરવાળ વાણિયા હતા; તેમના પૂર્વજ ઘણું પેઢીથી અણહિલપુરમાં વસતા હતા. વિરધવળને આગલો પ્રધાન ચાહડ તેમને રાજાની જાણવામાં લાવ્યો. તેમના ઉપર રાજને હદ પાર ભરોસો બેઠો હતો એમ જણાય છે; અને જે શબ્દોમાં આ વાત લખી છે તે ઉપરથી લોકેની સ્થિતિ અને રાજા તથા કારભારીઓને સંબંધ ઘણે
૧ Gellini-ઈટલીમાં આવેલા ફ્લોરેન્સ શહરને પ્રખ્યાત શિલ્પકાર તથા ગયે. તે ઈ. સ. ૧૫૦૦ માં જન્મ્યા હતા, અને ૧૫૭૦ માં મરણ પામ્યો હતો. આરસહાણ તેમ જ ધાતુ ઉપર તે બહુ સરસ શિલ્પકામ કરી જાણ હતું. પોપ લિમેન્ટ સાતમાએ તેને પિતાને સેની કરાવ્યું હતું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com